ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

રાજકોટના ગૌરાંગ પુરોહિતએ No Drugs Campaign માટે 20,050 ફૂટ ઊંચે લહેરાવ્યો ત્રિરંગો

No Drugs Campaign: ભારત આજે વિશ્વગુરુ તરીકે પોતાની આગવી ઓળખ ધરાવે છે જેમાં ઐતહાસિક સમયથી ભારત નિર્માણમાં ગુજરાતની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. જેમાં ગુજરાતીઓ વધુ એક પરાક્રમ જોડ્યુ હતું કે, જેમાં રાજકોટના ઉપલેટાના વતની ગૌરાંગ પુરોહિત ઉપરાંત 12 સાહસિક યુવાઓની...
04:41 PM Jun 13, 2024 IST | VIMAL PRAJAPATI
Gaurang Purohit (No Drugs Campaign)

No Drugs Campaign: ભારત આજે વિશ્વગુરુ તરીકે પોતાની આગવી ઓળખ ધરાવે છે જેમાં ઐતહાસિક સમયથી ભારત નિર્માણમાં ગુજરાતની ભૂમિકા મહત્વપૂર્ણ રહી છે. જેમાં ગુજરાતીઓ વધુ એક પરાક્રમ જોડ્યુ હતું કે, જેમાં રાજકોટના ઉપલેટાના વતની ગૌરાંગ પુરોહિત ઉપરાંત 12 સાહસિક યુવાઓની ટીમ દ્વારા તારીખ 11 જૂનના રોજ ખુબ મુશ્કેલ ગણાતા પીર પંજાલ રેન્જ સ્થિત હિમાચલમાં આવેલા માઉન્ટ યુનમ કે જેની ઊંચાઈ 20,050 ફૂટ છે. જેમા દુર્ગમ ચઢાણ અને અત્યંત નીચા તાપમાનનો સામનો કરી NO DRUGS CAMPAIGN ઉપક્રમે ગુજરાતના યુવાનોની ટીમે સફળતાપૂર્વક આરોહણ કરીને તેના પર તિરંગો લહેરાવ્યો હતો.

યુવાઓને આપવામાં આવી હતી 2 મહિનાની કઠોર તાલીમ

ઇન્વિન્સિબલ એન.જી.ઓ ભારતનું સૌથી મોટું ટ્રેકિંગ અને એડવેન્ચર ઓર્ગેનાઇઝેશન છે. જેના દ્વારા આ યુવાઓને 2 મહિનાની કઠોર તાલીમ આપવામાં આવી હતી કે જેમાં દરરોજ 5 કિમીનું રનીંગ, સામાન સાથે ચઢ ઉતરની પ્રેક્ટિસ અને યોગ પ્રાણાયામનો અભ્યાસ ,ટ્રેકિંગ અને પર્વતારોહણનો આગવો અનુભવ ધરાવતા પ્રતિયોગીઓની પસંદગી કરવામાં આવી હતી. આ ઉપરાંત વિડિયો લેક્ચર દ્વારા ટેકનિકલ તાલીમ આપવામાં આવી હતી અને ત્યાર બાદ શારીરિક કસોટીના આધારે તેઓની પસંદગી કરવામાં આવી હતી.

સાહસિક યુવાનાએ ત્રિરંગો લહેરાવી દેશનું ગૌરવ વધાર્યું

તારીખ 05 જૂનના રોજ મુશ્કેલ ગણાતા માઉન્ટ યનમ તરફ પ્રયાણ કર્યું હતું. તારીખ 11 જૂન ના રોજ સમિટ કરી 20,300 ફૂટની ઊંચાઈએ તિરંગો લહેરાવ્યો હતો તથા ઇન્વિન્સિબલ એન.જી.ઓ છેલ્લા કેટલાક વર્ષોથી ચાલી રહેલા ડ્રગ્સના દૂષણને નાબૂદ કરવા રાત દિવસ પ્રયત્નો કરી રહી છે. જેના માટે NO DRUGS CAMPAIGN નો મેસેજ આપ્યો હતો જેથી યુવાઓમાં ડ્રગ્સ માટેની જાગૃતતા વધે માટે સમગ્ર ટીમને ઇન્વિન્સિબલ એન.જી.ઓ દ્વારા સ્પોન્સર કરવામાં આવી હતી. આ 13 સાહસિક યુવાની ટીમમાથી ગૌરાંગ પુરોહિત ઉપરાંત જયપાલસિંહ ભાટી, સોહેલ મુસલા, ધ્રુવિલ ડાભી ,ધ્રુવિન ધારાણી એ ત્રિરંગો લહેરાવી દેશનું ગૌરવ વધાર્યું હતું. ઇન્વિન્સિબલના આ પર્વતારોહકોનુ No Drugs Campaign અભિયાન ખૂબ જ પ્રશંસનીય છે.

ઉપલેટાના વતની ગૌરાંગ પુરોહિતે 11 જૂનના રોજ હિમાચલ પ્રદેશમાં આવેલ માઉન્ટ યુનમ, જેની ઊંચાઈ 20,050 ફૂટ છે, તે સફળતાપૂર્વક આરોહણ કરી અને તેનાં શિખરે તિરંગો લહેરાવ્યો હતો. આ યુવાને ઉપલેટા નું તેમજ સમગ્ર ગુજરાત નું ગૌરવ વધાર્યું. આ કાર્ય ઇન્વિન્સિબલ એન.જી.ઓ દ્વારા સ્પોન્સર કરવામાં આવ્યો હતો.

આ પણ વાંચો: ACB Gujarat : કેપ્ટન અજય ચૌહાણ એવિએશન કંપનીનો માલિક હોવાનો ઘટસ્ફોટ

આ પણ વાંચો:  Sabarkantha : આખલાએ મહિલાને અડફેટે લીધા બાદ સ્થાનિકોની ઘાસચારો વેચનાર સામે લાલઆંખ

આ પણ વાંચો: Rath Yatra : 147 મી રથયાત્રામાં અવનવા સ્ટંટ કરવા કરતબબાજોની તૈયારીઓ શરૂ

Tags :
Gaurang PurohitGaurang Purohit RajkotGujarari NewsGujarati Local NewsGujarati Samacharlatest newslocal newsMount YunamMount Yunam in HimachalNo Drugs CampaignRAJKOTRajkot NewsVimal Prajapati
Next Article