GangRape : નરાધમો હાલ પણ ફરાર, પકડવા માટે AI નો ઉપયોગ, માહિતી આપનારને લાખોનું ઇનામ!
- સુરતની યુવતી સાથે પુણે ખાતે ગેંગરેપનો (GangRape) મામલો
- બોપદેવ ઘાટ ગેંગરેપની ઘટનામાં આરોપીઓ હાલ પણ ફરાર
- નરાધમોની માહિતી આપનારને રૂ. 10 લાખનાં ઇનામની જાહેરાત
- પોલીસ દ્વારા આરોપીઓને શોધવા માટે AI ટેકનોલોજીનો ઉપયોગ
સુરતની (Surat) યુવતી સાથે પુણે (Pune) ખાતે થયેલ ગેંગરેપની (GangRape) ઘટનામાં મોટા સમાચાર આવ્યા છે. આ ગુનામાં આરોપીઓ હજી પણ પોલીસ પકડથી દૂર છે. ત્યારે નરાધમોને પકડવા માટે પોલીસ દ્વારા AI ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સાથે જ આરોપીઓની માહિતી આપનારને રૂ. 10 લાખનાં ઇનામની જાહેરાત પણ કરવામાં આવી છે.
આ પણ વાંચો -Gandhinagar : BJP નાં તમામ ધારાસભ્યો, સાંસદોને અચાનક કમલમનું તેડું! CR પાટીલ સાથે બેઠક
બોપદેવ ઘાટ ગેંગરેપની ઘટનામાં આરોપીઓ હાલ પણ ફરાર
મહારાષ્ટ્રનાં (Maharashtra) પુણેનાં બોપદેવ ઘાટ ખાતે કારમાં આવેલા ત્રણ ઇસમો દ્વારા સુરતની 21 વર્ષની યુવતી સાથે ગેંગરેપ (GangRape) કરવામાં આવ્યો હતો. યુવતી તેના મિત્ર સાથે કોંઢવાનાં બોપદેવ ઘાટ (Bopdev Ghat) ખાતે ફરવા માટે આવી હતી. તે દરમિયાન આ ક્રૂર ઘટના બની હતી. આ ઘટનાએ સમગ્ર ગુજરાતને હચમચાવી દીધુ છે. ત્યારે પોલીસ દ્વારા પણ આરોપીઓને પકડવા માટે તજવીજ હાથ ધરાઈ છે. પરંતુ, તેમ છતાં હજી સુધી આરોપીઓ પોલીસ પકડથી દૂર છે. ગેંગરેપનાં આરોપીઓને પકડવા માટે પોલીસે અલગ અલગ ટીમ બનાવી છે. સાથે AI ટેક્નોલોજીનો (AI Technology) ઉપયોગ પણ કરાઈ રહ્યો છે.
આ પણ વાંચો -Aravalli : રામપુરી ગામે મોડી રાતે ઘરમાં સૂતી હતી મહિલા, અચાનક આવ્યો અજાણ્યો શખ્સ અને...!
- સુરતની યુવતી સાથે પુણેમાં થયેલ ગેંગરેપનો મામલો
- બોપદેવ ઘાટ ખાતે ગેંગરેપની ઘટનામાં આરોપીઓ હાલ પણ ફરાર
- નરાધમોની માહિતી આપનારને રૂ. 10 લાખનાં ઇનામની જાહેરાત
- પોલીસ દ્વારા આરોપીઓને શોધવા AI ટેકનોલોજીનો ઉપયોગ
- મિત્ર સાથે આવેલી યુવતીનું અપહરણ કરી 3 લોકોએ દુષ્કર્મ આચર્યું
-…— Gujarat First (@GujaratFirst) October 8, 2024
AI ટેકનોલોજીનો ઉપયોગ, માહિતી આપનારને રૂ. 10 લાખનું ઇનામ
માહિતી મુજબ, પોલીસ દ્વારા અત્યાર સુધીમાં 200 જેટલા શકમંદોની પૂછપરછ કરવામાં આવી છે. ક્રાઈમ સીનથી 70 થી 80 કિમી સુધીનાં એરિયાની સઘન તપાસ કરાઈ છે. સાથે જ 3 હજાર જેટલા ફોન ડેટા અને 100 જેટલા સ્થળોના સીસીટીવી ફૂટેજની (CCTV Cameras) ચકાસણી પણ કરવામાં આવી છે. ત્યારે હવે ગેંગરેપનાં આરોપીઓની માહિતી આપનારને રૂ. 10 લાખનાં ઇનામની જાહેરાત પણ કરવામાં આવી છે. જણાવી દઈએ કે, આરોપીઓએ યુવતીનાં મિત્રને બંધક બનાવી યુવતીનું અપહરણ કરી કારમાં ગેંગરેપ (GangRape) આચર્યું હતું.
આ પણ વાંચો - Ahmedabad : તંત્ર અને કોન્ટ્રાક્ટરનાં પાપે 3 વર્ષની માસૂમ બાળકીએ જીવ ગુમાવ્યો! પોલીસ સામે પણ ગંભીર આક્ષેપ