Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gujarat Budget : ગુજરાત પોલીસને સ્માર્ટ પોલીસ બનાવવા સરકારનો ભાર

Gujarat Budget : આજે રજૂ થયેલા ગુજરાતના બજેટનાં નાણાં મંત્રી કનુ દેસાઇએ રાજ્યના ગૃહ વિભાગ માટે કુલ ૧૦,૩૭૮ કરોડની જોગવાઇ કરી છે. ગુજરાત પોલીસ રાજ્યમાં ગુનાખોરીના નિયંત્રણ તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ...
gujarat budget   ગુજરાત પોલીસને સ્માર્ટ પોલીસ બનાવવા સરકારનો ભાર

Gujarat Budget : આજે રજૂ થયેલા ગુજરાતના બજેટનાં નાણાં મંત્રી કનુ દેસાઇએ રાજ્યના ગૃહ વિભાગ માટે કુલ ૧૦,૩૭૮ કરોડની જોગવાઇ કરી છે. ગુજરાત પોલીસ રાજ્યમાં ગુનાખોરીના નિયંત્રણ તથા કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં મહત્વની ભૂમિકા ભજવે છે. સુરક્ષા વ્યવસ્થાને વધુ સુદ્રઢ કરવા અને પોલીસને SMART Police બનાવવાના પ્રયાસોના ભાગરૂપે પોલીસ મહેકમમાં વધારા સાથે આધુનિક વાહનો ખરીદવા અને તાલીમ આપવા ઉપર ભાર મૂકવામાં આવી રહેલ છે. ટ્રાફિક નિયમન અને માર્ગ સુરક્ષા વ્યવસ્થાને વધુ અસરકારક બનાવવા તથા ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરવા વિવિધ યોજનાઓ હાથ ધરવામાં આવશે.

Advertisement

• શહેરોમાં CCTV કેમેરા લગાડવાની યોજના હેઠળ VISWAS Project માટે ૧૨૦ કરોડની જોગવાઈ.
• પોલીસ ખાતાના રહેણાંક/બિન રહેણાંક મકાનોના મજબૂતીકરણ અને તેની ગુણવત્તા ઊંચી લઇ જવા માટે `૧૧૫ કરોડની જોગવાઇ.
• જનરક્ષક વાહન દ્વારા ત્વરિત પોલીસ સહાય પહોંચાડવાની યોજના માટે ૯૪ કરોડની જોગવાઇ.
• શોધ યોજના અંતર્ગત પોલીસ સ્ટેશનને અપગ્રેડ કરવા તથા નવી જગ્યાઓ ઉભી કરવા માટે ૬૯ કરોડની જોગવાઇ.
• અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ટ્રાફિક વ્યવસ્થાપન માટેની સુગમ યોજના અંતર્ગત ટ્રાફિક પોલીસની ૧૦૦૦ નવી જગ્યાઓ ઉભી કરાશે. આ યોજના માટે ૫૭ કરોડની જોગવાઇ.
• આઇ.ટી. સાધન સામગ્રીની ખરીદી માટે ૩૮ કરોડની જોગવાઇ.
• પોલીસ માટે આધુનિકીકરણ યોજના હેઠળ શસ્ત્રો, સંદેશા વ્યવહારના સાધનો, સિક્યુરિટી-સર્વેલન્સ, તાલીમ અને હોમગાર્ડ માટેની સાધન સામગ્રીની ખરીદી માટે ૩૦ કરોડની જોગવાઇ.
• SRPF Group-2, અમદાવાદ અને SRPF Group-11, વાવ ખાતે સ્પેશીયલ એકશન ફોર્સ (SAF) વિકસાવવામાં આવશે. આ હેતુસર `૨૫ કરોડની જોગવાઇ.
• ગ્રામ્ય સુરક્ષા કવચ અંતર્ગત ૨૦૦ આઉટપોસ્ટ અપગ્રેડ કરી PSIને મૂકવામાં આવશે. આઉટપોસ્ટ ખાતે નવી જગ્યાઓ તેમજ માળખાકીય સગવડો માટે ૧૮ કરોડની જોગવાઇ.
• ઓનલાઇન ફાઇનાન્‍સિયલ ક્રાઇમ અને સાયબર ક્રાઇમ ઉકેલવા TRISHUL યોજના અંતર્ગત સ્ટેટ સાયબર ક્રાઈમ સેલ ખાતે નવી જગ્યાઓ તથા આઈ.ટી. ઈન્ફ્રાસ્ટ્રકચર ઉભુ કરવા ૧૫ કરોડની જોગવાઇ.

