Navsari: કુકેરી ગામે સરકારી આવાસની દિવાલ ધરાશાયી, બે ના મોત થતા શોકની લાગણી
Navsari: રાજ્યમાં અત્યારે સર્વત્ર વરસાદ થઈ રહ્યો છે. વરસાદના કારણે કેટલાક વિસ્તારોમાં અત્યારે જનજીવનને પણ ભારે અસર થઈ રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો ઘરોમાં પાણી ભરાઈ જવાથી લોકોને હાલાકી પડી રહીં છે. મળતી વિગતો પ્રમાણે નવસારી (Navsari)ના કુકેરી ગામે સરકારી આવાસની દિવાલ ધરાશાયી થઈ હોવાની જાણકારી સામે આવી છે. અહીં ભારે વરસાદને પગલે દિવાલ ધરાશાયી થતા બે લોકોના મોત થયા છે.
બે લોકોના મોતથી પંથકમાં ભારે શોકની લાગણી
વિગતે વાત કરવામાં આવે તો રેલવે ફળીયામાં રહેતા આધેડ દંપતીનું મોત નીપજ્યું છે. નોંધનીય છે કે, હળપતિ સમાજમાં બે લોકોના મોતથી પંથકમાં ભારે શોકની લાગણી છવાઈ છે. આ સાથે ચીખલી પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યા છે. વધુમાં વાત કરવામાં આવે તો પોલીસ આ મામલે આગળની કાર્યવાહી પણ હાથ ધરી દીધી છે.
પાણી ભરાતા અનેક ગામડાંઓ સંપર્કવિહાણા
નોંધનીય છે કે, અત્યારે રાજ્યભરમાં સર્વત્ર વરસાદ થઈ રહ્યો છે. કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ થતા રસ્તાઓ બંધ થઈ ગયા છે. જેના કારણે કેટલાય ગામડાંઓ સાથેનો સંપર્ક પણ તૂટી ગયો છે. જેના કારણે લોકોને ભારે હાલાકી પડી રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો જૂનાગઢમાં ભારે વરસાદ નોંધાયો છે. દર વર્ષે અહીં ભારે વરસાદ થયો હોય છે. જો કે, અત્યારે તો ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં અતિભારે વરસાદ નોંધાયો છે.
આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી
ખાસ કરીને વાત કરવામાં આવે તો, આગામી 5 દિવસ સુધી ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આ સાથે સાથે ઉત્તર ગુજરાતમાં અત્યારે ભારે વરસાદને લઈને ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. નોંધનીય છે કે, ગુજરાતના કેટલાક વિસ્તારોમાં અત્યારે પણ મૂશળધાર વરસાદ વરસાદ થઈ રહ્યો છે.