Gujarat : રાજ્યમાં નવા જંત્રીના દરોની અમલવારીને લઈને મોટા સમાચાર
- જંત્રીના નવા દરો લાગુ કરવામાં હજુ પણ વિલંબ થઈ શકે છે
- સરકારને અનેક સૂચનો મળતાં નવા જંત્રીના દરો લાગુ કરવામાં સમય લાગશે
- સરકારને જંત્રી અંગે અંદાજે 11 હજારથી વધુ વાંધા સૂચનો મળ્યા
Gujarat : રાજ્યમાં નવા જંત્રીના દરોની અમલવારીને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. જેમાં આજે 1 એપ્રિલથી નવી જંત્રી લાગુ થશે નહી. જંત્રીના નવા દરો લાગુ કરવામાં હજુ પણ વિલંબ થઈ શકે છે. સરકારને અનેક સૂચનો મળતાં નવા જંત્રીના દરો લાગુ કરવામાં સમય લાગી શકે છે. સરકારને જંત્રી અંગે અંદાજે 11 હજારથી વધુ વાંધા સૂચનો મળ્યા છે. 6 હજારથી વધુ વાંધા સૂચનો જંત્રી ઘટાડા માટેના મળ્યા છે. બીજી તરફ 1700 જેટલા સૂચનો જંત્રી વધારવા માટેના મળ્યા છે. તેથી જંત્રીના દરો લાગુ કરવા અંગે મુખ્યમંત્રી સમીક્ષા કરશે.
મુખ્યમંત્રી કક્ષાએથી જંત્રીના દરો લાગુ કરવા અંગે આખરી નિર્ણય લેવાશે.
રાજ્યમાં આજથી નવી જંત્રીનો અમલ નહીં થાય
પ્રાપ્ત માહિતી અનુસાર, રાજ્યમાં જંત્રીના નવા દરો લાગુ કરવામાં હજું વિલંભ થઈ શકે છે. ચર્ચા હતી કે 1 લી એપ્રિલથી રાજ્યમાં જંત્રીનાં નવા દરો લાગુ કરવામાં આવશે. પરંતુ, હવે એવા સમાચાર સામે આવ્યા છે કે રાજ્યમાં 1 એપ્રિલથી નવી જંત્રીનો અમલ નહીં થાય. અપૂરતા ડેટા, સ્ટેમ્પ પેપરની બેફામ ખરીદી, બિલ્ડર સમુદાયમાં નારાજગી સહિતનાં વિવિધ કારણોસર આ નિર્ણય મોકૂફ રાખવામાં આવ્યો હોવાનું જાણવા મળ્યું છે. જણાવી દઈએ કે, સરકાર દ્વારા નવેમ્બર-2024 માં જંત્રીના ભાવ વધારાની જાહેરાત કરવામાં આવી હતી.
સરકારને અનેક સૂચનો મળતાં નવા દરોનું અમલીકરણ મોકૂફ
અગાઉ પણ સરકારને અનેક સૂચનો મળતાં નવા જંત્રીના દરો લાગુ (Jantri Rate in Gujarat) કરવામાં વિલંબ થઈ શકે છે તેવા સમાચાર આવ્યા હતા. સરકારને (Gujarat Government) જંત્રી અંગે અંદાજે 11 હજારથી વધુ વાંધા સૂચનો, જંત્રી ઘટાડા માટેના 6 હજારથી વધુ વાંધા સૂચનો, જ્યારે જંત્રી વધારવા માટે 1700 જેટલા સૂચનો મળ્યા હતા. આથી, રાજ્યમાં જંત્રીના નવા દરો લાગુ કરવા અંગે સરકાર દ્વારા સમીક્ષા કરવા વધુ સમય લાગી શકે છે.
આ પણ વાંચો: અમે ફરીથી ઉડાન ભરીશું, સ્પેસએક્સનો આભાર અમને અવકાશમાંથી પાછા લાવ્યા : Sunita Williams