Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇને લવાયો ગુજરાત, ડ્રગ્સ કેસમાં ઝીણવટભરી તપાસ શરુ

પંજાબના ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યામાં સંડોવાયેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇને મંગળવારે ગુજરાત લવાયો છે.  ડ્રગ્સ કેસમાં લોરેન્સ બિશ્નોઇની સંડોવણી જણાતા તેને ગુજરાત લવાયો છે અને મંગળવારે તેને નલીયાની કોર્ટમાં રજૂ કરાયો હતો. ગુજરાત એટીએસ સહિત એજન્સીઓ સમગ્ર મામલાની તપાસ કરી રહી...
ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇને લવાયો ગુજરાત  ડ્રગ્સ કેસમાં ઝીણવટભરી તપાસ શરુ
પંજાબના ગાયક સિદ્ધુ મુસેવાલાની હત્યામાં સંડોવાયેલા ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇને મંગળવારે ગુજરાત લવાયો છે.  ડ્રગ્સ કેસમાં લોરેન્સ બિશ્નોઇની સંડોવણી જણાતા તેને ગુજરાત લવાયો છે અને મંગળવારે તેને નલીયાની કોર્ટમાં રજૂ કરાયો હતો. ગુજરાત એટીએસ સહિત એજન્સીઓ સમગ્ર મામલાની તપાસ કરી રહી છે.
ડ્રગ્સ કેસની તપાસ
જુન 2022માં ઝડપાયેલા ડ્રગ્સમાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઇની સંડોવણી જણાઇ હતી, જેથી તેને ગુજરાત લવાયો હતો. મંગળવારે તેને અધિકારીઓએ નલીયા કોર્ટમાં રજૂ કરતાં અદાલતે લોરેન્સની કસ્ટડી ગુજરાત પોલીસને સોંપી હતી. લોરેન્સ બિશ્નોઇને ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નલીયાની કોર્ટમાં રજૂ કરાયો હતો. હવે તેને ફરીથી રિમાન્ડ માટે અદાલત સમક્ષ રજૂ કરાશે.
ડ્રગ્સ કેસમાં બિશ્નોઇ ગેંગનું કનેક્શન
ઉલ્લેખનિય છે કે સરહદી જીલ્લા કચ્છમાં લોરેન્સ બિશ્નોઇની હાજરી હોવાનું ડ્રગ્સ કેસની તપાસમાં ખુલ્યું હતું. ડ્રગ્સ કેસમાં બિશ્નોઇ ગેંગનું કનેક્શન જણાતા તપાસ એજન્સીઓ પણ ચોંકી ઉઠી હતી. જુન 2022માં કચ્છના દરીયા કિનારેથી મોટા પ્રમાણમાં ડ્રગ્સનો જથ્થો ઝડપાયો હતો. ડ્રગ્સને પાકિસ્તાનથી કચ્છના દરીયા કિનારેથી ભારતમાં ઘુસાડવાનો પ્રયાસ કરાયો હતો. ગુજરાત  ATS દ્વારા આ કેસમાં છ વ્યક્તિને ઝડપી પણ લેવામાં આવ્યા હતા.
વિવિધ મુદ્દાની થશે તપાસ
રિમાન્ડ બાદ જ્યારે લોરેન્સની પૂછપરછ કરાશે ત્યારે ડ્રગ્સ કેસમાં સનસનીખેજ ખુલાસા થઇ શકે છે. અત્યાર સુધી કેટલો માદક પદાર્થ કચ્છના દરિયાકિનારેથી ઘુસાડાયો છે અને અન્ય કોણ કોણ સંડોવાયેલું છે તે સહિતના વિવિધ મુદ્દા પર તપાસ કરવામાં આવી રહી છે. ઉલ્લેખનિય છે કે સિદ્ધુ મુસેવાલાની હત્યામાં ઉપયોગમાં લેવાયેલા હથિયાર પાકિસ્તાનથી ડ્રોન મારફતે પંજાબ મોકલાયા હતા અને તે ખુલાસો તપાસમાં સુરક્ષા એજન્સીઓએ કર્યો હતો. આ રીતે ડ્રગ્સ ઉપરાંત હથિયારો પણ કચ્છ સરહદેથી લવાયા હતા કે કેમ તેની તપાસ પણ કરાય તેવી શક્યતા છે.  ગુજરાત એટીએસ સમગ્ર મામલાની તપાસ કરશે ત્યારે સેન્ટ્રલ એજન્સીઓ પણ હાજર રહે તેવી શક્યતા છે.
Advertisement
Tags :
Advertisement

.