Ganeshotsav : દરિયાની ખાસ માટીથી બને છે ભગવાન ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ, જાણો તેના વિશે
આખું વર્ષ જેની આતુરતાથી રાહ જોવાતી હોય છે એવા ગણેશોત્સવને (Ganeshotsav) હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. 7 સપ્ટેમ્બરના રોજ ગણેશ ચતુર્થીના દિવસે ભક્તો પોતાનાં ઘરે, ઓફિસો, સોસાયટીમાં ગણેશજીનું સ્થાપન કરી પૂજા-અર્ચના કરશે. હવે, સમયની સાથે લોકોમાં પર્યાવરણને લઈ જાગૃતિ વધી છે અને આથી ઇકો ફ્રેન્ડલી મૂર્તિ ખરીદનાર ગ્રાહકો વધ્યા છે. સાથે જ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવનાર કારીગર સાથે ગુજરાત ફર્સ્ટની (Gujarat First) ટીમે મુલાકાત કરી હતી અને કેવી રીતે અને કંઈ માટીથી ભગવાનની મૂર્તિ બને છે તે જાણવાનો પ્રયાસ કર્યો હતો.
ગણેશ ચતુર્થીનાં (Ganesh Chaturthi) પવિત્ર દિવસે ભક્તો પોતાનાં ઘરે ભગવાન ગણેશજીની મૂર્તિની સ્થાપના કરે છે. અમદાવાદમાં ઇકો ફ્રેન્ડલી મૂર્તિ બનાવનાર કારીગરે જણાવ્યું કે, ભાવનગરનાં (Bhavnagar) દરિયામાંથી વિશેષ ચીકણી માટીથી આ મૂર્તિઓનું નિર્માણ કરવામાં આવે છે. ખાસ આ માટી એટલા માટે વિશેષ હોય છે કેમ કે તે દરિયાની નીચેથી આ માટી લાવવામાં આવે છે અને મૂર્તિ બનાવવા માટે આકરા આપવામાં પણ સહેલાઈથી આકાર સાથે અદભૂત મૂર્તિ તૈયાર થાય છે. વિસર્જન કરવા માટે પણ ઘરની પાસેના જ કુંડમાં વિસર્જન કરો તો 4 ફૂટની મૂર્તિ પણ માત્ર 15 થી 20 જ મિનિટમાં વિસર્જિત થઈ જાય છે તે તેની ખાસિયત છે.
આ પણ વાંચો - Banaskantha : જૈન સાધ્વીજીની છેડતીનાં પ્રયાસનો મામલો, 24 કલાક પછી પણ આરોપીઓની નહીં મળી ભાળ
ઇકો ફ્રેન્ડલી મૂર્તિઓની વધતી જતી માગ
માન્યતા મુજબ, ભગવાનને જ્યારે વિસર્જિત કરો ત્યારે તે સંપૂર્ણ વિસર્જિત થઈ જવા જોઈએ... એટલે કે પાણીમાં સંપૂર્ણ વિસર્જન થાય તે શાસ્ત્રોક્ત રીતે ખૂબ જરૂરી છે. તે માટે પણ ઇકો ફ્રેન્ડલી મૂર્તિ જરૂરી છે. બીજી તરફ પહેલા લોકો 'પ્લાસ્ટર ઓફ પેરિસ'ની મૂર્તિ બનાવતા હતા. વિસર્જનનાં સમયે આ મૂર્તિઓની દયનીય સ્થિતિ જોવા મળતી હતી. સરકારે પણ લોકોને આગ્રહ કરતા છેલ્લા કેટલાક વર્ષોથી ભગવાન ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ (Eco-Friendly Statue) તરફ ગ્રાહકો વળ્યા છે જે ખૂબ સારી બાબત છે.
આ પણ વાંચો - Pilot Baba: મહામંડલેશ્વર 'પાયલોટ બાબા'નું 86 વર્ષની વયે નિધન
ગુજરાતમાં પણ ધૂમધામથી ઊજવાય છે ગણેશોત્સવ
આ વખતે ગણેશ ચતુર્થી 7 સપ્ટેમ્બરે છે. ભગવાન ગણેશજીની ઇકો ફ્રેન્ડલી મૂર્તિ લેવાનો ભક્તો આગ્રહ રાખે છે. ગુજરાતમાં પણ લોકો ગણેશોત્સવની (Ganeshotsav) ધૂમધામથી ઉજવણી કરતા હોય છે અને ઘરે-ઘરે ગણેશજીનું સ્થાપન થાય છે. ભગવાન ગણેશજીની મૂર્તિઓની કિંમતની વાત કરીએ તો દર વર્ષે ઇકો ફ્રેન્ડલી મૂર્તિની કિંમતમાં વધારો થતો હોય છે. ગત વર્ષની સરખામણીએ આ વર્ષે પણ કિંમતમાં વધારો થયો છે.
અહેવાલ : સચિન કડિયા, અમદાવાદ
આ પણ વાંચો - કેમ આ IPS અધિકારીના કાંડે આટલી બધી રાખડીઓ છે ?