Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Shaktisinh Gohil ના આક્ષેપોનો સરકારના પ્રવક્તા Rushikesh Patel એ આપ્યો વળતો જવાબ

રાજ્ય સરકારના પ્રવકતા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે પ્રદેશ કોંગ્રસના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવેલ આક્ષેપો “અદાણી પાવર મુન્દ્રાને દસ્તાવેજો વગર પાછલા 5 વર્ષ દરમિયાન વધારાના એનર્જી ચાર્જ પેટે કરોડો રૂપિયાની ચુકવણી” અંગેની સ્પષ્ટતા કરતાં આ આક્ષેપો પ્રજાને ગેરમાર્ગે દોરનારા...
shaktisinh gohil ના આક્ષેપોનો સરકારના પ્રવક્તા rushikesh patel એ આપ્યો વળતો જવાબ

રાજ્ય સરકારના પ્રવકતા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે પ્રદેશ કોંગ્રસના પ્રમુખ શ્રી શક્તિસિંહ ગોહિલ દ્વારા કરવામાં આવેલ આક્ષેપો “અદાણી પાવર મુન્દ્રાને દસ્તાવેજો વગર પાછલા 5 વર્ષ દરમિયાન વધારાના એનર્જી ચાર્જ પેટે કરોડો રૂપિયાની ચુકવણી” અંગેની સ્પષ્ટતા કરતાં આ આક્ષેપો પ્રજાને ગેરમાર્ગે દોરનારા ગણાવ્યા છે.

Advertisement

વિપક્ષના આક્ષેપ પાયાવિહોણા

પ્રવકતા મંત્રીશ્રી ઋષિકેશ પટેલે વિસ્તૃત સ્પષ્ટતા કરી હતી. તેમણે જણાવ્યું કે, વિપક્ષના સાથી મિત્રએ જે પત્રનો સંદર્ભ ટાંકી આક્ષેપ કરેલ છે તે તદ્દન પાયા વિહોણા છે, કારણ કે આ બે પક્ષકારો વચ્ચે થયેલ આંતરિક પત્ર વ્યવહારને out of context quote કરીને કરવામાં આવેલ છે. વર્ષ 2006માં કેન્દ્ર સરકાર દ્વારા નેશનલ ટેરીફ પોલીસી જાહેર કરવામાં આવેલ જે મુજબ વીજ વિતરણ કંપનીઓ દ્વારા ખાનગી વીજ મથકોમાંથી લાંબા ગાળાના કરાર માત્ર સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા દ્વારા કરવાનું જણાવવામાં આવેલ.

સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયાથી વીજ ખરીદી કરાર

ગુજરાત રાજ્ય દ્વારા રાજ્યની વધતી વીજમાંગને પૂરી પડવાના હેતુથી વર્ષ 2007માં સ્પર્ધાત્મક બિડિંગ પ્રક્રિયા થકી પસંદગી પામેલ બીડર જોડે વીજ ખરીદ કરાર કરવામાં આવેલ જેની રાજ્ય વીજ નિયમન આયોગ પાસે મંજુરી મેળવવામાં આવેલ છે. રાજ્ય દ્વારા અદાણી પાવર મુન્દ્રા લી. સાથે ૨ વીજ ખરીદી કરાર તા. 06-02-2007 (બીડ 1) અને 02-02-2007 (બીડ 2) કરવામાં આવેલ. આ ઉપરાંત રાજ્ય દ્વારા ટાટા પાવર મુન્દ્રા અને એસ્સાર પાવર ગુજરાત લી સાથે પણ લાંબાગાળાના વીજ ખરીદ કરાર કરવામાં આવેલ છે. આ તમામ પ્રોજેક્ટ દ્વારા આયાતી કોલસાના વપરાશ થકી વીજ ઉત્પાદન કરવામાં આવે છે.

Advertisement

જુલાઈ 2018ના ઠરાવ થકી ભલામણ મેળવી

વર્ષ 2010માં ઇન્ડોનેશિયાની સરકાર દ્વારા કોલસાના એક્ષ્પોર્ટના ભાવ અન્વયેના નિયમમાં ફેરફાર કરવામાં આવેલ. વર્ષ 2017 દરમ્યાન ઉપરોક્ત પાવર પ્રોજેક્ટ દ્વારા કોલસાના ભાવમાં વધારાના કારણે ઉત્પાદન બંધ કરી દેવામાં આવેલ અને પ્રોજેક્ટને એનર્જી ચાર્જમાં આયાતી કોલસાના ભાવને અનુરૂપ વધારાની માગણી કરવામાં આવેલ. જુલાઈ 2018ના ઠરાવ થકી રાજ્ય સરકાર દ્વારા સુપ્રીમ કોર્ટના રીટાયર્ડ જસ્ટીસ માનનીય શ્રી. આર. કે. અગ્રવાલની અધ્યક્ષતામાં હાઈ પાવર કમિટીની રચના કરવામાં આવેલ અને રાજ્યમાં સ્થિત આયાતી કોલસા આધારિત વીજ પ્રોજેક્ટ દ્વારા ઇન્ડોનેશિયન કોલસાના ભાવમાં થયેલ ફેરફારના કારણે ઉદ્ભવેલ મુદ્દાઓના નિરાકરણ માટે ભલામણ મેળવવામાં આવેલ.

