Gondal : ખેડૂતનાં મકાનને તસ્કરોએ નિશાન બનાવ્યું, 15 તોલા દાગીના, લાખોની રોકડ ચોરી
- Gondal નાં બિલિયાળા ગામે તસ્કરોએ મકાનને નિશાન બનાવ્યું
- સોના-ચાંદીનાં દાગીના, 1.10 લાખની રોકડ ચોરી ફરાર થયા
- પરિવાર પહેલા માળે સૂતો હતો, તસ્કરોએ નીચે લૂંટ મચાવી
ગોંડલનાં (Gondal ) બિલિયાળા ગામે ખેડૂતનાં મકાનમાંથી 15 તોલા સોનાનાં દાગીના અને રોકડની ચોરી થઈ છે. રાત્રે પરિવાર મકાનનાં ઉપરનાં માળે સૂતો હતો અને ત્યારે તસ્કરો હાથ ફેરો કરી ગયા હતા. લાખોની કિંમતનાં 15 તોલા સોના-ચાંદીનાં દાગીના અને રૂ.1.10 લાખની રોકડ ચોરી થઈ છે. ચોરી કરતા તસ્કરો CCTV કેમેરામાં કેદ થયા હતા. ગોંડલ તાલુકા પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી છે.
આ પણ વાંચો - Ahmedabad : આનંદો..! છેલ્લા 4 વર્ષથી બંધ SeaPlane સર્વિસ ફરી એકવાર 'જીવિત' થશે!
પરિવાર પહેલા માળે સૂવા ગયો અને તસ્કરોએ હાથ ફેરો કર્યો
પ્રાપ્ત વિગતો મુજબ, ફરિયાદમાં કિશોરભાઈ નાગજીભાઈ ડોબરિયા (ઉ.વ.46) એ જણાવ્યું કે ગઇ 3 નવેમ્બર 2024 ના રોજ રાતનાં દશેક વાગ્યે હું, મારી પત્ની તથા મારો દીકરો બધા અમારા ઘરે ઉપરનાં માળે સૂવા માટે ગયા હતા. દરમિયાન, અમારા ઘરે ચોરીનો બનાવ બન્યો હતો. બીજા દિવસે સવારે 7 વાગ્યાનાં વખતે ઊઠીને નીચે આવ્યા ત્યારે અમારા નીચેનાં ચોથા નંબરનાં રૂમ કે જેમાં અમારી તમામ સોનાની વસ્તુ તથા રોકડા રૂપિયા હતા તે રૂમ ખુલ્લો હતો અને રૂમમાં રાખેલી તિજોરી ખુલ્લી હતી. તિજોરીમાં તપાસ કરતા તેમાં રાખેલા સોના-ચાંદીના દાગીના અને રોકડ ગાયબ હતા. બીજો સામાન અસ્તવ્યસ્ત હતો.
આ પણ વાંચો - Rajkot : ધો.12 સાયન્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીનો આપઘાત, સુસાઈડ નોટમાં કહી આ વાત
સોના-ચાંદીનાં દાગીના, રૂ. 1.10 લાખ રોકડની ચોરી
ફરિયાદીએ જણાવ્યું કે, તિજોરીમાં તપાસ કરતા તેમાંથી સોનાની વસ્તુઓ જેમાં સોનાની બુટી એક તોલા, સોનાનો હાર ચાર તોલા, સોનાનો ચેઇન ત્રણ તોલા, સોનાનાં પાટલા-બંગડી, સોનાની બે વિંટી, સોનાનાં ત્રણ પેડલ, ચાંદીનાં સાંકળા, ચાંદીનો કંદોરો, ચાંદીની કડલી બે નંગ એમ કુલ 15 તોલા જ્વેલરી અને રોકડ રૂ.1.10 લાખ કોઈ અજાણ્યા ઇસમો ચોરી કરી ગયા હતા. ચોરીની ઘટનાને અંજામ આપતા તસ્કરો CCTV કેમેરામાં કેદ થયા છે. આ મામલે ગોંડલ તાલુકા પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે.
અહેવાલ : વિશ્વાસ ભોજાણી, ગોંડલ
આ પણ વાંચો - Ahmedabad : શા માટે સ્પીડમાં ચલાવે છે ? કહેતા કારચાલકે વિદ્યાર્થીને જાહેરમાં ચપ્પાનાં ઘા ઝીંક્યા, થયું મોત