Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GT VS SRH : અમદાવાદના સ્ટેડિયમમાં PAT CUMMINS ની ટીમ ઉતરશે યુવા કપ્તાન SHUBMAN GILL ની GT સામે

GT VS SRH : IPL 2024 માં હવે રોમાંચ ચરમસીમાએ પહોંચ્યો છે. આજરોજ સુપર સંડે હોવાને કારણે દર્શકોને 2 મેચનો આનંદ માણવા મળશે. આજની બને મેચ સુપર મેચ હોવાની છે. જેમાં પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત અને હૈદરાબાદ...
gt vs srh   અમદાવાદના સ્ટેડિયમમાં pat cummins ની ટીમ ઉતરશે યુવા કપ્તાન shubman gill ની gt સામે

GT VS SRH : IPL 2024 માં હવે રોમાંચ ચરમસીમાએ પહોંચ્યો છે. આજરોજ સુપર સંડે હોવાને કારણે દર્શકોને 2 મેચનો આનંદ માણવા મળશે. આજની બને મેચ સુપર મેચ હોવાની છે. જેમાં પ્રથમ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત અને હૈદરાબાદ વચ્ચે બપોરે 3:30 વાગ્યે રમાશે, જ્યારે બીજી મેચમાં દિલ્લી અને ચેન્નાઈ ટકરાશે. આ અહેવાલમાં આપણે ગુજરાત ટાઈટન્સ ( GT ) અને સનરાઇસર્સ હૈદરાબાદ ( SRH ) વચ્ચેના મુકાબલા વિશેની કેટલીક જાણવા જેટલી વિગતો જાણીશું. એ પહેલા પોઇન્ટ્સ ટેબલ ઉપર નજર કરીએ તો ગુજરાત બે મેચમાં 2 પોઈન્ટ સાથે પોઈન્ટ ટેબલમાં 7મા સ્થાને છે. બીજી તરફ હૈદરાબાદના પણ બે પોઈન્ટ છે પરંતુ વધુ નેટ રન રેટના કારણે તે ચોથા સ્થાને છે.

Advertisement

PITCH REPORT ( NARENDRA MODI STADIUM, AHMEDABAD )

અમદાવાદનું નરેન્દ્ર મોદી સ્ટેડિયમ વિશ્વનું સૌથી મોટું ક્રિકેટ સ્ટેડિયમ છે. આ સ્ટેડિયમના પિચ રિપોર્ટની વાત કરીએ તો આ સ્ટેડિયમમાં બેટ્સમેનોનો દબદબો સ્પષ્ટ જોવા મળી રહ્યો છે. અહીંની પિચમાં બોલરો માટે કંઈ ખાસ નથી. આવી સ્થિતિમાં અહીં હાઈ સ્કોરિંગ મેચ જોવા મળી શકે છે. અહીંની પીચ પર, સ્પિન બોલરો માટે રન રોકવાનું સરળ નથી, જ્યારે ઝડપી બોલરોને ચોક્કસપણે થોડો ઉછાળો મળે છે, જેના કારણે તેઓ બેટ્સમેનોને પરેશાન કરી શકે છે.

Advertisement

અમદાવાદના આ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં IPL માં  28 મેચ રમાઈ છે, જેમાં પ્રથમ બેટિંગ કરનાર ટીમે 14 વખત જીત મેળવી છે, જ્યારે ટાર્ગેટનો પીછો કરતી ટીમે 14 મેચ જીતી છે. અહીં પ્રથમ દાવનો સરેરાશ સ્કોર 170 થી 180 રનની વચ્ચે જોવા મળ્યો છે. ગુજરાત ટાઇટન્સ આ સ્ટેડિયમમાં અત્યાર સુધીમાં 11 મેચ રમી છે, જેમાંથી તેણે 7માં જીત મેળવી છે, જ્યારે 4માં તેને હારનો સામનો કરવો પડ્યો છે.

Advertisement

HEAD TO HEAD

GT અને SRH ના હેડ ટુ હેડ રેકોર્ડ વિશે વાત કરીએ તો બને વચ્ચે 3 જ મેચ રમાઈ છે. આ 3 મેચમાં 2 મેચ GT અને 1 મેચ SRH દ્વારા જીતવામાં આવી છે.

MATCHES PLAYED BETWEEN SRH AND GT : 03 

GT WON : 02

SRH : 01 

SRH PROBABLE 11

ટ્રેવિસ હેડ, મયંક અગ્રવાલ, અભિષેક શર્મા, એડન માર્કરામ, હેનરિક ક્લાસેન (ડબલ્યુ), અબ્દુલ સમદ, શાહબાઝ અહેમદ, પેટ કમિન્સ (સી), ભુવનેશ્વર કુમાર, મયંક માર્કંડે, જયદેવ ઉનડકટ

ઈમ્પેક્ટ પ્લેયર- ઉમરાન મલિક/ટી નટરાજન

GT PROBABLE 11

રિદ્ધિમાન સાહા(ડબ્લ્યુ), શુભમન ગિલ(સી), અઝમતુલ્લા ઓમરઝાઈ, ડેવિડ મિલર, વિજય શંકર, રાહુલ તેવટિયા, રાશિદ ખાન, રવિશ્રીનિવાસન સાઈ કિશોર, ઉમેશ યાદવ, મોહિત શર્મા

ઈમ્પેક્ટ પ્લેયર- સ્પેન્સર જોન્સન/ વિજય શંકર

આ પણ વાંચો : LSG vs PBKS: લખનૌની 21 રને શાનદાર જીત, ડેબ્યૂડન્ટ મયંક 3 વિકેટ લીધી

Tags :
Advertisement

.