Top Newsરાષ્ટ્રીયએક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિમનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

આઉટ ઓફ ફોર્મ રોહિત શર્માને ગાવસ્કરની સલાહ, કહ્યું- વિરાટ કોહલીની જેમ આ કામ કરશો તો મળશે સફળતા

પાંચ વખતની ચેમ્પિયન અને રોહિત શર્માની કેપ્ટન્સીવાળી મુંબઈ ઈન્ડિયન્સને મંગળવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સના હાથે 55 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. 208 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાતની ટીમ 20 ઓવરમાં નવ વિકેટે 152...
08:44 AM Apr 27, 2023 IST | Hardik Shah

પાંચ વખતની ચેમ્પિયન અને રોહિત શર્માની કેપ્ટન્સીવાળી મુંબઈ ઈન્ડિયન્સને મંગળવારે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સના હાથે 55 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. 208 રનના વિશાળ લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી ગુજરાતની ટીમ 20 ઓવરમાં નવ વિકેટે 152 રન જ બનાવી શકી હતી. ગુજરાતમાં આવેલા અફઘાનિસ્તાનની સ્પિન જોડી નૂર અહેમદે 37 રનમાં ત્રણ અને રાશિદ ખાને 27 રનમાં બે વિકેટ ઝડપી હતી. મુંબઈની બેટિંગ આ સિઝનમાં ઘણી મેચોમાં ફ્લોપ રહી છે અને હવે ભૂતપૂર્વ બેટ્સમેન સુનીલ ગાવસ્કરે રોહિત શર્માને ફોર્મમાં પાછા ફરવા માટે જરૂરી સલાહ આપી છે.

રોહિતે ગુજરાત સામે આઠ બોલમાં બે રન બનાવ્યા હતા. ગાવસ્કર કહે છે કે રોહિતે સમય કાઢીને ક્રિકેટમાંથી બ્રેક લેવો જોઈએ. ગાવસ્કરે સૂચવ્યું કે રોહિતે આગામી વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) ફાઈનલ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. ગાવસ્કરે કહ્યું છે કે મુંબઈનો સુકાની પહેલા કરતા થોડો વ્યસ્ત દેખાઈ રહ્યો છે. ગાવસ્કરે કહ્યું- હું મુંબઈ ઈન્ડિયન્સના બેટિંગ ક્રમમાં કેટલાક ફેરફાર જોવા ઈચ્છું છું. સાચું કહું તો હું એમ પણ કહીશ કે રોહિતે પણ થોડો સમય બ્રેક લેવો જોઈએ અને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે પોતાને ફિટ રાખવો જોઈએ. મુંબઈની છેલ્લી કેટલીક મેચો માટે તે ફરી પાછો આવી શકે છે પરંતુ હાલ તેણે પોતાને થોડો આરામ આપવો જોઈએ.

ગાવસ્કરે કહ્યું- રોહિત થોડો ચિંતિત દેખાઈ રહ્યો છે. તે આ તબક્કે WTC ફાઈનલ વિશે વિચારી શકે છે. હું વધારે જાણતો નથી, પરંતુ હું માનું છું કે તેને હવે વિરામની જરૂર છે અને છેલ્લી ત્રણ કે ચાર મેચો માટે મુંબઈની ટીમમાં પાછા ફરે જેથી તે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલ માટે તૈયાર હોય. રોહિતે હવે આ IPL સિઝનમાં સાત મેચમાં 25.86ની એવરેજ અને 135.07ની સ્ટ્રાઈક રેટથી 181 રન બનાવ્યા છે. જેમાં માત્ર એક અડધી સદીનો સમાવેશ થાય છે.

કોહલીએ ગયા વર્ષે પણ બ્રેક લીધો હતો
ભારતના ભૂતપૂર્વ કેપ્ટન વિરાટ કોહલીએ ગયા વર્ષે ખરાબ ફોર્મને કારણે ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો. કોહલીએ ઘણી વખત માનસિક સ્વાસ્થ્ય વિશે વાત કરી છે અને તેના ખરાબ ફોર્મ દરમિયાન તેની સાથે શું ખોટું થયું તે સમજાવ્યું છે. કોહલીએ ગયા વર્ષે એક ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું - હું ચોક્કસપણે ખૂબ જ હળવો અનુભવું છું. તે માત્ર કામનો બોજ જ ન હતો, પરંતુ અન્ય વસ્તુઓ પણ બની રહી હતી, જેણે મને તે સ્થિતિ પર ધકેલી દીધો.

બ્રેક વિશે કોહલીએ શું કહ્યું?
કોહલીએ કહ્યું- ક્રિકેટમાંથી બ્રેક દરમિયાન મેં ઘણું શીખ્યું. હું વસ્તુઓને માત્ર એક દ્રષ્ટિકોણથી જોઈ રહ્યો હતો. તમે જુસ્સાથી રમો છો, તમે ખૂબ હૃદયથી રમો છો, પરંતુ બહારની ધારણા સમાન નથી. લોકો તેની કિંમત સમજી શકતા નથી. ભારતે મંગળવારે ઓસ્ટ્રેલિયા સામે WTC ફાઈનલ માટે તેની ટીમની જાહેરાત કરી હતી, જેમાં અજિંક્ય રહાણેની વાપસી જોવા મળી હતી. રહાણે આ સિઝનમાં ચેન્નાઈ સુપર કિંગ્સ તરફથી રમતા શાનદાર ફોર્મમાં છે.

ઓસ્ટ્રેલિયા સામેની WTC ફાઈનલ માટે ભારતીય ટીમઃ રોહિત શર્મા (c), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, અજિંક્ય રહાણે, KL રાહુલ, KS ભરત (wk), રવિચંદ્રન અશ્વિન, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ. શમી, મોહમ્મદ. સિરાજ, ઉમેશ યાદવ, જયદેવ ઉનડકટ.

આ પણ  વાંચો – IPL 2023 PLAYOFF SCENARIO: 7 મેચ પૂર્ણ, 7 બાકી, 10 ટીમો માટે પ્લેઓફનો રસ્તો કેવો?

ગુજરાત ફર્સ્ટ તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે
ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

અહેવાલ - રવિ પટેલ

Tags :
IPL 2023MI Captain Rohit SharmaOut of form Rohit Sharmarohit sharmasunil gavaskarsunil gavaskar on virat kohli
Next Article