Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gondal :મોટી ખીલોરી ગામે કોલપરી નદીમાં ઇક્કો કાર તણાઈ, બે નામોત

ગોંડલ:મોટી ખીલોરી ગામે કોલપરી નદીમાં ઇક્કો કાર તણાઈ રાયપર ગામનો પરિવાર ઇક્કોમાં સવાર હતા એક બાળક સહિત ત્રણ લાપતા, બે ના મૃતદેહ મળી આવ્યા Gondal: ગુજરાતમાં (GujarathaveRain)છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા(Maharaja) ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર પંથકના જિલ્લાઓમાં તો...
06:02 PM Aug 28, 2024 IST | Hiren Dave

Gondal: ગુજરાતમાં (GujarathaveRain)છેલ્લા ત્રણ દિવસથી મેઘરાજા(Maharaja) ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે. સૌરાષ્ટ્ર પંથકના જિલ્લાઓમાં તો સાંબેલાધાર વરસાદ વરસતા લોકો હવે મેઘરાજા ખમૈયા કરે તેવી પ્રાર્થના કરી રહ્યા છે. છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્ર(Saurashtra)ના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ વરસી ચૂક્યો છે અને હજી પણ વરસાદ યથાવત હોય લોકો અને તંત્રની ચિંતા વધી છે. ત્યારે ગોંડલ (Gondal) તાલુકાના મોટી ખીલોરી ગામે કોલપરી નદીમાં ઇક્કો કાર (eco car )તણાઈ ઇક્કો કાર વાસાવડ ગામ તરફ થી મોટી ખીલોરી જતી હતી તે દરમિયાન મોટી ખીલોરી ગામે કોલપરી નદી ના બેઠા પુલ પરથી પર ઇક્કો કાર પસાર થઈ રહી હતી તે દરમિયાન અચાનક પાણીનો પ્રવાહ વધતા ઇક્કો કાર પાણીના પ્રવાહમાં તણાઈ હતી ઇક્કો કારમાં એક બાળક સહિત પરિવારના ત્રણ લોકો સવાર હતા. આઠ કલાકની જહેમત બાદ ઈકો કાર ચાલકનો મૃતદેહ મળી આવ્યો હતો ત્યારબાદ નજીક બીજો મૃતદેહ મળી આવ્યો હતો.

 

SDRF અને ફાયર ટીમ લાપતાની શોધખોળ હાથ ધરી

ગોંડલ (Gondal)તાલુકાના મોટી ખીલોરી ગામે વહેલી સવારે 5:30 વગ્યા આસપાસ વાસાવડ જતા માર્ગ પર કોલપરી નદીના બેઠા પુલ પરથી ઇકોકાર તણાઈ હતી. કારમાં બાળક સહિત પરિવારના ત્રણ લોકો તણાયા હતા. ઘટનાની આઠ કલાક બાદ બેઠા પુલથી 200 ફૂટ દૂર ઇકો કાર ચાલક જયેશભાઇ પરષોત્તમભાઈ રાદડિયાનો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ ત્યાં નજીક જ 4 વાગ્યા આસપાસ સોનલબેન રાદડિયાનો મૃતદેહ ફાયર ટીમને મળી આવ્યો હતો. જ્યારે લાપતા બાળકની SDRF અને નગરપાલિકા ફાયર ટીમ દ્વારા શોધખોળ હાથ ધરવામાં આવી છે.

આ પણ  વાંચો -VADODARA : ડભોઇથી સ્ટેચ્યુ ઓફ યુનિટી જતો રસ્તો ભારે ક્ષતિગ્રસ્ત, પોપડા ઉખડ્યા

SDRF ટિમ પરિવારને શોધવા કામે લાગી

ઇક્કો કારમાં પરિવાર ગોંડલ ના મોટી ખીલોરી ગામે તેમના સગાને ત્યાં જતા હતા. ગોંડલ નગરપાલિકા ફાયર ટિમ ઘટના સ્થળે પોહચી પરિવારની શોધખોળ હાથ ધરી હતી. જેમાં ઇક્કો કાર મળી આવી હતી ઇક્કો કાર માં સવાર ત્રણ વ્યક્તિ લાપતા થયા હતા. નદીમાંથી ઇક્કો કારને JCB અને અન્ય વાહનોની મદદથી બહાર કાઢવામાં આવી હતી. ઘટના સ્થળ પર ગ્રામજનો એકત્ર થઈ જવા પામ્યા હતા. ધારાસભ્ય ગીતાબા જાડેજા, રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ અલ્પેશભાઈ ઢોલરીયા, પ્રફુલભાઈ ટોળીયા, અશ્વિનભાઈ ઠૂંમર અને રાજુભાઇ ડાંગર, ટિમ ગણેશ સહિતના ભાજપ ના આગેવાનો ઘટના સ્થળે પોહચ્યા હતા. ઘટનાની જાણ થતાં બાબરા લાઠી ના ધારાસભ્ય જનકભાઈ તલાવીયા દોડી આવ્યા હતા. રાદડિયા પરિવારને સાંત્વના આપી હતી. ફાયર અને SDRF ટિમ પરિવારને શોધવા કામે લાગી હતી.

આ પણ  વાંચો -Gujarat-રાજ્યનો કુલ સરેરાશ વરસાદ ૧૦૫ ટકાથી વધુ

ફાયર ટીમને બે  મૃતદેહ  મળી  આવ્યા

બાબરા તાલુકાના રાયપર ગામનો પરિવાર હતો રાયપર ગામે રહેતા જયેશભાઇ પરસોતમભાઈ રાદડિયા (ઉ.વ.40), સોનલબેન જયેશભાઇ રાદડિયા (ઉ.વ.39) અને ધર્મેશ જયેશભાઇ રાદડિયા (ઉ.વ.11) આ ત્રણેય વ્યક્તિ ઇક્કો કારમાં સવાર હતા ઇક્કો કાર મળી ગઈ છે. પુલ થી 200 ફૂટ દૂર જયેશભાઈ નો મૃતદેહ મળી આવ્યો હતો. ત્યારબાદ 4 વાગ્યે સોનલબેન રાદડીયાનો મૃતદેહ ફાયર ટીમને મળી આવ્યો હતો. બાળકની શોધખોળ હાથ ધરી છે.

અહેવાલ  -વિશ્વાસ ભોજાણી -ગોંડલ 

Tags :
Big Khilori villageeco car strainedGondalGujaratGujarat have RainKolpari RiverMAHARAJASaurashtraSystem concernsTwo bodies were found
Next Article