ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gondal Lok Mela: લોકમેળાને સંતો, મહંતો,ધારાસભ્ય, ડે. કલેકટરના હસ્તે ખુલ્લો મુકાયો

ગોંડલમાં લોકમેળો ખુલ્લો મુકાયો આવતીકાલે પણ રાઇડ્સ ની મંજૂરી મળી જશે લોકમેળા કમિટીની રચના કરવામાં આવી લોક મેળામાં 7 દિવસનું લોકડાયરા આયોજ કરાયું Gondal Lok Mela:સૌરાષ્ટ્રના મેળા દેશ વિદેશમાં પ્રસિદ્ધિ છે. તેમાં પણ ખાસ જન્માષ્ટમી (Janmashtami festival)તેહવારમાં યોજાતા મેળાની...
09:35 PM Aug 24, 2024 IST | Hiren Dave
  1. ગોંડલમાં લોકમેળો ખુલ્લો મુકાયો
  2. આવતીકાલે પણ રાઇડ્સ ની મંજૂરી મળી જશે
  3. લોકમેળા કમિટીની રચના કરવામાં આવી
  4. લોક મેળામાં 7 દિવસનું લોકડાયરા આયોજ કરાયું

Gondal Lok Mela:સૌરાષ્ટ્રના મેળા દેશ વિદેશમાં પ્રસિદ્ધિ છે. તેમાં પણ ખાસ જન્માષ્ટમી (Janmashtami festival)તેહવારમાં યોજાતા મેળાની વાત જ કંઈક અલગ હોય છે. તેવો જ એક અદ્ભુત મેળો ગોંડલના કોલેજચોકના સંગ્રામસિંહજી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં દર વર્ષે સાતમ આઠમના તહેવાર પર ભરાય છે. ત્યારે આજે સાંજે 6.00 વાગ્યે ગોંડલ નગરપાલિકા આયોજિત સાંસ્કૃતિક લોકમેળો (Lok Mela)ગોંડલ ધારાસભ્ય ગીતાબા  જાડેજા,પોરબંદર મત વિસ્તારના પૂર્વ સાંસદના પ્રતિનિધિ નૈમીષભાઈ ધડુક,ડેપ્યુટી કલેકટર રાહુલ ગમારા,ચીફ ઓફિસર એ.જે.વ્યાસ, નગરપાલિકાના પ્રમુખ મનીષભાઈ ચનીયારા,સંતો,મહંતોના હસ્તે લોક મેળો ખુલ્લો મુકાયો હતો.ગોંડલ નગરપાલિકા સંચાલિત સાંસ્કૃતિક લોક મેળાનું દીપ પ્રાગટય કરીને રીબીન કાપી લોકમેળો ખુલ્લો મુકાયો હતો.

રાઈડ્સ ચાલુ થયા વગર મેળો ખુલ્લો મુકાયો

ગોંડલના ઇતિહાસમાં કદાચ સૌ પ્રથમ વાર રાઈડ્સ ચાલુ થયા વગર મેળો(Gondal Lok Mela) ખુલ્લો મુકાયો છે વધુ માં કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે સરકારના ધારા ધોરણ મુજબ નવા નિયમોજે આવ્યા છે નિયમોને અનુલક્ષીને પ્રોસેસ ચાલુ છે તો કદાચ એમના આવતા દિવસોની અંદર સરકારના નિયમ છે તે રીતે પેપર વર્ક પૂરું થાય તો કદાચ આવતીકાલે પણ રાઇડ્સની મંજૂરી મળી જશે.

આ પણ  વાંચો - Rajkot: જબરું હો! જે મેળાને મંજૂરી જ નથી તેનું મંત્રી ઉદ્ધાટન કરશે

સંતો, મહંતો અને મહાનુભાવોના હસ્તે મેળો ખુલ્લો મુકાયો.

આ લોક મેળાના ઉદ્ઘાટન પ્રસંગે નગર પાલિકા ઉપ પ્રમુખ કાંતાબેન સાટોડીયા, કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, નાગરિક બેન્ક ના ચેરમેન અશોકભાઈ પીપળીયા, ચીફ ઓફિસર એ.જે.વ્યાસ, સંતો - મહંતો - નગરપાલિકાના સદસ્યો, કર્મચારીગણ સહિતના રાજકીય અને સામાજીક સંસ્થાના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા

આ પણ  વાંચો -VIDEO:મારી અંતિમયાત્રામાં પણ કોંગ્રેસનો ઝંડો રહેશે:ગેનીબેન ઠાકોર

લોકમેળા કમિટીની રચના કરવામાં આવી.

ગોંડલ લોકમેળામાં મેળા કમિટી ની રચના કરવામાં આવી છે આ કમિટીમાં અશ્વિનભાઈ પાંચાણી, હર્ષદભાઈ વાઘેલા, રમેશભાઈ સોંદરવા, રંજનબેન ડી. સરધારા, સંગીતાબેન ફૂડલા, પરિતાબેન ગણાત્રા સહિત ના મેળા કમિટી ના સભ્યો છે ગોંડલ માં 7 દિવસ નો લોક મેળો યોજાશે લોક મેળા માં 7 દિવસ દરમિયાન લોકડાયરા, કૃષ્ણ જન્મોત્સવ, મ્યુઝિકલ ઓરક્રેસ્ટા સહિત ના કાર્યક્રમો યોજાશે.

આ પણ  વાંચો -તારો પતિ તને અપનાવી લેશે તેમ કહીને ભુવાઓ મહિલા પર તુટી પડયા અને....

7 દિવસ સુધી કયા વાહનો પર પ્રતિબંધ મુકાયો

અહેવાલ -વિશ્વાસ ભોજાણી-ગોંડલ 

Tags :
Cultural Folk FairFairs of SaurashtraGondalGujarat FirstHistoryJanmashtami festivalLok Mela openMahantoMLA Gitaba JadejaSaints
Next Article