Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gnanavapi Case : જ્ઞાનવાપી મસ્જિદ કેસમાં મહત્ત્વનો ચુકાદો, હિંદુઓને મળ્યો આ અધિકાર

જ્ઞાનવાપી કેસમાં (Gnanavapi Case) મોટો ચુકાદો આવ્યો છે. જ્ઞાનવાપી સ્થિત વ્યાસજી ભોંયરામાં (Vyas Bhoyra) પૂજા કરવાનો અધિકાર મળ્યો છે. મંગળવારે જ્ઞાનવાપીના ભોંયરામાં પૂજા સંબંધી અરજી પર વારાણસી જિલ્લા કોર્ટમાં જજ ડો. અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટમાં બંને પક્ષ તરફથી દલીલ પૂર્ણ...
03:57 PM Jan 31, 2024 IST | Vipul Sen

જ્ઞાનવાપી કેસમાં (Gnanavapi Case) મોટો ચુકાદો આવ્યો છે. જ્ઞાનવાપી સ્થિત વ્યાસજી ભોંયરામાં (Vyas Bhoyra) પૂજા કરવાનો અધિકાર મળ્યો છે. મંગળવારે જ્ઞાનવાપીના ભોંયરામાં પૂજા સંબંધી અરજી પર વારાણસી જિલ્લા કોર્ટમાં જજ ડો. અજય કૃષ્ણ વિશ્વેશની કોર્ટમાં બંને પક્ષ તરફથી દલીલ પૂર્ણ કરવામાં આવી હતી. જ્યારે આજે કોર્ટે બંને પક્ષની દલીલ સાંભળ્યા બાદ મહત્ત્વનો ચુકાદો આપ્યો છે. જે મુજબ હવે વ્યાસ ભોંયરામાં હિન્દુ પક્ષને પૂજાનો અધિકાર મળ્યો છે. આ સાથે કોર્ટે જિલ્લા તંત્રને 7 દિવસમાં વ્યવસ્થા કરવા આદેશ પણ કર્યો છે.

મીડિયા અહેવાલ અનુસાર, વાદી શૈલેન્દ્ર કુમાર પાઠક વ્યાસના વકીલ વિષ્ણુ શંકર જૈન, સુધીર ત્રિપાઠી, સુભાષ નંદન ચતુર્વેદી અને દીપક સિંહે કોર્ટમાં દલીલો રજૂ કરી હતી. તેમણે કહ્યું કે, કોર્ટે તેમના દ્વારા આપવામાં આવેલી અરજીનો એક ભાગ સ્વીકારી લીધો છે. આ અંતર્ગત વ્યાસજીનું ભોંયરું જિલ્લા મેજિસ્ટ્રેટને સોંપવામાં આવ્યું છે. અમારી બીજી વિનંતી છે કે નંદીજીની સામે જે બેરિકેડિંગ લગાવવામાં આવ્યું છે તેને ખોલવામાં આવે.

બંને પક્ષોની દલીલ સાંભળ્યા બાદ કોર્ટનો મહત્ત્વનો ચુકાદો

કોર્ટના આદેશ મુજબ, 1993 પહેલાની જેમ જ વ્યાસજીના ભોંયરામાં (Vyas Bhoyra) પૂજા માટે લોકોને આવવા-જવા દેવા જોઈએ. જો કે, આ અરજી સામે અંજુમન ઈન્તેજામિયા મસ્જિદ કમિટી (Anjuman Intejamia Masjid Committee) વતી એડવોકેટ મુમતાઝ અહેમદ અને ઈખલાક અહેમદે વાંધો ઊઠાવ્યો હતો. તેમણે કહ્યું કે, વ્યાસજીનું ભોંયરું મસ્જિદનો (Gnanavapi Case) એક ભાગ છે. ત્યાં પૂજા કરવાની મંજૂરી આપી શકાય તેમ નથી. આ દાવો પૂજાના સ્થળો (વિશેષ જોગવાઈઓ) અધિનિયમ દ્વારા પ્રતિબંધિત છે.

તેમણે આગળ દલીલ કરી કે, ભોંયરું મસ્જિદનો ભાગ છે અને વક્ફ બોર્ડની મિલકત છે. તેથી ત્યાં પૂજા કરવાની છૂટ ન હોવી જોઈએ. જો કે, બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ કોર્ટે (Gnanavapi Case) આદેશ માટે બુધવારની તારીખ નક્કી કરી હતી. આજે વારાણસી જિલ્લા કોર્ટે આ મામલે મહત્ત્વનો ચુકાદો આપતા વ્યાસ ભોંયરામાં હિન્દુ પક્ષને પૂજા કરવાનો અધિકાર આપ્યો છે અને તંત્રને 7 દિવસમાં વ્યવસ્થા કરવા આદેશ પણ કર્યો છે.

 

આ પણ વાંચો - President : રાષ્ટ્રપતિએ આપ્યો મોદી સરકારના 10 વર્ષના કામનો હિસાબ..વાંચો, મુખ્ય વાતો

Tags :
Anjuman Intejamia Masjid CommitteeDistrict Courtgnanavapi caseGujarat FirstGujarati NewsVyas Bhoyra
Next Article