Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Dubai માં ભારે પૂર વચ્ચે ફસાયેલા ભારતીયો માટે રાહતના મોટા સમાચાર!, હેલ્પલાઈન નંબર જાહેર કર્યો...

દુબઈ (Dubai)ના પૂર અને વરસાદમાં ફસાયેલા ભારતીયો અને દેશના હવાઈ મુસાફરો માટે ભારતે પહેલાથી જ હેલ્પલાઈન નંબર જારી કર્યો હતો. હવે દુબઈ (Dubai) સ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલે એક સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે - અમે ફસાયેલા મુસાફરોની સુવિધા માટે UAE...
dubai માં ભારે પૂર વચ્ચે ફસાયેલા ભારતીયો માટે રાહતના મોટા સમાચાર   હેલ્પલાઈન નંબર જાહેર કર્યો

દુબઈ (Dubai)ના પૂર અને વરસાદમાં ફસાયેલા ભારતીયો અને દેશના હવાઈ મુસાફરો માટે ભારતે પહેલાથી જ હેલ્પલાઈન નંબર જારી કર્યો હતો. હવે દુબઈ (Dubai) સ્થિત ભારતીય કોન્સ્યુલેટ જનરલે એક સત્તાવાર નિવેદનમાં કહ્યું છે કે - અમે ફસાયેલા મુસાફરોની સુવિધા માટે UAE સત્તાવાળાઓ અને એરલાઈન્સના સંપર્કમાં છીએ. એરલાઇન્સ દ્વારા મુસાફરોને નિયમિત અપડેટ આપવામાં આવી રહી છે. ભારતીય સામુદાયિક સંસ્થાઓના સમર્થનથી રાહતના પગલાં ઝડપી કરવામાં આવ્યા છે. તમને જણાવી દઈએ કે પૂર અને વરસાદને કારણે દુબઈ (Dubai)માં હવાઈ, મેટ્રો અને રોડ ટ્રાફિક ઠપ થઈ ગયો છે. શાળાઓ, કોલેજો, મોલ, બજારો અને મોટા મથકો બંધ કરી દેવામાં આવ્યા છે. ઘણી જગ્યાએ રસ્તાઓ, શેરીઓ અને ઘરોમાં પાણી ભરાઈ ગયા છે.

Advertisement

હેલ્પલાઈન નંબરો જાહેર...

દુબઈ (Dubai)માં 75 વર્ષમાં આવેલા સૌથી મોટા પૂર બાદ ભારતે તેના લોકો માટે હેલ્પલાઈન નંબર જારી કર્યો છે. દુબઈ (Dubai) અને ઉત્તર અમીરાતમાં ભારે હવામાનથી પ્રભાવિત ભારતીય નાગરિકો માટે હેલ્પલાઈન નંબરો આ મુજબ છે .. +971501205172, +971569950590, +971507347676, +971585754213... દુબઈ (Dubai)માં ફસાયેલા ભારતીયો આ મોબાઈલ નંબરો પર સંપર્ક કરી શકે છે. સંપર્ક કરીને કોઈપણ પ્રકારની મદદ મેળવી શકો છો.

Advertisement

દુબઈમાં પૂર કેવી રીતે આવ્યું?

ઘણા અહેવાલોમાં, દુબઈ (Dubai)માં ભયંકર પૂર પાછળ ક્લાઉડ સીડિંગને કારણ તરીકે દર્શાવવામાં આવી રહ્યું છે. સંયુક્ત આરબ અમીરાતના પૂર્વ કિનારે આવેલા ફુજૈરાહમાં મંગળવારે 14.5 સેમી (5.7 ઇંચ) વરસાદ નોંધાયો હતો. કેટલાક અહેવાલોએ દુબઈ (Dubai)માં અચાનક પૂરને "ક્લાઉડ સીડિંગ" સાથે જોડ્યું છે. UAE સરકારે વાદળોમાંથી ખાસ મીઠાની જ્વાળાઓ સળગતા નાના વિમાનો ઉડાવ્યા હતા. જેના કારણે વરસાદમાં વધારો થયો હતો. રાષ્ટ્રીય હવામાન કેન્દ્રના હવામાનશાસ્ત્રીઓને ટાંકીને ઘણા લોકોએ વરસાદ પહેલા છ કે સાત ક્લાઉડ સીડિંગ ફ્લાઇટ્સ ઉડાવી હોવાનો દાવો કર્યો હતો.

મર્યાદિત ભૂગર્ભજળને વધારવા માટે ક્લાઉડ સીડિંગ...

દુબઈ (Dubai)નો ફ્લાઈટ-ટ્રેકિંગ ડેટા પણ આ જ દિશામાં ઈશારો કરી રહ્યો છે. UAE ના ક્લાઉડ સીડિંગ પ્રયાસો સાથે જોડાયેલા એક પ્લેન રવિવારે સમગ્ર દેશમાં વાદળોની વચ્ચે ઉડાન ભરી હતી. તમને જણાવી દઈએ કે UAE તેના ઘટતા, મર્યાદિત ભૂગર્ભજળને વધારવા માટે ક્લાઉડ સીડિંગ કરે છે. તે પાણી માટે ઉર્જાનો વપરાશ કરતા ડિસેલિનેશન પ્લાન્ટ્સ પર પણ ઘણો આધાર રાખે છે.

Advertisement

આ પણ વાંચો : અમેરિકાના ઉચ્ચ અધિકારીની પત્ની વિદ્યાર્થી સાથે નગ્ન હાલતમાં ઝડપાતા ચકચાર

આ પણ વાંચો : Indonesia માં ભયાનક જ્વાળામુખી વિસ્ફોટ, એરપોર્ટ બંધ કરાયું 11 હજાર લોકોનું સ્થળાંતર

આ પણ વાંચો : એલોન મસ્ક પછી હવે અમેરિકાએ પણ કરી હિમાયત, UNSC માં ભારતને મળશે સ્થાયી સદસ્યતા?

Tags :
Advertisement

.