Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Google Map એ તો ભારે કરી, આસામની જગ્યાએ પોલીસને પહોંચાડી નાગાલેન્ડ!

ગૂગલ મેપ પર વિશ્વાસ મૂકવો ભારે પડ્યો હોય તેવી વધુ એક ઘટના સામે આવી
google map એ તો ભારે કરી  આસામની જગ્યાએ પોલીસને પહોંચાડી નાગાલેન્ડ
Advertisement
  • Google Map પર વિશ્વાસ મૂકવો પડ્યો ભારે
  • રેડ કરવા પહોંચેલી પોલીસની વધારી મુશ્કેલી!
  • નાગાલેન્ડના લોકોએ આસામ પોલીસને બનાવ્યા બંધક

Google Map: ટેક્નોલોજીના યુગમાં આપણે ક્યાંય પણ જવું હોય તો સીધુ ગૂગલ મેપ ચાલુ કરી દઈએ છીએ. ગૂગલ મેપ બતાવે એ રસ્તે જઈએ છીએ. પરંતુ, ગૂગલ મેપના વિશ્વાસે નીકળેલી આસામ પોલીસ સાથે જે બન્યું છે એ સાંભળીને તમે પણ એમ કહેશો કે, ગૂગલ મેપે તો ભારે કરી. કોઈ પણ ટેકનોલોજીની એક મર્યાદા હોય છે અને તેના કારણે ઘણી વખત લોકોએ જીવ ગુમાવવાનો વારો આવે છે અથવા તો મોટી મુશ્કેલીમાં મૂકાઈ જતા હોય છે. ત્યારે, ગૂગલ મેપ પર વિશ્વાસ મૂકવો ભારે પડ્યો હોય તેવી વધુ એક ઘટના સામે આવી છે.

પોલીસ નાગાલેન્ડના મોકોકચુંગ જિલ્લામાં પહોંચી ગઈ

વાત જાણે એમ છે કે, ગૂગલ મેપના સહારે આસામમાં જ પોલીસ રેડ પાડવા જઈ રહી હતી. પરંતુ, ગૂગલ મેપે બતાવેલા રસ્તા પર જતા-જતા પોલીસ રેડ પાડવાની જગ્યાએ તો ના પહોંચી પણ સીધી નાગાલેન્ડ પહોંચી ગઈ હતી. જેમાં આટલું ઓછું હોય તેમ, પોલીસની ટીમ પર સ્થાનિકો દ્વારા હુમલો કરી બંધક પણ બનાવવામાં આવ્યા હતા. મંગળવારની રાતનો સમય હતો આસામના જોરહાટ જિલ્લા પોલીસની 16 સભ્યોની ટીમ એક આરોપીને પકડવા નીકળી હતી. જેમાં ગૂગલ મેપ પર બતાવેલા રસ્તા પર જતાં પોલીસ નાગાલેન્ડના મોકોકચુંગ જિલ્લામાં પહોંચી ગઈ હતી. પોલીસ ટીમ જ્યાં પહોંચી એ નાગાલેન્ડમાં ચાનો બગીચો હતો, પરંતુ ગૂગલ મેપમાં તે આસામમાં હોવાનું દર્શાવ્યું હતું.

Advertisement

16 પૈકી મોટાભાગના પોલીસ કર્મી સિવિલ ડ્રેસમાં હતા

16 પૈકી મોટાભાગના પોલીસ કર્મી સિવિલ ડ્રેસમાં હતા અને તેમના હાથમાં હથિયારો હતા. જેથી, ત્યાંના સ્થાનિકો આસામ પોલીસને ગુનેગારો સમજી તેમની પર હુમલો કરી આખી રાત બંધક બનાવી રાખ્યા હતા. જેમ-તેમ કરીને તેમણે સ્થાનિક પોલીસનો સંપર્ક કર્યો હતો. માહિતી મળતા નાગાલેન્ડ પોલીસની એક ટીમ ત્યાં આવી હતી અને આસામ પોલીસની ટીમને છોડાવી હતી. ગૂગલ મેપ પર આંધળો વિશ્વાસ કરવો યોગ્ય નથી. કેટલીકવાર કેટલાક કારણોસર મેપ ખોટો રસ્તો બતાવી શકે છે. ગૂગલ મેપ જીપીએસ સિગ્નલ દ્વારા કામ કરે છે. જો કોઈ જગ્યાએ નેટવર્ક ન હોય તો પણ એ ખોટી માહિતી આપી શકે છે. આસામ પોલીસ સાથે બનેલી ઘટના તેનું તાજુ ઉદાહરણ છે.

Advertisement

આ પણ વાંચો: Gujarat: રાજ્યમાં ઠંડીનો મોટો રાઉન્ડ શરૂ, જાણો કયા કેટલુ રહ્યું તાપમાન

Tags :
Advertisement

.

×