Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gir Somnath : Eco Sensitive Zone વિવાદમાં પહેલીવાર કોઈ સાંસદ મેદાને! કહી આ વાત

ઈકો સેન્સેટિવ ઝોનનાં વિરોધમાં પહેલીવાર કોઈ સાંસદ મેદાને (Gir Somnath) સાંસદ રાજેશ ચુડાસમાં ઈકો ઝોન વિરુદ્ધનાં સંમેલનમાં પહોંચ્યા જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠીયાએ પણ સંમેલનમાં હાજરી આપી ઈકો ઝોન મામલે હું ખેડૂતો સાથે હતો અને છુંઃ રાજેશ ચુડાસમા ગીર...
gir somnath   eco sensitive zone વિવાદમાં પહેલીવાર કોઈ સાંસદ મેદાને  કહી આ વાત
Advertisement
  1. ઈકો સેન્સેટિવ ઝોનનાં વિરોધમાં પહેલીવાર કોઈ સાંસદ મેદાને (Gir Somnath)
  2. સાંસદ રાજેશ ચુડાસમાં ઈકો ઝોન વિરુદ્ધનાં સંમેલનમાં પહોંચ્યા
  3. જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠીયાએ પણ સંમેલનમાં હાજરી આપી
  4. ઈકો ઝોન મામલે હું ખેડૂતો સાથે હતો અને છુંઃ રાજેશ ચુડાસમા

ગીર સોમનાથમાં (Gir Somnath) ઈકો સેન્સેટિવ ઝોનનો વિરોધ દિવસેને દિવસે વધી રહ્યો છે. તલાલા મેંગો માર્કેટ ખાતે કિસાન સંઘનાં અધ્યક્ષ સ્થાને ઇકો ઝોન (Eco Zone Dispute) વિરૂદ્ધ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભાજપ પ્રમુખ અને સાંસદ રાજેશ ચુડાસમા, જિલ્લા ભાજપ પ્રમુખ મહેન્દ્ર પીઠીયા (Mahendra Pithiya) સહિત અન્ય કેટલાક નેતાઓ, સરપંચો પહોંચ્યા હતા. અહીં, સાંસદે આ મુદ્દે મૌન તોડયું હતું.

આ પણ વાંચો - Viramgam : 'નરેન્દ્રભાઈ છે ત્યાં સુધી વિકાસકામોમાં 1 રૂપિયો ખૂટે તેમ નથી' : CM

Advertisement

જરૂરી નથી કે હું પ્રત્યક્ષ રહીને જ કામ કરુ : રાજેશ ચુડાસમા

તાલાલા ખાતે યોજાયેલા કિસાન સંઘનાં (Kisan Sangh) કાર્યક્રમમાં સાંસદ રાજેશ ચુડાસમા ઉપસ્થિત રહ્યા હતા અને પોતાની પ્રતિક્રિયા પણ આપી હતી. તેમણે તમામ ખેડૂતોની માફી માંગી હતી અને કહ્યું હતું કે, ઇકો ઝોન મામલે પહેલા પણ ખેડૂતો સાથે હતો અને આજે પણ ખેડૂતો સાથે જ છું. જરુરી નથી કે પ્રત્યક્ષ રહીને જ કામ કરી શકાય. આપણી પાસે સમય ઓછો છે. લેખિતમાં રજૂઆતો કરો સંમેલનમાં સમય ન બગાડો. મે પણ મારા લેવલથી રજૂઆતો કરી છે. સાંસદે (MP Rajesh Chudasama) આગળ કહ્યું કે, મારી પણ વિભાગો અને અધિકારીઓ સાથે આ બાબતે ચર્ચા થઈ છે. આગામી દિવસોમાં આંદોલન કરતા પહેલા ખેડૂતો ઓનલાઈન પોતાની વાંધા અરજી કરે તેવો અનુરોધ તેમણે કર્યો હતો.

Advertisement

આ પણ વાંચો - Rain in Gujarat : રાજકોટ, અમરેલી, નવસારી સહિત આ જિલ્લાઓનો મેઘરાજાએ વારો લીધો! વાંચો સમગ્ર અહેવાલ

જનપ્રતિનિધિઓનો ટેકો નહીં તો મતપેટીમાં જવાબ મળશે : ખેડૂતો

જણાવી દઈએ કે, ઇકો ઝોનનો (Eco Zone Act) વિરોધ દિન પ્રતિદિન વધી રહ્યો છે. ત્યારે તાલાલા (Talala) ખાતે કિસાન સંઘના નેજા હેઠળ તાલાલાના તમામ ગામોનાં સરપંચો, તાલુકા અને જિલ્લા પંચાયતનાં સદસ્યોનું સંમેલન યોજાયું હતું, જેમાં ઇકો ઝોનનાં કાયદા સામે કંઈ રીતે લડવું અને કંઈ રીતે ઇકો ઝોનને પરત ધકેલવા ? આ તમામ મુદ્દાઓ પર વિસ્તારથી ચર્ચા કરવામાં આવી હતી. આ સંમેલનમાં કોઈપણ ભોગે ઈકો ઝોન નહીં લાવવાની માગ ઊઠી હતી. ખેડૂતોએ કહ્યું કે, જનપ્રતિનિધિઓનો ટેકો નહીં તો મતપેટીમાં જવાબ મળશે. આ સાથે એવો પણ દાવો કરાયો હતો કે ઈકો ઝોનનાં જાહેરનામામાં પણ ભેદભાવ કરાયો છે. સિંહોનું હબ ગણાતા મુખ્ય સાસણ-ગીર (Sasan-Gir) ઈકો ઝોનમાંથી બાકાત રખાયા છે અને જ્યાં સિંહો નથી તેવા વિસ્તારોનો ઈકો ઝોનમાં સામેલ કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો - Surat : અકસ્માતમાં વેપારીના મોત મામલે પોલીસનું ચોંકાવનારું નિવેદન! કહ્યું - આરોપી વિરૂદ્ધ અગાઉ..!

Tags :
Advertisement

Related News

featured-img
Top News

Naynaba Jadeja: રોહિત શર્માની જેમ મારા ભાઈ રવિન્દ્ર જાડેજાના નામનું સ્ટેન્ડ બનાવો... નયનાબા જાડેજાએ કરી મોટી માંગ

featured-img
ગાંધીનગર

Amit Shah in Gujarat : આપણી ત્રણેય સેનાએ ઈંટનો જવાબ પથ્થરથી આપ્યો : અમિત શાહ

featured-img
ગાંધીનગર

પાકિસ્તાનમાં 100 કિમી અંદર સુધી જઈને આતંકવાદીઓને માર્યા - Amit Shah

featured-img
ગાંધીનગર

Mehsana : આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલની માતાનું અવસાન, અંતિમ દર્શન કરવા પહોંચ્યા CM ભૂપેન્દ્ર પટેલ

featured-img
Top News

Gandhinagar : કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહનું નિવેદન, Operation Sindoor નું નામકરણ પ્રધાનમંત્રી દ્વારા કરવામાં આવ્યું

featured-img
Top News

Surat: ચોમાસુ વહેલું આવે તેવી શકયતા, પ્રિ-મોન્સૂનની કામગીરીને લઈ મનપા દ્વારા 50 ટકા કામગીરી શરૂ કરી

.

×