Gujarat BJP : મનપા અને નપાનાં શાસકોના નામની જાહેરાત, જુઓ યાદી
- Gujarat BJP એ મહાનગરપાલિકા અને નગરપાલિકાનાં શાસકોનાં નામની જાહેરાત કરી
- ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલના નેતૃત્વમાં નામોની યાદી જાહેર
- ગત 16 ફેબ્રુઆરીનાં રોજ યોજાઇ હતી ચૂંટણી, 18 ફેબ્રુઆરીનાં રોજ જાહેર થયું હતું પરિણામ
Gujarat BJP : આજે રાજ્યભરમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા ગુજરાત પ્રદેશ અધ્યક્ષ અને કેન્દ્રીય જળશક્તિમંત્રી CR પાટીલનાં (CR Patil) નેતૃત્વમાં મહાનગરપાલિકા અને નગરપાલિકાનાં શાસકોનાં નામની જાહેરાત કરવામાં આવી છે. જુનાગઢ (Junagadh) મહાનગરપાલિકાનાં મેયર અને અન્ય હોદ્દેદારોની નિયુક્તિ અંગે પણ બીજેપી દ્વારા જાહેરાત કરવામાં આવી છે. પક્ષ દ્વારા એક યાદી જાહેર કરવામાં આવી છે, જેમાં આ સંપૂર્ણ વિગત આપવામાં આવી છે.
જણાવી દઈએ કે, રાજ્યમાં 66 નગરપાલિકા, 3 તાલુકા પંચાયત અને 1 મહાનગરપાલિકાની સ્થાનિક સ્વરાજની ચૂંટણી (Sthanik Swarajya Election) ગત 16 ફેબ્રુઆરીનાં રોજ યોજાઇ હતી, જેનું પરિણામ 18 ફેબ્રુઆરીનાં રોજ જાહેર કરવામાં આવ્યું હતું. કુલ 2178 બેઠક પર સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં 5084 ઉમેદવાર મેદાને ઉતર્યા હતા. 213 બેઠક બિનહરીફ રહી હતી જ્યારે 3 બેઠક પર ઉમેદવાર જ નહોતા. અહીં જુઓ, ભારતીય જનતા પાર્ટી (BJP) દ્વારા જાહેર કરવામાં આવેલ પ્રમુખ અને ઉપપ્રમુખનાં નામની યાદી...
સ્વરાજના શાસકોના નામ પર લાગી મહોર
ગુજરાત ફર્સ્ટ પર જુઓ નામની જાહેરાત સૌથી ઝડપી
પાટણની 3 નપાની પ્રમુખ-ઉપપ્રમુખની વરણી
ત્રણેય નગરપાલિકામાં ભાજપની સ્પષ્ટ બહુમતી @BJP4Gujarat #Gujarat #Patan #SthanikSwaraj #Radhanpur #BhavnabenJoshi #GujaratFirst pic.twitter.com/tBz9nhkOx3— Gujarat First (@GujaratFirst) March 5, 2025
- જૂનાગઢ મનપાના શાસકો અંગે સૌથી મોટા સમાચાર
- જૂનાગઢ મનપાના મેયર, ડેપ્યુટી મેયરના નામની જાહેરાત
- જૂનાગઢના મેયર તરીકે ધર્મેશ પોસિયા પર પસંદગીની મહોર
- જૂનાગઢના મેયર તરીકે લેઉઆ પાટીદાર ચહેરાની પસંદગી
- ડેપ્યુટી મેયર પદે આકાશ કટારાના નામ પર મહોર
- જૂનાગઢ મનપાના સ્ટેન્ડિંગ કમિટીના… pic.twitter.com/V2FZs4CToe— Gujarat First (@GujaratFirst) March 5, 2025