Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Ghaziabad : માતા માંગી રહી છે પુત્રનું મોત, Supreme Court એ આપ્યો મોટો નિર્ણય...

Ghaziabad માંથી એક ચોંકાવનારી ઘટના માતાએ કરી એવી માંગ કે સુપ્રીમ કોર્ટ પણ ચોંકી સુપ્રીમ કોર્ટે આ બાબતે આપ્યો મોટો નિર્ણય બાળકના જન્મ પર માતા સૌથી વધુ ખુશ હોય છે. પરંતુ શું માતા તેના પુત્રના મૃત્યુ માટે પ્રાર્થના કરી...
ghaziabad   માતા માંગી રહી છે પુત્રનું મોત  supreme court એ આપ્યો મોટો નિર્ણય
  1. Ghaziabad માંથી એક ચોંકાવનારી ઘટના
  2. માતાએ કરી એવી માંગ કે સુપ્રીમ કોર્ટ પણ ચોંકી
  3. સુપ્રીમ કોર્ટે આ બાબતે આપ્યો મોટો નિર્ણય

બાળકના જન્મ પર માતા સૌથી વધુ ખુશ હોય છે. પરંતુ શું માતા તેના પુત્રના મૃત્યુ માટે પ્રાર્થના કરી શકે છે? અને તે પણ એક પુત્રનો કે જેને તેણે 30 વર્ષનો થયો ત્યાં સુધી તેનો ઉછેર કર્યો. તમે કહેશો કે માતા માટે તેના કાળજા સમાન પુત્ર માટે આવું કરવું અશક્ય છે.

Advertisement

પરંતુ આ વાત સાચી છે, વાસ્તવમાં ગાઝિયાબાદ (Ghaziabad)ના રહેવાસી 30 વર્ષીય હરીશ રાણા 10 વર્ષથી વધુ સમયથી પથારીવશ છે. તેમની માતા નિર્મલા દેવી અને પિતા અશોક રાણાએ તેમને ઈચ્છામૃત્યુ માટે સુપ્રીમ કોર્ટ (Supreme Court)માં અરજી કરી છે. જોકે સુપ્રીમ કોર્ટે (Supreme Court) આ અરજી ફગાવી દીધી છે. પોતાના આદેશમાં ચીફ જસ્ટિસ ડીવાય ચંદ્રચુડ, જસ્ટિસ જેબી પારડીવાલા અને જસ્ટિસ મનોજ મિશ્રાની બેન્ચે એડિશનલ સોલિસિટર જનરલ ઐશ્વર્યા ભાટીને આ મામલે સરકાર સાથે ચર્ચા કરવા અને હરીશની સારવાર માટે કોઈ સરકારી સમર્થન છે કે કેમ તે માટે કહ્યું છે.

Advertisement

આ પણ વાંચો : Andhra Pradesh માં એક કંપનીમાં રિએક્ટરમાં વિસ્ફોટ, 4 ના મોત, 20 થી વધુ લોકો ઘાયલ...

કોર્ટે આ આદેશ આપ્યો હતો...

કોર્ટે પૂછ્યું છે કે શું કોઈ સંસ્થા હરીશની સારવાર કરાવી શકે છે. કોર્ટે એડિશનલ સોલિસિટર જનરલને આ અંગે રિપોર્ટ દાખલ કરવાનો નિર્દેશ આપ્યો છે. કોર્ટે પોતાના આદેશમાં સ્પષ્ટપણે કહ્યું હતું કે હરીશની ફૂડ પાઇપ હટાવીને તેનું મૃત્યુ ન થઈ શકે. કોર્ટે કહ્યું કે ફૂડ પાઈપ હટાવ્યા પછી તે ભૂખે મરી જશે અને નિયમ મુજબ તે આવો આદેશ આપી શકે નહીં. કોર્ટે કેન્દ્ર સરકારને હરીશની કાળજી લેવા માટે કોઈ ઉપાય સૂચવવા કહ્યું છે.

Advertisement

આ પણ વાંચો : UP સરકારનો મોટો નિર્ણય, સરકારી કર્મચારીને કરવું પડશે આ કામ નહીં તો અટકી જશે પ્રમોશન...

શું છે સમગ્ર મામલો...

રજૂ કરાયેલી અરજી અનુસાર, લગભગ 10 વર્ષ પહેલા હરીશ ચંદીગઢમાં તેના પીજીના ચોથા માળેથી જમીન પર પડ્યો હતો. તે ચંદીગઢની એક કોલેજમાં એન્જિનિયરિંગ કરી રહ્યો હતો. પડી ગયા બાદ તેને માથામાં ગંભીર ઈજા થઈ હતી અને તેનું મગજ અને શરીર લકવાગ્રસ્ત થઈ ગયું હતું. હવે તે છેલ્લા દસ વર્ષથી પથારીવશ છે અને તેના શરીરમાં ખાવા અને શૌચ કરવા માટે બે પાઇપ નાખવામાં આવી છે. અરજીમાં સુપ્રીમ કોર્ટ (Supreme Court)ને કહેવામાં આવ્યું હતું કે હરીશની સારવાર કરાવવા માટે માતા-પિતાએ તેમની જમીન વેચી દીધી અને અત્યાર સુધી તેમની તમામ બચતનું રોકાણ કરી દીધું છે.

આ પણ વાંચો : 'ગલતી સે મિસ્ટેક હો ગઈ!', Bharat Bandh દરમિયાન SDM સાહેબને જ પોલીસે ધોઈ નાખ્યા... Video Viral

Tags :
Advertisement

.