Paper leak નું એપી સેન્ટર બન્યું ગુજરાત? વધુ એક કૌભાંડમાં આવ્યું નામ
Paper leak: ઉત્તર પ્રદેશમાં થોડા સમય પહેલા પોલીસ ભરતીમાં કૌભાંડ થયું હોવાની વિગતો સામે આવી હતી. પરંતુ અત્યારે તેમાં ચોંકાવનારી વિગતો સામે આવી છે. ઉત્તર પ્રદેશમાં થયેલા પેપર લીકના તાર ગુજરાત સુધી પહોંચ્યા છે. વિગતે વાત કરવામાં આવે તો UP પોલીસ ભરતી બોર્ડ દ્વારા સિપાહી ભરતીની પરીક્ષા યોજાઇ હતી. આ પરીક્ષા દરમિયાન UP સિપાહી ભરતીનું પેપર લીક થયું હતું. નોંધનીય છે કે, આ કેસમાં તપાસ માટે UP સરકારે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવી હતી.
પેપર લીક મામલે STF ની તપાસમાં મોટો ખુલાસો
તમને જણાવી દઈએ કે, પેપર લીક મામલે STF ની તપાસમાં મોટો ખુલાસો થયો હોવાનું સામે આવ્યું છે. નોંધનીય છે કે, અમદાવાદની એજ્યુટેસ્ટ કંપની ઉત્તર પ્રદેશ સિપાહી ભરતીની પરીક્ષા લેવાની હતી. એજયુટેસ્ટના સંચાલક વિનીત આર્યેએ પેપર લીક કર્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. ઉલ્લેખનીય છે કે, એજયુટેસ્ટ કંપની ઓનલાઇન સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરે છે. જેમાં અત્યારે મુખ્ય સૂત્રધાર વિનીત આર્ય વિદેશ નાસી ગયો હોવાનું અનુમાન થઈ રહ્યું છે. ઉત્તર પ્રદેશની પરીક્ષા અને તેમાં ગુજરાતના તાર મળી રહ્યા છે.
કાર્યવાહી માટે UP સરકારે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવી
નોંધનીય છે કે, ગુજરાતમાં પણ છાસ વારે પેપર લીક થતા હોવાના બનાવો સામે આવતા રહે છે. પરંતુ અત્યારે ગુજરાત વાળાએ છેક ઉત્તર પ્રદેશની સિપાહીની ભરતીનું પેપર લીક કર્યું હોવાનું સામે આવ્યું છે. તેમને જણાવી દઈએ કે, ઉત્તર પ્રદેશ સરકાર દ્વારા મામલે સ્પેશિયલ ટાસ્ક ફોર્સ બનાવવામાં આવી હતી. જેથી સ્પેશિયલ ટાસ્ક ફોર્સની તપાસમાં સામે આવ્યું છે કે, અમદાવાદમાં આવેલી એજયુટેસ્ટના સંચાલક વિનીત આર્યેએ પેપર લીક કર્યું હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. નોંધનીય છે કે, હમણાં થોડા સમય પહેલા નેટની પરીક્ષા પણ કૌભાંડ થયાની આશંકા સાથે રદ કરવામાં આવી છે.