ગુજરાત | સુરતવડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદ
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલક્રાઈમઆઈપીએલ
Advertisement

Gir Somnath : ઇકો સેન્સિટિવ ઝોન વિવાદ મામલે બેઠક, વનમંત્રી સમક્ષ ગ્રામજનો, ખેડૂતોની રજૂઆત

Gir Somnath માં ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે બેઠક મળી વનમંત્રી મુળુભાઈ બેરાનાં અધ્યક્ષસ્થાને બેઠક મળી સ્થાનિક નેતાઓ, સાંસદ, ધારાસભ્ય, સરપંચો, ખેડૂતો રહ્યા હાજર ગીર સોમનાથ જિલ્લામાં (Gir Somnath) કલેક્ટર કચેરી ખાતે ગીર પંથકનાં ઇકો સેન્સિટિવ ઝોન (Ecozone Dispute) વિવાદ...
11:32 PM Oct 30, 2024 IST | Vipul Sen
featuredImage featuredImage
  1. Gir Somnath માં ઇકો સેન્સિટિવ ઝોન મુદ્દે બેઠક મળી
  2. વનમંત્રી મુળુભાઈ બેરાનાં અધ્યક્ષસ્થાને બેઠક મળી
  3. સ્થાનિક નેતાઓ, સાંસદ, ધારાસભ્ય, સરપંચો, ખેડૂતો રહ્યા હાજર

ગીર સોમનાથ જિલ્લામાં (Gir Somnath) કલેક્ટર કચેરી ખાતે ગીર પંથકનાં ઇકો સેન્સિટિવ ઝોન (Ecozone Dispute) વિવાદ અંગે મહત્ત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ગુજરાત રાજ્યનાં વનમંત્રી મુળુભાઈ બેરા (Mulubhai Bera), સાંસદ રાજેશ ચુડાસમા, સ્થાનિક નેતાઓ, વન વિભાગનાં ઉચ્ચ અધિકારીઓ તેમ જ ઇકોઝોનથી પ્રભાવિત ગ્રામજનો, કિસાન સંઘનાં આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો - Surat : જાહેરમાં જોખમી રીતે ફટાકડા ફોડ્યા તો કડક કાર્યવાહી માટે રહેજો તૈયાર! પો. કમિશનરની ચેતવણી!

ગ્રામજનો અને ખેડૂતો દ્વારા અનેક મહત્ત્વપૂર્ણ રજૂઆતો કરાઈ

ગીર સોમનાથ જિલ્લામાં (Gir Somnath) કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ આ બેઠક દરમિયાન રિઝર્વ ફોરેસ્ટ, ઇકોઝોન અને સેટલમેન્ટ, ગામો અંગેનાં વિવિધ પ્રશ્નો ચર્ચાનાં કેન્દ્રમાં રહ્યા હતા. ગ્રામજનો અને ખેડૂતો દ્વારા અનેક મહત્ત્વપૂર્ણ રજૂઆતો કરવામાં આવી હતી. વનમંત્રી મુળુભાઈ બેરાએ (Mulubhai Bera) ખેડૂતોને આશ્વાસન આપ્યું કે, આગામી સમયમાં વિસ્તૃત અભ્યાસ પછી યોગ્ય અને સમરસ નિર્ણય લેવામાં આવશે. તેમણે વન વિભાગનાં અધિકારીઓને સૂચના આપી કે 11 જિલ્લાઓમાં પ્રભાવિત ગામો સુધી પહોંચીને ચર્ચા કરવા સત્રો યોજવામાં આવે અને મિત્ર જેવા વાતાવરણમાં લોકોને ઇકોઝોન અને તેના અર્થઘટન વિશે સમજાવવામાં આવે.

આ પણ વાંચો - Gondal : અક્ષરધાટનાં પવિત્ર તટે મહાયજ્ઞનો શુભારંભ, 11.60 લાખ આહુતિ અર્પણ કરાઈ

વન વિભાગનાં અધિકારીઓને વનમંત્રીનું સૂચન

આ દરમિયાન, તેમણે વિભાગનાં કર્મચારીઓને સૂચના આપતા કહ્યું કે, જેમ પોલીસ ખાતું લોકો સાથે મિત્રતા ભર્યું વલણ દાખવે છે, તેમ જ વન વિભાગનાં (Forest Department) કર્મચારીઓએ પણ લોકો સાથે સહકારી અને સંવેદનશીલ રવૈયો અપનાવવો જોઈએ. આ બેઠકમાં ખેડૂતોનાં પ્રતિનિધિઓને વનમંત્રીને જણાવ્યું કે, સરકાર ખેડૂતોનાં હિતોને પૂર્વગામી રાખીને નિર્ણય લેવાની વચનબદ્ધ છે. માહિતી મુજબ, જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પિઠીયા પણ સરકાર અને ખેડૂતો વચ્ચે મધ્યસ્થતા થાય તેના માટે વાટાઘાટો કરી રહ્યા છે અને વહેલી તકે સુખદ નિરાકરણ આવશે તેવી આશા વ્યક્ત કરી હતી.

આ પણ વાંચો - Gandhinagar : અક્ષરધામમાં શ્રી નીલકંઠવર્ણીની 49 ફૂટ ઊંચી પંચધાતુની ભવ્ય મૂર્તિની સ્થાપના કરાશે

Tags :
Breaking News In GujaratiEcozone DisputeFarmersforest departmentGir PanthakGir-SomnathGujarat FirstGUJARAT FIRST NEWSGujarat State Forest MinisterGujarati breaking newsGujarati NewsLatest News In GujaratiMP Rajesh ChudasamaMULUBHAI BERANews In Gujarati