Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

પાંચ સિક્સ આપી, કાર્ટૂન શેર કર્યું, હવે માફી માંગવી પડી

IPL 2023 માં ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) ની ટીમનો ખેલાડી યશ દયાલ (Yash Dayal) એક જ ઓવરમાં 5 છક્કા આપીને ચર્ચામાં આવ્યો હતો. એકવાર ફરી તેણે કઇંક એવું કર્યું છે જેના કારણે તે ચર્ચાનો વિષય બન્યો છે. યશ દયાલે તેના...
07:44 PM Jun 05, 2023 IST | Hardik Shah

IPL 2023 માં ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans) ની ટીમનો ખેલાડી યશ દયાલ (Yash Dayal) એક જ ઓવરમાં 5 છક્કા આપીને ચર્ચામાં આવ્યો હતો. એકવાર ફરી તેણે કઇંક એવું કર્યું છે જેના કારણે તે ચર્ચાનો વિષય બન્યો છે. યશ દયાલે તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર કંઈક એવું પોસ્ટ કર્યું હતું, જેના માટે તેને ચાહકોના ગુસ્સાનો સામનો કરવો પડ્યો હતો. મામલો આગળ વધતો જોઈને તેણે બાદમાં માફી માંગી માગવી પડી છે.

એક કાર્ટૂન શેર કરી ફસાયા યશ દયાલ

IPLમાં ઉત્તર પ્રદેશ અને ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર યશ દયાલ છેલ્લી ઓવરમાં રિંકુ સિંઘને 5 સિક્સ આપ્યા બાદ હેડલાઇન્સમાં આવ્યો હતો. હવે યશ સોશિયલ મીડિયા પર એક કાર્ટૂન શેર કરીને વિવાદમાં ફસાઈ ગયો છે. જણાવી દઇએ કે, સોમવારે તેણે સોશિયલ મીડિયા પોસ્ટમાં લવ જેહાદ પર એક કાર્ટૂન શેર કર્યું હતું. જે બાદ હોબાળો થયો હતો. જોકે તેણે સોશિયલ મીડિયા પરથી તેને હટાવ્યા બાદ માફી માંગી લીધી છે. જણાવી દઇએ કે, આ દિવસોમાં સોશિયલ મીડિયા પર લવ જેહાદનો મુદ્દો જોરશોરથી ચાલી રહ્યો છે. જેના કારણે ચોક્કસ ધર્મને નિશાન બનાવીને વિવિધ પ્રકારના મીમ્સ અને પોસ્ટ વાયરલ થાય છે. આ દરમિયાન યશ દયાલ પણ તેની સાથે જોડાયેલી તસવીર શેર કરીને ખરાબ રીતે ફસાઈ ગયો છે. બોલરે શેર કરેલી તસવીરમાં એક યુવકે બિન-સમુદાયની યુવતી સાથે પ્રેમ સંબંધ રાખવાનો પ્રસ્તાવ મૂક્યો છે.

વિવાદ વધતા માંગી માફી

આ સાથે તસવીરમાં એવું પણ બતાવવામાં આવ્યું હતું કે, આ યુવક અગાઉ પણ ઘણી યુવતીઓને છેતરી ચૂક્યો છે. બસ આ કર્યા બાદ, તેની આ પોસ્ટને લઈને સોશિયલ મીડિયા પર હંગામો મચી ગયો હતો. પાકિસ્તાન તરફથી પણ રિએક્શન આવવા લાગ્યા, જે બાદ યશ દયાલે લવ જેહાદ સ્ટોરી ડિલીટ કરીને માફી માંગવી પડી. તો બીજી તરફ કેટલાક યુઝર્સ પણ પ્લેયરને સપોર્ટ કરતા જોવા મળ્યા હતા. યશની પોસ્ટ શેર થયા બાદ ઘણા લોકોએ તેની પોસ્ટના સ્ક્રીનશોટ લીધા હતા. આ પછી, યશે ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર તેની માફી લખી અને કહ્યું- મિત્રો, હું પહેલાની સ્ટોરી માટે માફી માંગુ છું. આ ભૂલથી પોસ્ટ કરવામાં આવી હતી. મહેરબાની કરીને નફરત ન ફેલાવો... મને દરેક સમુદાય અને સમાજ માટે આદર છે.

કેવી રહી યશ દયાલની કારકિર્દી?

નોંધપાત્ર રીતે, યશ દયાલ એવા બોલર બન્યા જેણે ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સિઝનમાં સૌથી શરમજનક રેકોર્ડ હાંસલ કર્યો. લીગની 13મી મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સની ટીમ ગુજરાત ટાઈટન્સ સામે હતી, આ મેચમાં કોલકાતાને છેલ્લી ઓવરમાં જીતવા માટે 30 રનની જરૂર હતી, આ પ્રસંગે યશ દયાલ બોલિંગ કરી રહ્યો હતો અને તેની સામે રિંકુ સિંહ હતો. તે પછી જે થયું તે ઈતિહાસના પાનામાં લખાઈ ગયું કારણ કે ડાબા હાથના બેટ્સમેને છેલ્લા 5 બોલમાં 5 સિક્સર ફટકારીને KKRને ઐતિહાસિક જીત અપાવી. જો યશની કારકિર્દીની વાત કરીએ તો યશ દયાલની ક્રિકેટ કારકિર્દીમાં, આ ખેલાડીનું ભારતીય સ્થાનિક સર્કિટમાં સારું નામ છે, તેણે IPL 2022માં IPLમાં ડેબ્યૂ કર્યું હતું. સારી પ્રથમ સિઝન પછી, ફ્રેન્ચાઇઝીએ તેને આ વર્ષે પણ તક આપી હતી, પરંતુ રિંકુ સિંહ સામેની મેચમાં તેની હાલત બગડી હતી. આંકડાઓની વાત કરીએ તો યશ દયાલે અત્યાર સુધી 14 IPL મેચોમાં 10ના ઈકોનોમી રેટ સાથે 13 વિકેટ ઝડપી છે.

આ પણ વાંચો - આ છે Dhoni નો જબરો ફેન, પોતાના લગ્નના કાર્ડ પર છપાવી માહીની તસવીર

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Gujarat TitansIPL 2023Social MediaYash DayalYash Dayal Apologized
Next Article