Visavadar Assembly by-election: વિસાવદર બેઠક માટે AAP ના ઉમેદવારનું નામ જાહેર
- વિસાવદર વિધાનસભા બેઠક પર પેટાચૂંટણી
- ચૂંટણીની તારીખની જાહેરાત પહેલાં ઉમેદવાર જાહેર
- AAP પાર્ટી માંથી ગોપાલ ઈટાલિયા લડશે ચૂંટણી
વિસાવદર વિધાનસભા બેઠક પર પેટા ચૂંટણી યોજાનાર છે. ચૂંટણીની તારીખની જાહેરાત પહેલા આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે. દિલ્હીથી આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવારનું નામ જાહેર કરવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ Rajkot: ભાજપના મંત્રી કુંવરજી બાવળીયા સામે ગંભીર આક્ષેપ, લેન્ડગ્રેબિંગ અંતર્ગત કરી કાર્યવાહીની માંગ
સત્તાવાર જાહેરાત કરવામાં આવી
આમ આદમી પાર્ટી દ્વારા સોશિયલ મીડિયા પર સત્તાવાર ગોપાલ ઈટાલિયાના નામની જાહેરાત કરવામાં આવી હતી. તેમજ લખવામાં આવ્યું હતું કે, વિસાવદરની વિધાનસભાની પેટા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીનાં ઉમેદવાર તરીકે ગોપાલ ઈટાલિયાની જાહેરાત થવા બદલ ખૂબ ખૂબ અભિનંતન અને શુભેચ્છાઓ...
ટૂંક સમયમાં વિસાવદર બેઠક પર ચૂંટણી જાહેર થઈ શકે છે
વર્ષ 2022 માં વિધાનસભા ચૂંટણીમાં ભાજપે હર્ષ રિબડિયા અને આમ આદમી પાર્ટી દ્વારા ભૂપત ભાયાણીને ટીકીટ આપતા બંને વચ્ચે જંગ જામ્યો હતો. જેમાં ભૂપત ભાયાણીએ જીત હાંસલ કરી ધારાસભ્ય બન્યા હતા. પરંતું એક જ વર્ષમાં તેમણે રાજીનામું આપી દેતા બેઠક ફરી ખાલી થઈ હતી. જેથી હવે આગામી ટૂંક સમયમાં આ બેઠક પર પેટા ચૂંટણી જાહેર થઈ શકે છે. ચૂંટણી જાહેર થાય એ પહેલા જ આમ આદમી પાર્ટી દ્વારા ઉમેદવાર તરીકે ગોપાલ ઈટાલિયાનું નામ જાહેર કરી દેવામાં આવ્યું છે.
આ પણ વાંચોઃ Ahmedabad : સાણંદમાં શહીદ દિન નિમિત્તે વીરાંજલિ કાર્યક્રમ યોજાયો, શહીદોના પરિવારોનું કરાયું ભવ્ય સન્માન