Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

GSEB 10th Result 2024: રીક્ષા ચાલકનો પુત્ર ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં 99.98 PR સાથે રાજ્યમાં દ્વિતીય સ્થાને

GSEB 10th Result 2024: ગોંડલ આજરોજ ધો.10 ની પરિણામ જાહેર થયું છે. ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈડ પર પરિણામ મુકવામાં આવ્યું હતું. જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓના ઉત્તમ પરિણામોની પર્યાય બનેલી ગોંડલ શહેરની અગ્રગણ્ય શેક્ષણિક સંસ્થા એટલે ગંગોત્રી...
gseb 10th result 2024  રીક્ષા ચાલકનો પુત્ર ધોરણ 10ની બોર્ડ પરીક્ષામાં 99 98 pr સાથે રાજ્યમાં દ્વિતીય સ્થાને

GSEB 10th Result 2024: ગોંડલ આજરોજ ધો.10 ની પરિણામ જાહેર થયું છે. ગુજરાત શિક્ષણ બોર્ડની વેબસાઈડ પર પરિણામ મુકવામાં આવ્યું હતું. જેમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ વિદ્યાર્થીઓના ઉત્તમ પરિણામોની પર્યાય બનેલી ગોંડલ શહેરની અગ્રગણ્ય શેક્ષણિક સંસ્થા એટલે ગંગોત્રી સ્કૂલે ધો.10 પરિણામ (10th Result 2024)માં ઉત્કૃષ્ટ પરિણામ સાથે ઉભરી આવ્યું છે. ધો.10 માં પઠાણ રિઝવાન આરીફભાઈ 99.98 PR સાથે સમગ્ર બોર્ડમાં દ્વિતીય તેમજ ગોંડલ કેન્દ્રમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે.તેમજ સરવૈયા પ્રિત કરશનભાઈ 99.96 PR સાથે સમગ્ર ગુજરાત બોર્ડમાં ચોથા સ્થાન અને ભલોડી વેદ અને સોલંકી આયુષ 99.94 PR સાથે બોર્ડમાં છઠું સ્થાન તેમજ વેકરિયા કાવ્યા 99.93% PR સાથે બીર્ડમાં સાતમું સ્થાન તેમજ ડોઢિયા સુમૈયા 99.91 PR સાથે બોર્ડમાં નવમું સ્થાન પ્રાપ્ત કરી ગોંડલ શહેર તેમજ શાળાનું ગૌરવ વધાર્યું હતું.

Advertisement

ગોંડલ કેન્દ્રનું 86.26% પરિણામ આવ્યું

સમગ્ર ગુજરાતમાં ગુજરાતમાં 82.56% પરિણામ આવ્યું છે. રાજકોટ જિલ્લાનું 85.23% પરિણામ આવ્યું છે. ગોંડલ કેન્દ્રનું 86.26% પરિણામ આવ્યું હતું.ગંગોત્રી સ્કૂલનું પરિણામ 98.17% આવ્યું હતું. જેમાં ગોંડલની ગંગોત્રીના ગુજરાત બોર્ડ ટોપટેનમાં 6 વિદ્યાર્થીઓ બાજી મારી હતી. તેમજ 99 PR UP 20 વિદ્યાર્થીઓ,98 PR UP 31 વિદ્યાર્થીઓ, 97 PR UP 40 વિદ્યાર્થીઓ,96 PR UP 50 વિદ્યાર્થીઓએ ઝળહળતું પરિણામ પ્રાપ્ત કર્યું હતું. જેમાં A1 ગ્રેડ 41 અને A2 ગ્રેડ 67 વિદ્યાર્થીઓએ મેળવ્યા હતા. આજરોજ જાહેર થયેલ ધો.10 ના પરિણામમાં ગંગોત્રી સ્કુલના વિદ્યાર્થીઓમાં 600 ગુણ માંથી 550 થી વફૂ ગુણ 35 વિદ્યાર્થીઓએ મેળવ્યા હતા. અને અલગ અલગ વિષયોમાં 100 માંથી 100 ગુણ 35 વિદ્યાર્થીઓએ મેળવ્યા હતા.

Advertisement

શાળા ખાતે ડી.જે ના તાલે વિદ્યાર્થીઓ રાસ ગરબે રમ્યા

આ તકે ગંગોત્રી સ્કુલના ફાઉન્ડર અને ચેરમેન સંદીપભાઈ છોટાળા અને પ્રિન્સિપાલ કિરણ મેડમ દ્વારા શાળા ખાતે ફટાકડા ફોડી વિદ્યાર્થીઓને મીઠું મોઢું કરાવી પોતાની લાગણી વ્યક્ત કરી હતી. તેમજ શાળા નું ઉત્તમ પરિણામ આવતા શાળા ખાતે ડી.જે. ના તાલે વિદ્યાર્થીઓ શિક્ષકો રસ ગરબે રમ્યા હતા. તથા શાળાનું શ્રેષ્ઠ પરિણામનો શ્રેય તજજ્ઞ શિક્ષકો, મેનેજમેન્ટ ટીમ, વિદ્યાર્થીઓની મહેનત તથા વાલીને આપ્યો હતો. અને આવનારા સમયમાં આવું ઉત્કૃષ્ટ પરિણામ આપવા અમે પ્રતિબદ્ધ છીએ તેવું સંદીપભાઈ છોટાળાએ જણાવ્યું હતું. ગત વર્ષે પણ ગંગોત્રી સ્કુલની ત્રણ વિધાર્થીઓ 99.98 PR સાથે સમગ્ર ગુજરાતમાં બોર્ડ દ્વિતીય આવ્યા હતા.

