Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજન.બિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gir Somnath : મંદિરમાં પ્રવેશ-નીકળવાનાં અલગ માર્ગ, ચેકિંગ માટે 3-3 લાઈન, કેશલેસ ડિજિટલ કાઉન્ટર ઊભા કરાયાં

શ્રાવણનાં પ્રથમ સોમવારે સોમનાથ મંદિરે જનમેદની ભક્તો માટે દર્શન, રોકાણ અને સુરક્ષા સહિતની વિવિધ તૈયારીઓ કરાઈ મંદિરમાં પ્રવેશ- બહાર નીકળવાના અલગ માર્ગ ચેકિંગ માટે મહિલા અને પુરુષોની અલગ-અલગ 3 લાઈન, કેશલેસ ડિજિટલ કાઉન્ટર આજે પવિત્ર શ્રાવણ (Shravana) માસનો પ્રથમ...
08:12 AM Aug 05, 2024 IST | Vipul Sen
સૌજન્ય : Google
  1. શ્રાવણનાં પ્રથમ સોમવારે સોમનાથ મંદિરે જનમેદની
  2. ભક્તો માટે દર્શન, રોકાણ અને સુરક્ષા સહિતની વિવિધ તૈયારીઓ કરાઈ
  3. મંદિરમાં પ્રવેશ- બહાર નીકળવાના અલગ માર્ગ
  4. ચેકિંગ માટે મહિલા અને પુરુષોની અલગ-અલગ 3 લાઈન, કેશલેસ ડિજિટલ કાઉન્ટર

આજે પવિત્ર શ્રાવણ (Shravana) માસનો પ્રથમ સોમવાર છે. ત્યારે રાજ્યભરમાં આવેલા વિવિધ ભગવાન મહાદેવના મંદિરે વહેલી સવારથી શીવભક્તોની ભારે ભીડ ઊમટી છે. ગીર સોમનાથ (Gir Somnath) જિલ્લામાં આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મંદિરમાં (Somnath Mahadev Temple) પણ વહેલી સવારથી ભક્તો ભગવાન શિવનાં દર્શન કરવા માટે પહોંચ્યા હતા. સોમનાથ મહાદેવ મંદિરમાં સવારથી જ ભક્તોનું ઘોડાપૂર જોવા મળ્યું છે. હર-હર મહાદેવનાં નાદથી વાતાવરણ શિવમય બન્યું છે. શ્રાવણ માસને ધ્યાને રાખી સોમનાથ મંદિર ટ્રસ્ટ અને સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા મંદિરે આવતા લોકો માટે દર્શન, રોકાણ અને સુરક્ષા સહિતની વિવિધ તૈયારીઓ કરવામાં આવી છે.

આ પણ વાંચો - Surat: બોગસ દસ્તાવેજો બનાવી કરોડો રૂપિયા પડાવ્યા, પોલીસે બે આરોપીને દબોચ્યા

સોમનાથ મંદિરે વહેલી સવારથી ભક્તોનું ઘોડાપૂર

ગીર સોમનાથમાં (Gir Somnath) આવેલા પ્રથમ જ્યોતિર્લિંગ (Jyotirlinga) શ્રી સોમનાથ મંદિરમાં શ્રાવણરુપી શોવોત્સવનો જાજરમાન પ્રારંભ થયો છે. શ્રાવણ માસનાં પ્રથમ સોમવારે ભગવાન મહાદેવના દર્શન કરવા માટે વહેલી સવારથી મોટી સંખ્યામાં ભક્તો સોમનાથ મંદિરે પહોંચ્યા છે. સવારનાં 4 વાગ્યાથી મંદિરનાં દ્વાર ભાવિક ભક્તો માટે ખુલ્યા મુકાયા હતા. વહેલી સવારથી જ ભક્તોએ શિવ નામનું રટણ કરતા સંપૂર્ણ મંદિર અને પરિસર 'હર-હર મહાદેવ' અને 'ૐ નમઃ શિવાય'નાં નાદથી વાતાવરણ શિવમય બન્યું છે.

આ પણ વાંચો - Dahod: માતૃભાષા અભિયાન અંતર્ગત દાહોદના શિક્ષક મિત્રોએ શરૂ કરી પુસ્તક પરબ

સોમનાથ મંદિરે ભક્તો માટે ખાસ સુરક્ષા વ્યવસ્થા

શ્રાવણ માસ દરમિયાન ભક્તોની ભારે ભીડને ધ્યાને લઈ સોમનાથ મંદિર ટ્રસ્ટ (Somnath Temple Trust) અને સ્થાનિક વહિવટી તંત્ર દ્વારા સુરક્ષા વ્યવસ્થાની ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. ભક્તો ભગવાનનાં સરળતાથી દર્શન કરી શકે અને મંદિરમાં ભીડ ભેગી ન થાય તે માટે મંદિરમાં પ્રવેશ અને નીકળવાના માર્ગ જુદાં કરાયા છે. સુરક્ષાનાં ભાગરૂપે સોમનાથ મંદિરે (Somnath Mahadev Temple) આવનારા ભક્તોનું ચેકિંગ કોઈ પણ અગવડતા વગર યોગ્ય રીતે થયા તે માટે મહિલા અને પુરુષોની અલગ-અલગ 3 લાઈન રાખવામાં આવી છે. ભેટ, પૂજા અને પ્રસાદ માટે કેશલેસ ડિજિટલ કાઉન્ટર પણ ઊભા કરાયા છે. ભક્તોને ભગવાન શીવનાં દર્શન માટે વધુ રાહ ન જોવી પડે તે રીતે વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે. સોમનાથ મંદિરે શીવકથા અને રામકથાનું પણ આયોજન કરાયું છે.

આ પણ વાંચો - Gujarat Rains Update: હવામાન વિભાગે આપી આગાહી, રાજ્યમાં વરસાદને લઈને આપ્યું રેડ એલર્ટ

Tags :
first JyotirlingaGir-SomnathGujarat FirstGujarati NewsHar Har MahadevLord Shivaram kathaShiva kathaShravanaShravanrupi ShowotsavSomnath Mahadev TempleSomnath Temple TrustSri Somnath Temple
Next Article