Gondal:ગોંડલમાં મેઘરાજા યથાવત,ઝૂંપડપટ્ટીઓમાં પાણી ભરાયા
- ગોંડલમાં સતત ત્રીજા દિવસે મેઘરાજા યથાવત
- નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા
- લોકોને સલામત સ્થળે સ્થળાંતર લઈ જવાયા
Gondal:રાજ્યના હવામાન વિભાગ દ્વારા 31 ઓગસ્ટ સુધી ભારે વરસાદની (forecast)આગાહી કરવામાં આવી છે. જેના પગલે મોડીરાત્રથી ગોંડલ(Gondal)માં વરસાદ શરૂ થયો હતો. ગોંડલ માં પણ સતત ત્રીજા દિવસે મેઘરાજાએ વરસવાનું શરુ કરી દેતા મંગળવારની બપોર સુધી 8 ઇંચ વરસાદ નોંધાયો હતો. અવિરત મેઘમહેર અને આગામી દિવસોમાં ભારે વરસાદની અગાહીને લઈને નીચાણવાળા વિસ્તાર(low lying areas)માં રહેતા લોકોને સલામત સ્થળે સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી.
ધારાસભ્ય, વહીવટી તંત્ર સહિતના લોકો દોડી આવ્યા
ગોંડલ શહેરમાં મોડીરાત થી સતત પડી રહેલા વરસાદને લઈને અને ઉપરવાસમાં પડેલ વરસાદને પગલે ગોંડલ થી 4 કી.મી. દૂર આવેલ અને શહેરને પીવાનું પાણી પૂરું પાડતું વેરી તળાવ ઓવર ફ્લો થવા પામ્યો હતો. વેરી તળાવ ઓવરફ્લો થતા નીચે આવેલા આશાપુરા ડેમ, સેતુબંધ ડેમ, ગોંડલી નદીમાં ઘોડાપુર આવ્યું હતું. ગોંડલી નદી કાંઠે આવેલ નીચાણવાળા વિસ્તાર, તેમજ નેશનલ હાઇવે પર આવેલ ઝૂંપડપટ્ટીઓમાં પાણી આવી ચડતા ધારાસભ્ય ગીતાબા જાડેજા, નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ ચનીયારા, કારોબારી ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા, સુધરાઈ સભ્યો, ટિમ ગણેશ, વહીવટી તંત્ર સહિતના લોકો દોડી આવ્યા હતા અને નીચાણવાળા વિસ્તારના લોકોને સમજાવી સલામત સ્થળે ખસી જવા અપીલ કરવામાં આવી હતી.
આ પણ વાંચો -Kheda: મહેમદાવાદ તાલુકાના ચાર ગામમાં વરસાદી પાણી ફરી વળ્યા
200 લોકોનું સ્થળાંતર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી
ગોંડલ શહેરમાં સતત પડી રહેલા વરસાદને પગલે અનેક નાના મોટા નદી નાળાઓ ઓવરફ્લો થવા પામ્યા છે.ત્યારે નીચાણવાળા વિસ્તારમાં રહેતા લોકોની સલામતીના ભાગરૂપે મહિલાઓ, વૃધ્ધો, બાળકો સહિત આશરે 200 જેટલા લોકોને બાલાશ્રમ તેમજ શાળા નં - 5 ખાતે ખસેડવાની કામગીરી વહીવટી તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી છે.
અહેવાલ -વિશ્વાસ ભોજાણી-ગોંડલ