Advertisement

રીક્ષા ચલાકના પુત્રએ ધોરણ 10 માં મેળવ્યા 99.98 PR

આવાસ કોલોનીમાં રહેતા રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવતા આરીફભાઈ પઠાણ છેલ્લા 15 વર્ષથી ગંગોત્રી સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોને રિક્ષામાં તેમના ઘરે તેડવા અને મુકવા જાય છે. ત્યારબાદ છૂટક ભાડા કરી પરિવારનું ગુજરાન ચલાવે છે. રિઝવાન (Pathan Rizwan) ના માતા નાજમીનબેન ગંગોત્રી શાળા ખાતે પટ્ટાવાળા તરીકે 15 વર્ષથી કામ કરે છે. ત્યારે આજરોજ ધોરણ 10 નું પરિણામ (10th Result 2024) ગુજરાત બોર્ડ દ્વારા જાહેર થયું. જેમાં ગંગોત્રી સ્કૂલ-ગોંડલમાં અભ્યાસ કરતો પઠાણ રિઝવાનએ 99.98 PR સાથે સમગ્ર ગુજરાત બોર્ડ માં દ્વિતીય સ્થાન મેળવી એક રીક્ષા ચાલક પિતાના પુત્રએ સફળતાનું શિખર સર કર્યું છે. આરીફભાઈને સંતાનમાં 1 દીકરી અને બે દીકરાઓ છે ત્રણેય સંતાનોએ ગંગોત્રી સ્કૂલમાં અભ્યાસ કરી ઉત્તમ પરિણામ હાંસલ કર્યું છે. આરીફભાઈ નો મોટો દીકરો રમીઝ મિકેનિકલ એન્જીનિયર છે તેમજ દીકરી રૂકસાર સાયન્સમાં અભ્યાસ કરી લેબ ટેક્નિશયન ડીગ્રી હાંસિલ કરી છે. સૌથી નાના દીકરાએ બોર્ડમાં સમગ્ર ગુજરાતમાં 99.98 PR સાથે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કરતા શાળા સંચાલક સંદીપભાઈ છોટાળા દ્વારા વિદ્યાર્થીના ઘરે જઈ ફુલહાર તેમજ મીઠું મોઢું કરાવી મોમેન્ટો આપી શુભેચ્છાઓ પાઠવી હતી.

પરિવારની આર્થિક પરિસ્થિતિ નબળી હોવાથી શાળા સંચાલક મદદ કરી

ગોંડલ ગંગોત્રી સ્કૂલમાં અભ્યાસમાં તેજસ્વી એવા પઠાણ રિઝવાન (Pathan Rizwan)નાં ઘરની આર્થિક પરિસ્થિતિ ખુબ જ નબળી છે સ્કૂલની ફી પણ ભરી શકે તેમ ન હોવાથી આ રિઝવાન અને તેના માતા પિતા સારી સ્કૂલમાં અભ્યાસ કરવા માટે મૂંઝવણ અનુભવતા હતા ત્યારે આ બાબતની ગંગોત્રી સ્કૂલને જાણ થતાં ગંગોત્રી સ્કૂલના ફાઉન્ડર અને ચેરમેન સંદીપ છોટાળાએ તેની આ મૂંઝવણને દુર કરી તેના સંઘર્ષમાં સાથીદાર બન્યા. પાઠણ રીઝવાનએ ધોરણ 10 માં નિયમિત 9 થી 10 કલાકની તનતોડ મહેનત કરી છે. ત્યારે રીક્ષા ચલાવતા પિતાના પુત્રએ આજે આવું ઉત્તમ પરિણામ મેળવી તેમણે પોતાના પિતાના સ્વપ્નને સાચા અર્થમાં સાર્થક કરી બતાવ્યું છે. તેમના કહેવા મુજબ તેઓ આ સમગ્ર પરિણામનો શ્રેય ગંગોત્રી સ્કૂલની ટીમને આપે છે. તેમના કહેવા મુજબ દરેક શિક્ષકો પાસેથી જરૂરી તાત્કાલિક માર્ગદર્શન મળી રહેતું. એજ્યુકેશન સિસ્ટમ, નિયમિતતા અને સતત વ્યક્તિગત કાળજી આ સ્કૂલમાં અપાય છે અને ખાસ તો ગંગોત્રી ગ્રુપ ઓફ સ્કૂલના ફાઉન્ડર એન્ડ ચેરમેન સંદિપ છોટાળાના વિશેષ માર્ગદર્શનથી આ સ્કૂલ દરેક ધોરણમાં વર્ષોથી આવું સુંદર પરિણામ મેળવે છે. હવે પઠાણ રિઝવાનને આગળ કોમર્સમાં અભ્યાસ કરી C.A નો અભ્યાસ કરી પિતાનું સ્વપ્ન પૂર્ણ કરવાની મહેચ્છા ધરાવે છે.

અહેવાલઃ વિશ્વાસ ભોજાણી, ગોંડલ

આ પણ વાંચો: Gujarat First ના અહેવાલ બાદ શાળા સંચાલકો ઘૂંટણીએ, એમિક્સ સ્કૂલની શાન આવી ઠેકાણે

આ પણ વાંચો: VADODARA : પાણીપુરી વેચનારની પુત્રીએ બોર્ડની પરીક્ષામાં “સફળતા”નો સ્વાદ ચાખ્યો

આ પણ વાંચો: SSC Result : ધો.10 માં ગુજરાતના આ બે કેન્દ્રનું 100 ટકા પરિણામ

Tags :
Advertisement

.