ચુકવણીની જોગવાઈ

હાઈ પાવર કમિટી દ્વારા આયાતી કોલસા આધારિત વીજ મથકોને હકીકતમાં થયેલ એનર્જી ચાર્જની ચુકવણી કરવા માટે ભલામણ કરવામાં આવેલ અને તેના માટે સપ્લીમેન્ટલ વીજ કરાર સહી કરવાનું જણાવવામાં આવેલ. રાજ્યના ગ્રાહકોને સતત વીજ પુરવઠો ઉપલબ્ધ કરાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા હાઈ પાવર કમિટીની ભલામણ અમુક સુધારા સાથે સ્વીકાર કરવામાં આવેલ અને કુલ વીજ દર ઓછો રહે તે માટે ફિક્સ કોસ્ટમાં રૂ. 0.20/યુનિટ નો ઘટાડો, માઈનીંગ પ્રોફિટમાં શેરીંગ, કરાર અવધી વધારવા સહીતની જોગવાઈ સાથે સપ્લીમેન્ટલ કરાર સહી કરવાનો નિર્દેશ આપવામાં આવેલ. જે મુજબ તા. 5-12-2018 ના રોજ અદાણી પાવર સાથે સપ્લીમેન્ટલ કરાર કરવામાં આવેલ જે અંતર્ગત હકીકતમાં થયેલ કોલસાની ખરીદીના ભાવ અને HBA Index આધારિત ભાવ (ઇન્ડોનેશિયા સરકાર દ્વારા જાહેર થતું ઈન્ડેક્ષ), બંનેમાંથી જે ઓછુ હોય તે મુજબ ચુકવણી કરવાની જોગવાઈ છે.

Advertisement

Base Rate નિર્ધારિત કરવા રજૂઆત

GUVNL અને APMuL દ્વારા પડતર મુદાઓના જેવા કે એનર્જી ચાર્જની ગણતરી, પાછલા સમયગાળાનું નુકશાન સહીતના મુદ્દાઓના નિરાકરણ માટે અને રાજ્યની વીજ જરૂરિયાતને ધ્યાનમાં રાખીને તા. 3.1.2022 ના રોજ Settlement Deed કરવામાં આવેલ અને GUVNL દ્વારા તા. 30.03.2022 ના રોજ CERC સમક્ષ વીજ કરાર અંતર્ગત તા. 15.10.2018ની સ્થિતિ માટે માર્કેટના ભાવને ધ્યાને રાખીને, ચકાસણી બાદ ઉપરોક્ત કરાર માટે Base Rate નિર્ધારિત કરવાની રજૂઆત કરવામાં આવેલ. CERC દ્વારા તા. 13-06-2022 ના ચુકાદા મુજબ Base Rate નિર્ધારિત કરવામાં આવેલ અને આ મુદો રાજ્ય સરકાર સમક્ષ વિચારણા હેઠળ છે અને રાજ્ય સરકારના નિર્ણય મુજબ જે Base Rate મંજુર કરવામાં આવશે તે મુજબ તા. 15-10-2018 થી તમામ ચુકવણીને reconcile કરીને સરભર કરવામાં આવશે.

કોલસાના ભાવમાં વધારો

સપ્ટેમ્બર-2021 બાદ અંતરાષ્ટ્રીય માર્કેટમાં આયાતી કોલસાના ભાવમાં અભૂતપૂર્વ વધારો થયેલ જે વર્ષ 2022 માં 331 ડોલર પ્રતિ ટન થયેલ. તમામ આયાતી કોલસા આધારિત વીજ પ્રોજેક્ટ દ્વારા વીજ ઉત્પાદન બંધ કરવામાં આવેલ. જે સમય દરમ્યાન કેન્દ્ર સરકાર દ્વારા પણ વીજ કટોકટી ન થાય અને અન્ય રાજ્યમાં થતા લોડ શેડિંગની પરિસ્થિતિને નિવારવાના હેતુથી ઈલેકટ્રીસીટી સેક્શન 11 હેઠળ દેશના તમામ આયાતી કોલસાના પ્રોજેક્ટને વીજ ઉત્પાદન ચાલુ કરવાનો નિર્દેશ આપવામાં આવેલ. ઉપરોક્ત સંજોગોમાં, ખેડૂતો સહિત રાજ્યના તમામ ગ્રાહકોના હિતમાં અને સતત વધતી વીજમાંગને પૂરી પાડવા અને મુન્દ્રા પ્લાન્ટમાંથી ૨૪૩૪ મે.વો માંથી વીજ પુરવઠો ઉપલબ્ધ રહે તે હેતુથી અને રાજ્ય સરકાર દ્વારા Base Rate મંજુર થાય તે તત્પૂરતા સમય માટે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લી. દ્વારા તા. 05-12-2018 ના સપ્લીમેન્ટલ કરાર મુજબની પદ્ધતિ પ્રમાણે ઈંટરીમ ધોરણે ચુકવણી કરવામાં આવેલ છે.

આ પણ વાંચો : અમદાવાદ સાયબર ક્રાઈમ દ્વારા દેશમાં સૌ પ્રથમ સાયબર ક્રાઈમ કરતા સર્વર સાથે દિલ્હી અને મુંબઈ ખાતેથી 2 આરોપીની ધરપકડ કરી

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ.

Tags :
Advertisement

.