Advertisement

કાયદા વિભાગ માટે કુલ ૨૫૫૯ કરોડની જોગવાઇ

• દરેક વ્યકિતને સુગમતાથી અને સમયસર ન્યાય મળી રહે તેવા હેતુથી ન્યાયતંત્રની વ્યવસ્થામાં વિસ્તાર કરી તેને સુદ્રઢ કરવામાં આવશે. અદ્યતન ટેકનોલોજીના ઉપયોગથી ન્યાયતંત્રને સજ્જ બનાવવા રાજય સરકાર કાર્યરત છે.
• વિવિધ સ્તરે કોર્ટ બિલ્ડિંગના બાંધકામ તથા મરામત માટે ૨૧૧ કરોડની જોગવાઇ.
• ન્યાયિક અધિકારીઓ અને સ્ટાફના રહેઠાણના મકાનો માટે ૧૨૫ કરોડની જોગવાઇ.
• હાઇકોર્ટના ઇ-કોર્ટ મિશન મોડ પ્રોજેક્ટ અંતર્ગત રાજયની અદાલતોમાં તમામ સ્તરે કમ્પ્યુટરાઇઝેશન અને ડિઝિટાઇઝેશન માટે `૨૦ કરોડની જોગવાઇ.
• જનસંખ્યાના આધારે તાલુકાઓના ક્લસ્ટર (સમુહ) દીઠ એક ફેમિલી કોર્ટ મળી રહે તે રીતે ૮૦ જેટલી નવી ફેમિલી કોર્ટ સ્થાપી તેમાં જરૂરી મહેકમ ઉભુ કરવા ૫ કરોડની જોગવાઈ.
• રાજયના વકીલોના કલ્યાણ માટે ગુજરાત રાજ્ય બાર કાઉન્સીલને સહાય આપવા `૫ કરોડની જોગવાઈ.
• તમામ ટ્રીબ્યુનલોને નવતર ટેકનોલોજીથી સુસજ્જ કરી Virtual/hybrid માધ્યમથી સુનાવણીની સુવિધા ઉભી કરવા માટે `૫ કરોડની જોગવાઇ.

Advertisement

રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓનો વિભાગ માટે કુલ ૭૬૭ કરોડની જોગવાઇ

અમૃતકાળમાં પરંપરા અને આધુનિકતાના સમન્વયથી ગુજરાતના સાંસ્કૃતિક પરિવેશને વિશ્વફલક પર લઇ જવા માટે સરકાર દ્વારા અનેક નૂતન પ્રકલ્પો હાથ ધરવામાં આવ્યા છે. ગુજરાતના યુવાનો વૈચારિક રીતે તેજસ્વી બને, ઓજસ્વી બને અને રાજ્યની વિકાસ યાત્રાના સારથિ બને તે સરકારનો સંકલ્પ છે.

