ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગાંધીનગરમાં કલોલમાં ગોઝારો અકસ્માત, ST બસ અને ખાનગી બસ વચ્ચે અકસ્માતમાં 5 ના મોત

ગાંધીનગરમાં કલોલના અંબિકાનગર વિસ્તારમાં આ ઘટના બની છે. જ્યાં આજે સવારે એસટી બસ અને લકઝરી બસ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાતા 5 લોકો મોતને ભેટ્યા છે. વહેલી સવારે મુસાફરો બસની રાહ જોઈ રહ્યા હતા તે સમયે કાળ બનીને બસ આવી અને...
11:35 AM May 10, 2023 IST | Dhruv Parmar

ગાંધીનગરમાં કલોલના અંબિકાનગર વિસ્તારમાં આ ઘટના બની છે. જ્યાં આજે સવારે એસટી બસ અને લકઝરી બસ વચ્ચે ભયાનક અકસ્માત સર્જાતા 5 લોકો મોતને ભેટ્યા છે. વહેલી સવારે મુસાફરો બસની રાહ જોઈ રહ્યા હતા તે સમયે કાળ બનીને બસ આવી અને પાંચ મુસાફરોના મૃત્યું થયા. અકસ્માતને પગલે દર્દથી પીડાતા મુસાફરોની ચીચીયારોથી હાઈવે ગુંજી ઉઠ્યો હતો.

બન્યું એમ હતું કે, મુસાફરો લેવા ઉભેલી એસટી બસને એક ખાનગી બસે પાછળથી ટક્કર મારતા જોરદાર ટક્કર સર્જાઈ હતી. પાછલી બસની ટક્કરે એસટી બસ આગળ ઉભેલા મુસાફરો પર ધસી ગઈ હતી. આ અકસ્માતમાં ઘટનાસ્થળે 5 લોકોના મોત નિપજ્યા હતા. જોકે આ ગોઝારા અકસ્માતમાં મૃત્યુઆંક વધી શકે છે. અકસ્માતના પગલે સ્થળ પણ વિચલિત કરી શકે એવા દ્રશ્યો સર્જાયા હતા. ખાનગી બસનો ચાલક પોલીસ મથકે હાજર થયો. કલોલ ટાઉન પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરાઈ છે.

મૃતકના નામ

આ પણ વાંચો : ‘ગર્ભપાત’ ભ્રૂણ હત્યા – જમાનો બદલાયો પણ લોકોના વિચારો એવા જ રહયા, ડોક્ટરની ધરપકડ

Tags :
AccidentbusGandhinagarGujarat
Next Article