Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Ahmedabad : ગુજરાતની જનતા માટે ખુશખબર... 'દાદા' સરકારે લીધો વધુ એક મહત્ત્વપૂર્ણ નિર્ણય

ગુજરાતનાં ટ્રાફિકવાળા હાઈવેનો થશે ઈલાજ (Ahmedabad) દાદા સરકારે રૂ. 3100 કરોડનાં ખર્ચે પ્લાન પાસ કર્યો ટ્રાફિક ધરાવતા હાઈવેઝને હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવાશે રાજ્યના 6 હાઈવે પર હાઈસ્પીડ કોરિડોર બનશે Ahmedabad : ગુજરાતીઓને 'દાદા સરકાર' (Dada Sarkar) જલદી વધુ એક...
08:10 PM Sep 21, 2024 IST | Vipul Sen
  1. ગુજરાતનાં ટ્રાફિકવાળા હાઈવેનો થશે ઈલાજ (Ahmedabad)
  2. દાદા સરકારે રૂ. 3100 કરોડનાં ખર્ચે પ્લાન પાસ કર્યો
  3. ટ્રાફિક ધરાવતા હાઈવેઝને હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવાશે
  4. રાજ્યના 6 હાઈવે પર હાઈસ્પીડ કોરિડોર બનશે

Ahmedabad : ગુજરાતીઓને 'દાદા સરકાર' (Dada Sarkar) જલદી વધુ એક સારી સુવિધા આપશે. ટ્રાફિકની સમસ્યાને પહોંચી વળવા માટે 'દાદા' સરકારે રૂ. 3100 કરોડનાં ખર્ચે મહત્ત્વપૂર્ણ પ્લાનને મંજૂરી આપી દીધી છે. આ પ્રોજેક્ટ હેઠળ ગુજરાતનાં ટ્રાફિકવાળા હાઈવેઝને હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસિત કરવામાં આવશે. રાજ્યનાં 6 મુખ્ય હાઈવે પર હાઈસ્પીડ કોરિડોર (High-Speed Corridors) બનાવવામાં આવશે.

આ પણ વાંચો - Ahmedabad : ગુજરાતમાં આર્થિક સંકટને લીધે આત્મહત્યાને કેસ વધ્યા : ડો. મનીષ દોશી

ટ્રાફિકવાળા હાઇવેઝને હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવાશે

રાજ્યમાં ટ્રાફિક્ની સમસ્યા દિવસેને દિવસે વધી રહી છે. ટ્રાફિકની સમસ્યાને લઈ હાઈકોર્ટે (High Court) પણ અગાઉ ઘણી વખત સરકારનું ધ્યાન દોર્યું છે. ત્યારે, રાજ્ય સરકારે આ અંગે એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યની 'દાદા સરકાર' એટલે કે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) સરકારે ગુજરાતનાં ટ્રાફિકવાળા હાઇવેઝને હાઈસ્પીડ કોરિડોર તરીકે વિકસાવવાનો નિર્ણય કર્યો છે. આ માટે દાદા સરકારે રૂ. 3100 કરોડનાં પ્રોજેક્ટને મંજૂરી આપી છે.

આ પણ વાંચો - Botad : વિદ્યાર્થિની સાથે શારિરીક અડપલાં કરતાં લંપટ શિક્ષકનો Video વાઇરલ, લોકોમાં રોષ, હાઇવે પર ચક્કાજામ

રાજ્યનાં 6 હાઈવે પર હાઈસ્પીડ કોરિડોર બનશે

આ પ્રોજેક્ટ હેઠળ રાજ્યનાં 6 હાઈવે પર હાઈસ્પીડ કોરિડોર બનશે, જેમાં વટામણ-પીપળી, સુરત-સચિન-નવસારી હાઈવે, અમદાવાદ-ડાકોર (Ahmedabad -Dakor), ભૂજ-ભચાઉ હાઈવે, રાજકોટ- ભાવનગર (Rajkot-Bhavnagar) હાઈવે અને મહેસાણા-પાલનપુર હાઇવેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ હાઇવે પર આગામી દિવસોમાં હાઈસ્પીડ કોરિડોર બનાવવાની કામગીરી હાથ ધરાશે, જેથી હાઈવેઝ પર ટ્રાફિકની સમસ્યાથી વાહનચાલકોને મુક્તિ મળશે.

આ પણ વાંચો - High speed corridor અંતર્ગતઅમદાવાદ-મહેસાણા-પાલનપૂર રોડનો વિકાસ

Tags :
'Dada Sarkar'3100 Crore ProjectsAhmedabad-DakorBhuj-Bhachau HighwayChief Minister Bhupendra PatelGujarat FirstGUJARAT FIRST NEWSGujarat's Busy HighwaysGujarati NewsHigh CourtHigh-Speed CorridorsLatest Gujarati NewsRajkot-Bhavnagar Highway and Mehsana-Palanpur HighwaySurat-Sachin-Navsari HighwayWataman-Pipli
Next Article