GT vs PBKS : શુભમન ગિલના તોફાન સામે પંજાબના બોલરો ઘૂંટણીએ, પંજાબને મળ્યું વિશાળ લક્ષ્ય
GT vs PBKS : અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ગુજરાત ટાઈટન્સ અને પંજાબ કિંગ્સ (Gujarat Titans and Punjab Kings) વચ્ચે મેચ રમાઇ રહી છે. આ મેચમાં પંજાબના કેપ્ટન શિખર ધવને (Punjab captain Shikhar Dhawan) ટોસ જીતીને પ્રથમ બોલિંગ (First Batting) કરવાનો નિર્ણય કર્યો હતો. પહેલા બેટિંગ કરતા ગુજરાત ટાઈટન્સે 199 રન બનાવ્યા હતા અને પંજાબને 200 રનનું લક્ષ્ય આપ્યું હતું.
પ્રથમ બેટિંગ કરતા GT ની શરૂઆત સારી રહી
બંને ટીમોની પ્લેઈંગ ઈલેવનમાં એક-એક ફેરફાર કરવામાં આવ્યો છે. એક તરફ GT એ તેની છેલ્લી મેચ જીતી છે તો બીજી તરફ પંજાબની ટીમ હારીને અહીં પહોંચી છે. IPL ની શરૂઆત પંજાબ કિંગ્સ માટે જીત સાથે થઈ હતી, પરંતુ હવે તેમની લય બગડતી જોવા મળી રહી છે. આવી સ્થિતિમાં આ મેચ રોમાંચક રહેવાની આશા છે. ટોસ હાર્યા બાદ ગુજરાતની ટીમે પ્રથમ બેટિંગ કરી હતી. ત્યારે ગુજરાતને સારી શરૂઆત મળી હતી. જોકે, ગુજરાતની પ્રથમ વિકેટ ત્રીજી ઓવરના છેલ્લા બોલ પર પડી હતી. રિદ્ધિમાન સાહાએ 13 બોલમાં 11 રન બનાવ્યા હતા. શિખર ધવને કાગીસો રબાડાના બોલ પર કેચ પકડ્યો હતો. આ પછી શુભમન ગિલે કેન વિલિયમ્સન સાથે ઈનિંગની કમાન સંભાળી હતી. બંનેએ બીજી વિકેટ માટે 40 રન જોડ્યા હતા. ગુજરાતે પાવરપ્લેનો ખૂબ લાભ લીધો હતો.
Innings Break ‼️
Shubman Gill's unbeaten 8️⃣9️⃣ helps #GT set a target of 2️⃣0️⃣0️⃣
Will #PBKS reach this target? 🎯
Follow the Match ▶️ https://t.co/0Sy2civoOa#TATAIPL | #GTvPBKS pic.twitter.com/NICJDnQ5ML
— IndianPremierLeague (@IPL) April 4, 2024
ગુજરાતના બેટ્સમેનોએ પંજાબના બોલરોને ધોઇ નાખ્યા
ગુજરાતને બીજો ફટકો કેન વિલિયમસન (26)ના રૂપમાં લાગ્યો હતો. હરપ્રીત બ્રારે આ ભાગીદારી તોડી હતી. સાઈ સુદર્શન 33 રન બનાવીને પેવેલિયન પરત ફર્યો હતો. શુભમન ગિલે 31 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી હતી. વિજય શંકરે માત્ર 8 રન બનાવ્યા હતા. આ પછી ગિલે સાઈ સુદર્શન સાથે મળીને ત્રીજી વિકેટ માટે 53 રનની ભાગીદારી કરી હતી. 14મી ઓવરમાં હર્ષલ પટેલે સાઈ સુદર્શનને પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. સાઈએ 19 બોલમાં 6 ચોગ્ગાની મદદથી 33 રન બનાવ્યા હતા. ગુજરાત ટાઇટન્સની ચોથી વિકેટ 18મી ઓવરમાં પડી હતી. વિજય શંકરે 10 બોલનો સામનો કર્યો અને માત્ર 8 રન બનાવી શક્યો.
શિખર ધવને ટોસ જીત્યા બાદ શું કહ્યું ?
પંજાબના કેપ્ટન શિખરે ટોસ જીત્યા બાદ કહ્યું હતું કે, "અમે પહેલા બોલિંગ કરીશું, મને લાગે છે કે આ એક સારી વિકેટ છે અને તે એવી જ રહેશે, અમે લક્ષ્યનો પીછો કરવા માંગીએ છીએ. મને નથી લાગતું દરેક મેચ (ઉચ્ચ સ્કોરિંગ મેચ) એવી હોય છે, અમે રન બનાવીશું. મને લાગે છે કે અમે સારું ક્રિકેટ રમી રહ્યા છીએ, હજુ ટુર્નામેન્ટના શરૂઆતના દિવસો છે, અમે વધુ સારું રમીશું. તેણે કહ્યું કે, લિવીની જગ્યાએ સિકંદર રઝા પ્લેઇંગ ઇલેવનમાં આવ્યો છે. "
આ પણ વાંચો - GT vs PBKS : અમદાવાદમાં આજે થશે કાંટાની ટક્કર, બંને ટીમ અંતિમ મેચ જીતીને પહોંચી અમદાવાદ
આ પણ વાંચો - Rishabh Pant : ઋષભ પંતને મોટો ઝટકો, BCCIએ દિલ્હી કેપિટલ્સને પણ ફટકાર્યો દંડ,જાણો સમગ્ર મામલો