ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gondal Marketing Yard ફરી ધમધમતું થયું, ડુંગળીની મબલખ આવક નોંધાઈ

ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ફરી ધમધમતું થયું ડુંગળીની મબલખ આવક નોંધાઈ હરાજીમાં રૂ. 400 થી રૂ.1000 સુધીનો ભાવ બોલાયો Gondal Marketing Yard: સૌરાષ્ટ્ર ગુજરાતનું અગ્રીમ અને ખેડૂતો(Farmers)નું તીર્થધામ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ(Gondal Marketing Yard)માં ડુંગળી(Onion )ની મબલખ આવક થવા પામી...
02:26 PM Nov 09, 2024 IST | Hiren Dave
Gondal Marketing Yard

Gondal Marketing Yard: સૌરાષ્ટ્ર ગુજરાતનું અગ્રીમ અને ખેડૂતો(Farmers)નું તીર્થધામ ગણાતું ગોંડલ માર્કેટિંગ યાર્ડ(Gondal Marketing Yard)માં ડુંગળી(Onion )ની મબલખ આવક થવા પામી હતી. યાર્ડમાં અંદાજે 50 થી 65 હજાર કટ્ટાની આવક થવા પામી હતી. હરાજીમાં 20 કિલોના ભાવ રૂ. 400 થી રૂ.1000 સુધીનો ભાવ બોલાયો હતો.

અન્ય રાજ્યમાંથી વેપારી ડુંગળીની ખરીદી કરવા આવી પોહચ્યા

ગોંડલ માર્કેટિંગ યાર્ડ(Gondal Marketing Yard)ના ચેરમેન અલ્પેશભાઈ ઢોલરીયા(Alpeshbhai Dholri)એ જણાવ્યું હતું કે રાજસ્થાન, કર્ણાટક, ઓરિસ્સા, મહારાષ્ટ્ર સહિત દેશભર માંથી મોટી મોટી કંપનીઓના વેપારી(Merchants)ઓ ડુંગળીની ખરીદી કરવા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં આવતા હોય છે અને ખેડૂતોએ મહા મહેનતે પકવેલ ડુંગળીનો સારો ભાવ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં મળી રહે તેવી અમારી એક માત્ર આશા હોય છે. આજરોજ ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળી(Onion)ની પુષ્કળ આવક થવા પામી હતી અને યાર્ડના સત્તાધીશો દ્વારા અન્ય જાહેરાત ન કરવામાં આવે ત્યાં સુધી ડુંગળીની આવક સદંતર બંધ કરવામાં આવી છે.

આ પણ  વાંચો -Bharuch: ગુમ થયેલ બાળકનો મૃતદેહ પાડોશીના ઘરમાં લોખંડની પેટીમાંથી મળ્યો

અન્ય જિલ્લાઓ માંથી ખેડૂતો માલ વેચવા અહીં આવે છે

ગોંડલ માર્કેટિંગ યાર્ડ (Gondal Marketing Yard))વિવિધ જણસીઓની આવક થી ઉભરાતું હોય છે ત્યારે આજરોજ સૌરાષ્ટ્રભર માંથી જેવા કે રાજકોટ, જામનગર, સુરેન્દ્રનગર, ગીર સોમનાથ, ભાવનગર, જૂનાગઢ જિલ્લાઓ માંથી ખેડૂતો પોતાની જણસી વેચવા માટે અહીં આવી પોહચે છે તેનું એક માત્ર કારણ એ છે કે સૌરાષ્ટ્રભરના ખેડૂતો પોતાની જણસી વેચવા એકમાત્ર ગોંડલ માર્કેટિંગ યાર્ડને પ્રથમ પસંદગી કરતા હોય છે. કારણકે ખેડૂતોને ગોંડલ યાર્ડમાં પોતાની જણસીઓના જે ભાવ મળે છે તેટલા ભાવ બીજે ન મળતા હોય તેને લઈને ખેડૂતો ગોંડલ માર્કેટિંગ યાર્ડને પ્રથમ પસંદગી કરતા હોય છે.

અહેવાલ- વિશ્વાસ ભોજાણી -ગોંડલ

 

Tags :
FarmersGondalGondal marketing yardlocalMarket YardmerchantsOnion incomePurchaseSaurashtra
Next Article