GT vs PBKS : અમદાવાદમાં આજે થશે કાંટાની ટક્કર, બંને ટીમ અંતિમ મેચ જીતીને પહોંચી અમદાવાદ
GT vs PBKS : આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ (Gujarat Titans and Punjab Kings) ની ટીમ આમને-સામને જોવા મળશે. યજમાન ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) ની ટીમ આ સીઝનમાં 3 મેચ રમી ચુકી છે જેમા 2 મેચમાં જીત મેળવી ચુકી છે. બીજી તરફ પંજાબ કિંગ્સ (Punjab Kings) ની ટીમ પણ 3 મેચ રમી ચુકી છે જેમાથી તેણે માત્ર 1 મેચમાં જ જીત નોંધાવી છે.
GT ને હોમ ગ્રાઉન્ડનો મળી શકે છે લાભ
IPL 2024ના પોઈન્ટ ટેબલમાં ગુજરાતની ટીમ પાંચમા સ્થાને છે જ્યારે પંજાબની ટીમ સાતમા સ્થાને છે. યજમાન ગુજરાત ટાઇટન્સની નજર સીઝનની તેમની ત્રીજી જીત પર હશે, જ્યારે પંજાબ કિંગ્સ તેમની બીજી જીત પર નજર રાખશે. પંજાબની ટીમ તેની બે અવે મેચ હારી ગઈ છે (ઘરેથી દૂર રમાયેલી). ટીમ પોતાના હોમ ગ્રાઉન્ડ પર માત્ર એક મેચ જીતી શકી છે. ગુજરાત ટાઇટન્સે તેની બંને ઘરઆંગણાની મેચ જીતી છે. આવી સ્થિતિમાં પંજાબ કિંગ્સ પર દબાણ રહેશે, કારણ કે યજમાન ટીમ અહીંની પરિસ્થિતિઓથી વાકેફ છે. ગુજરાતની ટીમને હોમ ગ્રાઉન્ડ પર રમવાનો લાભ મળી શકે છે. જો પંજાબ કિંગ્સે જીતના પાટા પર પાછા ફરવું હોય તો મિડલ ઓર્ડરે આગળ આવવું પડશે. ટોપ ઓર્ડર રન બનાવી રહ્યો છે, પરંતુ ત્યાં પણ શિખર ધવન સારી શરૂઆત બાદ અટકતો જોવા મળી રહ્યો છે. જીતેશ શર્મા પાસેથી પણ કેટલીક ઝડપી ઇનિંગ્સ રમવાની અપેક્ષા રાખવામાં આવશે.
Brace yourselves as two teams battle it out for 2️⃣ points at the Narendra Modi International Stadium 🏟️
Gujarat Titans collide with the Punjab Kings 🙌
Which team will come up on 🔝 tonight? 🤔#TATAIPL | #GTvPBKS | @gujarat_titans | @PunjabKingsIPL pic.twitter.com/ggYi4QB43Y
— IndianPremierLeague (@IPL) April 4, 2024
પંજાબ કરી શકે છે ટીમમાં મોટો ફેરફાર
આ મેચમાં પંજાબ કિંગ્સની ટીમ જીતના પાટા પર પરત ફરવા માંગશે. જ્યારે છેલ્લી ત્રણમાંથી બે મેચ જીતનાર ગુજરાત ટાઇટન્સની નજર ત્રીજી જીત પર હશે. આ મેચ માટે પંજાબની ટીમમાં એક ફેરફારની શક્યતા દેખાઈ રહી છે. મેચ પહેલા જ આના સંકેતો મળ્યા હતા અને ક્રિકબઝે તેના પ્રિવ્યૂમાં ખેલાડીની ઈજા વિશે માહિતી આપી હતી. તે ઈજાગ્રસ્ત ખેલાડી છે લિયામ લિવિંગસ્ટોન, જેના સ્થાને આ મેચમાં અન્ય ખતરનાક ખેલાડીને તક મળી શકે છે. ક્રિકબઝના જણાવ્યા અનુસાર, લિવિંગસ્ટોનને છેલ્લી મેચમાં હેમસ્ટ્રિંગની ઈજાની સમસ્યા હતી. એટલે કે આ મેચ માટે ટીમ એક ફેરફાર કરી શકે છે. જો પંજાબના વિદેશી ખેલાડીઓની વાત કરીએ તો લિવિંગસ્ટોનની જગ્યાએ ટીમ પાસે અન્ય એક મજબૂત ઓલરાઉન્ડર છે. તે ખેલાડી છે ઝિમ્બાબ્વેનો સિકંદર રઝા જેણે આ સીઝનમાં હજુ સુધી એક પણ મેચ રમી નથી. રઝા આ સીઝનમાં તેની તકની રાહ જોઈ રહ્યો છે. જો લિવિંગસ્ટોન ગુજરાત સામેની આ મેચમાં ફિટ નહીં થાય તો સિકંદર રઝાને તક મળશે તે નિશ્ચિત છે.
ગુજરાતની ટીમ શાહરૂખ ખાનને આપી શકે છે તક
ગુજરાત ટાઈટન્સ આજની મેચમાં શાહરૂખ ખાનને તક આપે તેવી શક્યતાઓ છે. તેને GT એ મોંઘા ભાવે ખરીદ્યો હતો, પરંતુ અત્યાર સુધી તે આ વર્ષની પ્રથમ મેચ રમી શક્યો નથી. છેલ્લી ઓવરોમાં તે એક મોટો હિટર સાબિત થઇ શકે છે. જો તેને ટીમમાં લાવવામાં આવે તો વિજય શંકર પોતાનું સ્થાન ગુમાવી શકે છે. જો શાહરૂખ ઈમ્પેક્ટ પ્લેયર તરીકે આવે તો પણ તે મેચમાં પ્રભાવ પાડી શકે છે.
આ પણ વાંચો - Rishabh Pant : ઋષભ પંતને મોટો ઝટકો, BCCIએ દિલ્હી કેપિટલ્સને પણ ફટકાર્યો દંડ,જાણો સમગ્ર મામલો
આ પણ વાંચો - DC vs KKR : ટૂર્નામેન્ટમાં કોલકતાની જીતની હેટ્રિક, દિલ્હી કેપિટલ્સની કારમી હાર
આ પણ વાંચો - RCB Vs LSG : ધોની-સચિન ન કરી શક્યા તે વિરાટ કોહલીએ કરી બતાવ્યું