ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Gondal: પાટીદાર આગેવાનો દ્વારા જયરાજસિંહ જાડેજાને સમર્થન જાહેર કર્યું, જિગીષા પટેલે કર્યો વળતો પ્રહાર, જુઓ વીડિયો

ગોંડલના સુલતાનપુર ગામે ગણેશ જાડેજાએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. ગણેશ જાડેજાના સમર્થનમાં જનઆક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
10:44 PM Apr 23, 2025 IST | Vishal Khamar
ગોંડલના સુલતાનપુર ગામે ગણેશ જાડેજાએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. ગણેશ જાડેજાના સમર્થનમાં જનઆક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
featuredImage featuredImage
GANESH GONDAL GUJARAT FIRST

ગોંડલના સુલતાનપુર ગામે જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજાના સમર્થનમાં જનઆક્રોશ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સભામાં પાટીદાર આગેવાનો દ્વારા ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજાના સમર્થન જાહેર કરવામાં આવ્યું હતું.

ગણેશ જાડેજાએ સભામાં નિવેદન આપ્યું હતું કે, સુરતમાં બેસેલા ક્રાંતિકારી કીડાઓ સુધી આ વાત પહોંચવી જોઈએ. ગણેશ જાડેજાએ અલ્પેશ કથીરિયા, મેહુલ બોધરા અને જિગીષા પટેલ પર આકરા પ્રહાર કર્યા હતા. અલ્પેશ કથિરીયા પર પ્રહાર કરતા કહ્યું હતું કે, તારા પર 14-14 દીકરાઓના મૃત્યુનું પાપ છે. પહેલા એ ધો પછી ગોંડલ આવજે. મેહુલ બોઘરા પર પ્રહાર કરતા કહ્યું,”મેહુલ બોઘરાનું કામ જ્યાં શાંતિ હોય ત્યાં અશાંતિ સ્થાપવાનું છે. જિગીષા પટેલ પર પ્રહાર કરતા કહ્યું,”તું તારું ઘર સાચવી શકતી નથી. ગણેશની ગાડી અડધી રાત્રે ગોંડલ તાલુકામાં જોવા મળશે. માં નું ધાવણ પીધું હોય તો આવી જજો મેદાનમાં.

દૂધીયા દાંત પડે પછી રાજકારણ કરજોઃ જિગીષા પટેલ

આ બાબતે જિગીષા પટેલે વળતો પ્રહાર કરતા જણાવ્યું હતું કે ભાઈ અમે ઈંટ અને પથ્થર મારવાવાળા નથી. આ 21 મી સદી છે તમે યાદ રાખજો. અમે કાયદાથી જ લડીશું. ગોંડલ માટે અમારી લડત એટલે જ છે કે તમે જે ઈંટ અને પથ્થરનો ખૌફ તમે જે ઉભો કર્યો છે. તેને ખતમ કરવાનું કામ અમારૂ છે. વાત રહી અમારા ઘર સાચવવાની પહેલા ગોંડલ સ્કૂલ બોય તમે પહેલા તમારા મમ્મીના પલ્લુમાંથી અને પપ્પાની ઓથમાંથી બહાર નીકળો. તમે કોઈ સંઘર્ષ કરેલ નથી. તમે જન્મથી ગોંડલ સ્કૂલ બોય છો. માટે તમને સંઘર્ષની વ્યાખ્યા પણ ખબર ન હોય. દૂધીયા દાંત પડે પછી રાજકારણ કરજો. અમારા બહેનની આબરુ જે કાઢતા હોય તેને અમારૂ સમર્થન ન હોય. તમે તમારૂ કરો તો પણ સારૂ. જે લોકો ત્યાં રહે છે તેમનામાં જે ખૌફ છે તે થોડા સમયમાં નીકળી જ જવાનો છે. ગોંડલમાં બધુ સારૂ હોત તો તમારે ગોંડલમાં આટલા હથિયારો સાથે માણસો લઈને કેવી રીતે ફરવું પડત. તમે અમને ગોંડલમાં આવીને લડવાની ચેલેન્જ કરતા હો તો હથિયારના પરવાના આપી બતાવો. ગોંડલ સ્કૂલ બોય અમે તો ગોંડલનાં ગુંડા તત્વોની સામે પડ્યા છીએ.

આ પણ વાંચોઃ Jammu Kashmir પોલીસની મોટી જાહેરાત, આતંકવાદીઓ વિશે માહિતી આપનારને મળશે મોટું ઈનામ

ગણેશ જાડેજા પર આક્ષેપ કર્યા હતા

ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા સુરતમાં ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા વિરુદ્ધમાં સુરતમાં એક સભા મળી હતી જેમાં મેહુલ બોઘરા,અલ્પેશ કથીરિયા અને જીગીશા પટેલે જયરાજસિંહ જાડેજા અને ગણેશ જાડેજા પર ગુંડાગીરીના આક્ષેપો કર્યા હતા થોડા સમય પહેલા ગોંડલમાં ક્ષત્રિય અને પાટીદાર સમાજના દીકરાનો વિવાદ થયો ત્યારથી અલ્પેશ કથીરિયા,મેહુલ બોઘરા અને જિગીષા પટેલ સતત ગણેશ જાડેજા અને જયરાજસિંહ જાડેજા વિરુદ્ધમાં મીડિયામાં નિવેદનો આપી રહ્યા છે ત્યારે પહેલી વાર ગણેશ જાડેજા દ્વારા આ અંગે પ્રતિક્રિયા આપવામાં આવી હતી.

આ પણ વાંચોઃ Gujarat: કાશ્મીરમાં પર્યટકો પરનાં આતંકી હુમલાને લઈ હિન્દુ સંગઠનો દ્વારા વિરોધ પ્રદર્શન કરાયો

Tags :
Ganesh Jadejagondal newsGondal Patidar LeaderGujarat FirstGUJARAT FIRST NEWSJayarajsinh JadejaJigisha PatelPower ShowSultanpur