Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગુજરાત ATS એ મુંબઈથી મૌલાના મુફ્તી સલમાન અઝહરીની અટકાયત કરી

Maulana Mufti Salman Azhari : હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતની ATS એ મુસ્લિમ ધર્મગુરુ મૌલાના મુફ્તી સલમાન અઝહરીને કસ્ટડીમાં લીધા છે. તેમની સામે નફરત ફેલાવવાના અને ભડકાઉ ભાષણના મામલે કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાપ્ત થતી વિગત...
ગુજરાત ats એ મુંબઈથી મૌલાના મુફ્તી સલમાન અઝહરીની અટકાયત કરી

Maulana Mufti Salman Azhari : હાલ એક મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાતની ATS એ મુસ્લિમ ધર્મગુરુ મૌલાના મુફ્તી સલમાન અઝહરીને કસ્ટડીમાં લીધા છે. તેમની સામે નફરત ફેલાવવાના અને ભડકાઉ ભાષણના મામલે કાર્યવાહી કરવામાં આવી છે. પ્રાપ્ત થતી વિગત અનુસાર, તેને મુંબઈના ઘાટકોપર વિસ્તારમાંથી અટકાયતમાં લેવામાં આવ્યો હતો. આ પછી મૌલાનાના સમર્થકોની મોટી ભીડ પોલીસ સ્ટેશનની બહાર એકઠી થઈ ગઈ હતી.

Advertisement

ગુજરાત ATS દ્વારા કરાઇ ધરપકડ 

પોલીસ પાસેથી પ્રાપ્ત માહિતી અનુસાર, મૌલાના મુફ્તીને હાલ ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં રાખવામાં આવ્યા છે. પોલીસે જણાવ્યું કે તેની વિરુદ્ધ કલમ 153A, 505, 188 અને 114 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. મૈલાના મુફ્તીને કસ્ટડીમાં લીધા બાદ રેસ્ટોરન્ટની બહાર સેંકડો લોકો એકઠા થયા હતા. કહેવામાં આવી રહ્યું છે કે એટીએસ મૌલાના સાથે ગમે ત્યારે મુંબઈ છોડી શકે છે.

ભાષણની એક ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી

સમગ્ર બાબત એમ છે કે, મૌલાના મુફ્તીએ 31 જાન્યુઆરીએ ગુજરાતના જૂનાગઢની નરસિંહ વિદ્યા મંદિર ગ્રાઉન્ડ આયોજિત એક કાર્યક્રમને સંબોધિત કર્યો હતો. અહેવાલો અનુસાર, તેમના ભાષણની એક ક્લિપ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી, જેને વિવાદાસ્પદ ગણાવવામાં આવી રહી છે. આ અંગે મૌલાના અને કાર્યક્રમના આયોજકો સામે એફઆઈઆર નોંધવામાં આવી હતી. બે આયોજકોની ધરપકડ કરવામાં આવી છે.

Advertisement

કોણ છે મૌલાના મુફ્તી સલમાન અઝહરી

હવે ચાલો જાણીએ કે આખરે મૌલાના મુફ્તી સલમાન અઝહરી છે કોણ.  તે ઈસ્લામિક રિસર્ચ સ્કોલર છે. તે જામિયા રિયાઝુલ જન્નાહ, અલ-અમાન એજ્યુકેશન એન્ડ વેલફેર ટ્રસ્ટ અને દારુલ અમાનના સ્થાપક પણ છે. કહેવાય છે કે તેણે કૈરોની અલ અઝહર યુનિવર્સિટીમાંથી અભ્યાસ કર્યો છે. મૌલાના મુફ્તી ઘણી સામાજિક-ધાર્મિક પ્રવૃત્તિઓમાં સક્રિય જોવા મળે છે.

Advertisement

આ પણ વાંચો -- તરલ ભટ્ટ તોડકાંડ મામલે રાજ્ય ગૃહમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન

Tags :
Advertisement

.