Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Delhi માં કામ કરતા લોકો માટે સારા સમાચાર, સરકારે દિવાળી પહેલા લઘુત્તમ વેતનમાં વધારો કર્યો...

કામદારોનું શોષણ રોકવા માટે લેવાયો નિર્ણય - આતિશી દિલ્હીની CM આતિશીએ ભાજપ પર નિશાન સાધ્યું સરકારે દિવાળી પહેલા લઘુત્તમ વેતનમાં વધારો કરાયો દિલ્હી (Delhi)ની આમ આદમી પાર્ટીની સરકારે લઘુત્તમ વેતન દરમાં વધારો કર્યો છે. CM આતિશીએ બુધવારે કહ્યું કે,...
delhi માં કામ કરતા લોકો માટે સારા સમાચાર  સરકારે દિવાળી પહેલા લઘુત્તમ વેતનમાં વધારો કર્યો
  1. કામદારોનું શોષણ રોકવા માટે લેવાયો નિર્ણય - આતિશી
  2. દિલ્હીની CM આતિશીએ ભાજપ પર નિશાન સાધ્યું
  3. સરકારે દિવાળી પહેલા લઘુત્તમ વેતનમાં વધારો કરાયો

દિલ્હી (Delhi)ની આમ આદમી પાર્ટીની સરકારે લઘુત્તમ વેતન દરમાં વધારો કર્યો છે. CM આતિશીએ બુધવારે કહ્યું કે, અકુશળ મજૂરોને હવે દર મહિને 18,066 રૂપિયા મળશે. અર્ધ કુશળ મજૂરોને 19,929 રૂપિયા મળશે. જયારે કુશળ મજૂરોને હવે દર મહિને 21,917 રૂપિયા મળશે. આતિશીએ દાવો કર્યો હતો કે દિલ્હી (Delhi)ના સરખામણીમાં ભાજપ શાસિત રાજ્યો લઘુત્તમ વેતન કરતાં અડધું ચૂકવે છે.

Advertisement

કામદારોનું શોષણ રોકવા માટે લેવાયો નિર્ણય...

દિલ્હી (Delhi)ના CM આતિશીએ કહ્યું કે, જો તમે સમગ્ર દેશમાં લઘુત્તમ વેતન જોવા જશો તો અરવિંદ કેજરીવાલની સરકારે દેશમાં સૌથી વધુ લઘુત્તમ વેતન આપ્યું છે. ગરીબ લોકોના શોષણને રોકવા માટે, દિલ્હી સરકારે લઘુત્તમ વેતનને ઐતિહાસિક સ્તરે વધાર્યું છે. ભાજપે હંમેશા ગરીબ વિરોધી કામ કર્યું છે અને આપણે આને બે રીતે જોઈ શકીએ છીએ. પહેલીવાર જ્યારે અરવિંદ કેજરીવાલની સરકારે 2016-2017 માં લઘુત્તમ વેતન વધારવાની વાત કરી ત્યારે ભાજપે તેના લેફ્ટનન્ટ ગવર્નર દ્વારા અમને અટકાવ્યા. ત્યારબાદ દિલ્હી સરકાર લઘુત્તમ વેતન વધારવા માટે કોર્ટમાંથી આદેશ લાવી.

Advertisement

આ પણ વાંચો : 'માથા પર ગોળી કેવી રીતે વાગી', HC એ Badlapur એન્કાઉન્ટર પર પોલીસને પૂછ્યા 5 તીખા સવાલો

આતિશીએ ભાજપ પર નિશાન સાધ્યું હતું...

CM આતિશીએ કહ્યું કે, ભાજપે તેનો સખત વિરોધ કર્યો. હંમેશની જેમ, અરવિંદ કેજરીવાલની સરકારે સખત લડત આપી અને દિલ્હી (Delhi)ના સામાન્ય લોકોની તરફેણમાં નિર્ણય લાવ્યો. જો તમે BJP શાસિત રાજ્યો પર નજર નાખો, તો ત્યાં લઘુત્તમ વેતન દિલ્હી (Delhi)માં જેટલું છે તેના કરતાં અડધું હશે. BJP તેના રાજ્યોમાં માત્ર ઓછું વેતન જ નથી આપતી પણ દિલ્હી (Delhi)માં તેને રોકવાના તમામ પ્રયાસો કરે છે. અમે લઘુત્તમ વેતન વધારી રહ્યા છીએ.

Advertisement

આ પણ વાંચો : Karnataka ના CM સિદ્ધારમૈયા ને મોટો ઝટકો, કોર્ટે FIR નોંધવાનો આદેશ આપ્યો...

દિલ્હી સરકારે લઘુત્તમ વેતનમાં વધારો કર્યો...

આતિશીએ કહ્યું કે સારી વીજળી, પાણી, શાળાઓ અને હોસ્પિટલોની મૂળભૂત સુવિધાઓ સિવાય, દિલ્હી સરકારે એક ઐતિહાસિક કામ કર્યું છે જે સમગ્ર દેશમાં શક્ય નહોતું, એટલે કે સૌથી વધુ લઘુત્તમ વેતન પ્રદાન કરવું. ગરીબ અને દૈનિક વેતન કામદારો જેવા કે મજૂરો, પ્લમ્બર વગેરેને લઘુત્તમ વેતન મળે છે. તેમનું શોષણ કરવાનું બંધ કરો, દિલ્હી સરકારે લઘુત્તમ વેતનને ઐતિહાસિક સ્તરે લઈ લીધું છે.

આ પણ વાંચો : Make in India ના 10 વર્ષ : PM એ કહ્યું, 'આપણે સાથે મળીને આત્મનિર્ભર અને વિકસિત ભારત બનાવીશું'

Tags :
Advertisement

.