રાજયના રમતવીરોને તાલીમ, સંસાધનો અને પ્રોત્સાહન આપવા અમારી સરકાર પ્રયાસરત છે. રાજયની ત્રણ હજાર જેટલી શાળાઓમાં રમતગમત માટે ખેલ સહાયકો મૂકી પ્રાથમિક કક્ષાએ રમતગમતની સુવિધાઓનો વિકાસ કરવાનું કાર્ય શરૂ કરેલ છે. રમતગમત સંકુલોનો વિકાસ કરી વિવિધ રમતોમાં ખેલાડીઓને આધુનિક ધોરણે તાલીમ આપવામાં આવશે, જેથી તેઓ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ ભાગ લઇ મેડલ મેળવી શકે. શક્તિદૂત યોજના થકી પ્રતિભાશાળી ખેલાડીઓને ઓળખી તેમને ખાસ પ્રકારની તાલીમ આપી પદકો મેળવવા માટે પ્રોત્સાહિત કરવામાં આવશે.

રમતગમત ક્ષેત્રે ૩૭૬ કરોડની જોગવાઇ
• ઓલમ્પિક કક્ષાનું માળખું તેમજ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષા સુધીના રમતવીરો તૈયાર કરવા માટે આયોજન.
• શક્તિદૂત ૨.૦ યોજના હેઠળ શ્રેષ્ઠ દેખાવ કરતાં ખેલાડીઓને સહાય આપવાનું આયોજન.
• પેરા એથ્લીટ્સને આંતરરાષ્ટ્રીય કક્ષાની સુવિધા આપવા દેશના પ્રથમ મલ્ટી સ્પોર્ટ્સ પેરા હાઈ-પર્ફોમન્સ સેન્ટરના નિર્માણનું આયોજન.
• સ્વર્ણિમ ગુજરાત સ્પોર્ટ્સ યુનિવર્સિટીને સ્પોર્ટ્સ એજ્યુકેશન, ટ્રેઈનીંગ અને સ્પોર્ટ્સ મેનેજમેન્ટ ક્ષેત્રે નવી ઉંચાઇ સુધી લઇ જવા માટે બીજા તબક્કાનું આયોજન.

પુરાતત્વ અને સંગ્રહાલય ક્ષેત્રે ₹ ૧૧૩ કરોડની જોગવાઇ

• વડનગરની ઐતિહાસિક ધરોહરોનું ગૌરવ જળવાય તે માટે પુરાતાત્વિક અનુભૂતિ સંગ્રહાલય, તાના-રીરી સંગીત સંગ્રહાલય સહિત અનેક પ્રકલ્પો વિકસાવવાનું આયોજન.

ગ્રંથાલય અને અભિલેખાગારો માટે ₹૧૧૬ કરોડની જોગવાઈ

• ૩૦૦૦ ગ્રંથાલયોને `૧૨૦ કરોડના ખર્ચથી પુસ્તકો, ઈ-બુક્સ, ઓનલાઇન રેફરન્‍સ મટિરિયલ, જરૂરી ફર્નિચર, નેટવર્ક કનેક્ટિવિટી અને ડિજિટલ લાયબ્રેરી જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવાનું નવતર આયોજન.
• દસ્તાવેજી વારસાની યોગ્ય જાળવણી અને માવજત માટે રાજ્યના અભિલેખાગારોને અદ્યતન સુવિધાઓથી સુસજ્જ કરવાનું આયોજન.

યુવકસેવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ માટે ₹ ૧૨૨ કરોડની જોગવાઈ

• યોગની પ્રવૃત્તિને વધુ વેગ આપવા માટે યોગ સ્ટુડિયો ઉભા કરવા અને નિભાવવા માટે પ્રોત્સાહન આપવા અંગેની યોજના.
• સિંધી ભાષાના સંરક્ષણ અને સંવર્ધન માટે સિંધુ સાંસ્કૃતિક કેન્દ્રના નિર્માણનું આયોજન

આ પણ વાંચો-----WARLI PAINTING : બજેટની બેગ પર ‘વારલી પેઇન્ટિંગ’, જાણો પરંપરાગત અને હજારો વર્ષ જૂની ચિત્રકળા વિશે

Tags :
Advertisement

.