Top Newsરાષ્ટ્રીય.એક્સક્લુઝીવઆંતરરાષ્ટ્રીય
ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
ધર્મ ભક્તિ.મનોરંજનબિઝનેસસ્પોર્ટ્સટેક & ઓટોઓલમ્પિક 2024લાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

ગુજરાત યુનિવર્સિટીના હોસ્ટેલ કેમ્પસમાં ગાંજાના છોડ મળતાં ખળભળાટ

અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી (Gujarat University)માં ગાંજાના છોડ (Ganja plants) મળતાં ચકચાર મચી ગઇ છે. એનએસયુઆઇ દ્વારા યુનિવર્સિટી હોસ્ટેલ કેમ્પસમાં ગાંજાના છોડ હોવાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટી હોસ્ટેલ કેમ્પસમાં ગાંજાની ખેતી થતી હોવાનો એનએસયુઆઇ દ્વારા ચોંકાવનારો આક્ષેપ કરાયો છે. સમગ્ર...
07:51 PM Aug 07, 2023 IST | Vipul Pandya
અમદાવાદની ગુજરાત યુનિવર્સિટી (Gujarat University)માં ગાંજાના છોડ (Ganja plants) મળતાં ચકચાર મચી ગઇ છે. એનએસયુઆઇ દ્વારા યુનિવર્સિટી હોસ્ટેલ કેમ્પસમાં ગાંજાના છોડ હોવાનો પર્દાફાશ કરવામાં આવ્યો છે. યુનિવર્સિટી હોસ્ટેલ કેમ્પસમાં ગાંજાની ખેતી થતી હોવાનો એનએસયુઆઇ દ્વારા ચોંકાવનારો આક્ષેપ કરાયો છે. સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી અને એફએસએલ દ્વારા તપાસ શરુ કરાવી હતી.
ગાંજાના 2 છોડ મળી આવ્યા
અમદાવાદની ગુજરાત યુનિવર્સિટીમાં હોસ્ટેલ કેમ્પસમાં આવેલા ડી બ્લોકમાંથી ગાંજાના છોડ હોવાનો એનએસયુઆઇ દ્વારા આરોપ લગાવાતા ખળભળાટ મચી ગયો હતો.  હોસ્ટેલ કેમ્પસમાં ગાંજાના 2 છોડ મળી આવ્યા છે. સમગ્ર કેમ્પસમાં ગાંજાના અન્ય છોડ પણ હોવાનો આરોપ લગાવાતા દોડધામ મચી ગઇ હતી. એનએસયુઆઇએ આરોપ લગાવ્યો હતો કે અગાઉ રાજકોટની મારવાડી યુનિવર્સિટીમાં પણ ગાંજાની ખેતી પકડાઇ હતી પણ તેમાં કોઇ કાર્યવાહી કરાઇ ન હતી. વિદ્યાના ધામમાં આ પ્રકારે કોણ ગાંજાની ખેતી કરી રહ્યું છે તે તપાસનો વિષય છે. એનએસયુઆઇએ આ મામલે સરકાર દ્વારા જવાબદાર સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ કરી હતી.
પોલીસ તપાસ શરુ
ઘટનાની જાણ થતાં પોલીસ પણ સ્થળ પર પહોંચી હતી. ગાંજા પ્રકરણમાં પીઆઇ વી જે જાડેજાએ કહ્યું કે   યુનિવર્સિટી બ્લોક વોર્ડને પોલીસ સ્ટેશનમાં ગાંજા અંગે જાણ કરી હતી જેથી પોલીસની ટીમ સ્થળ પર પહોંચી હતી. પોલીસ તપાસમાં પ્રાથમિક તબક્કે શંકાસ્પદ છોડ જોવા મળ્યો છે.  એફએસએલ ટીમ દ્વારા પણ તપાસ શરુ કરાઇ છે અને જરુર પડ્યે હોસ્ટેલમાં પણ તપાસ કરવામાં આવશે.
આ પણ વાંચો---મહેમદાવાદના રુદન ગામમાં ગોળી મારી ઢેલની હત્યા
Tags :
AhmedabadGanja plantsGujarat universitypolice
Next Article