Gondal Controversy : અલ્પેશ કથીરિયાની ગાડીમાં તોડફોડનો મામલો, 20 સામે નોંઘાયો ગુનો
- અલ્પેશ કથિરીયાની ગાડીમાં તોડફોડ અને નુકસાનનો મામલો (Gondal Controversy)
- 20 શખ્સ સામે રાયોટિંગનો ગુનો દાખલ, 2 ની ધરપકડ કરાઈ
- પોલીસે પુષ્પરાજ તથા નિલેશ ચાવડા નામની વ્યક્તિની ઘરેથી ધરપકડ કરી
- અલ્પેશ કથીરિયાની ગાડીમાં તોડફોડ કરવા અંગે ગુનો નોંધાયો
Gondal Controversy : રાજકોટ જિલ્લાનાં (Rajkot) ગોંડલમાં આજે રાજકીય માહોલ ગરમાયો હતો. સુલતાનપુરની જનાક્રોશ સભામાં ગણેશ જાડેજા ઊર્ફે ગણેશ ગોંડલ (Ganesh Gondal) દ્વારા પડકાર ફેંક્યા બાદ આજે પાટીદાર આગેવાન અલ્પેશ કથીરિયા (Alpesh Kathiria), જિગીષા પટેલ (Jigisha Patel) અને ધાર્મિક માલવીયા ગોંડલની મુલાકાતે પહોચ્યા હતા. દરમિયાન, ગણેશ જાડેજાનાં સમર્થકો દ્વારા અલ્પેશ કથીરિયા અને તેમનાં સમર્થકોની ગાડીઓમાં તોડફોડ કરાઈ હતી. આ મામલે હવે 20 જેટલા લોકો સામે રાયોટિંગનો ગુનો દાખલ કરાયો છે, જ્યારે બેની ધરપકડ થઈ છે.
આ પણ વાંચો - Gondal Controversy : અલ્પેશ કથીરિયા-જિગીષા પટેલની Gujarat First સાથે ખાસ વાતચીત, જાણો શું કહ્યું ?
અલ્પેશ કથીરિયાની ગાડીમાં તોડફોડ કરવા અંગે ગુનો નોંધાયો
આજે રાજકોટ જિલ્લાનાં (Rajkot) ગોંડલમાં ભારે રાજકીય અને સમાજિક તણાવપૂર્ણ માહોલ (Gondal Controversy) સર્જાયો હતો. ગણેશ ગોંડલનાં પડકાર બાદ આજે અલ્પેશ કથીરિયા (Alpesh Kathiria), જિગીષા પટેલ (Jigisha Patel) અને ધાર્મિક માલવીયા ગોંડલની મુલાકાતે પહોચ્યા હતા. ત્યારે, ગણેશ ગોંડલનાં સમર્થકો દ્વારા વિવિધ બેનરો અને કાળા વાવટા સાથે તેમનો ઊગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. દરમિયાન, ગણેશ ગોંડલનાં કેટલાક સમર્થકો દ્વારા અલ્પેશ કથીરિયા, જિગીષા પટેલ, ધાર્મિક માલવીયા અને તેમનાં સમર્થકોની કાર પર હુમલો કરી તોડફોડ કરવાનો પ્રયાસ કરાયો હતો, જેમાં કેટલીક ગાડીઓનાં કાંચ તૂટ્યા હતા અને નુકસાન થયું હતું.
આ પણ વાંચો - Gondal Controversy : ગણેશ ગોંડલના સમર્થકો ભૂલ્યા ભાન, રાષ્ટ્રધ્વજનું કર્યું અપમાન! Video વાઇરલ
20 શખ્સ સામે રાયોટિંગનો ગુનો દાખલ, 2 ની ધરપકડ કરાઈ
આ મામલે ગોંડલ સિટી બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ દ્વારા સરકારે પક્ષે ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસ (Gondal Police) દ્વારા 20 જેટલા શખ્સો સામે રાયોટિંગનો ગુનો નોંધવામાં આવ્યો છે. જ્યારે, પોલીસે પુષ્પરાજ તથા નિલેશ ચાવડા નામનાં શખ્સની તેમના ઘરેથી ધરપકડ કરી છે. ઉપરાંત, ઇન્દ્રજિત ભરુડી, પિન્ટુ સાવલિયા, લક્કી રાજસિંહ સહિત 20 ઇસમ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. આ મામલે પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
આ પણ વાંચો - Surat : 'લોહીની નદીઓ વહેશે...' નિવેદન પર કેન્દ્રીય જળશક્તિ મંત્રી CR પાટીલનો બિલવાલ ભુટ્ટોને જડબાતોડ જવાબ!