Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Junagadh: 24 કલાકમાં ગણેશ ગોંડલની ધરપકડ કરાય નહીં તો જૂનાગઢ શહેર બંધ કરીશું

Junagadh: ગણેશ ગોંડલનો વિવાદ અત્યારે ખુબ જ વધી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા ગણેશ જાડેજાએ એક કોંગ્રેસના નેતા સંજય સોલંકીનું અપહરણ કરીને તેને ઢોર માર માર્યાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. જેને લઈને અત્યારે દલિસ સમુદાયમાં ભારે...
junagadh  24 કલાકમાં ગણેશ ગોંડલની ધરપકડ કરાય નહીં તો જૂનાગઢ શહેર બંધ કરીશું

Junagadh: ગણેશ ગોંડલનો વિવાદ અત્યારે ખુબ જ વધી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, થોડા સમય પહેલા ગણેશ જાડેજાએ એક કોંગ્રેસના નેતા સંજય સોલંકીનું અપહરણ કરીને તેને ઢોર માર માર્યાની ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી. જેને લઈને અત્યારે દલિસ સમુદાયમાં ભારે રોષની લાગડીઓ જોવા મળી રહીં છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો અત્યારે સંજય સોલંકીના પિતાએ પણ ગણેશ ગોંડલની ધરપકડ માટે માગણી કરી છે.

Advertisement

પીડિત પરિવારના કહેવા મુજબ તેને નગ્ન કરીને મૂઢ માર માર્યોઃ જીજ્ઞેશ મેવાણી

આ મામલે જીજ્ઞેશ મેવાણી સહિત અનેક નેતાઓના નિવેદનો પણ સામે આવ્યા છે. ખાસ કરીને જીજ્ઞેશ મેવાણીએ એક ગુજરાતી વેબ ચેનલ સાથે વાત કરતા જણાવ્યું કે, જૂનાગઢ કોંગ્રેસના અમારા સાથી રાજુભાઈ સોલંકીના દિકરાનું ભારતીય જનતા પાર્ટીના ગોંડલના ધારાસભ્યના પુત્રએ અપહરણ કરીને, પીડિત પરિવારના કહેવા મુજબ તેને નગ્ન કરીને મૂઢ માર માર્યો છે.’ જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે, સરકાર 24 કલાકમાં તેની ધરપકડ કરે નહીં જૂનાગઢ શહેરને બંધ કરવા માટે પણ અમે મજબૂર બનીશું.

જુનાગઢમાં દલિસ સમુદાય મોટી સંખ્યમાં છેઃ જગદીશ મહેતા

ગણેશ ગોંડલ વિવાદ મામલે જગદીશ મહેતાએ કહ્યું કે, ‘જુનાગઢમાં મુસ્લિમ સમુદાય મોટી સંખ્યામાં છે અને દલિસ સમુદાય મોટી સંખ્યમાં છે. તેમાં આનો દબદબો છે.અત્યારે જે છોકરાને મારવામાં આવ્યો તે એનએસયૂઆઈનો પ્રમુખ છે. મારતી વખતે આને ખબર નહોતી કે આ કોણ છે અને જે માર મારી રહ્યો તે કોણ હતો તે આ છોકરાને ખબર નહોતી.પછી આ તો જેણે માર ખોધો તેના પિતા ઓળખી ગયા કે આતો ગણેશ છે’

Advertisement

ગમે ત્યાથી 24 કલાકમાં ગણેશ ગોંડલની ધરપકડ કરવામાં આવેઃ રાજુ સોલંકી

સંજય સોલંકીના પિતાએ કહ્યું કે, અમારી માગ એટલી જ છે કે, 24 કલાકમાં તેની (ગણેશ ગોંડલ) ધરપકડ થાય. અને જો 24 કલાકમાં તેની ધરપકડ કરવામાં નહીં આવે તો અમે પરિવાર સાથે સામૂહિત આત્મવિલોપન કરીશું.’ વધુમાં તેમણે કહ્યું કે, ‘રાત્રે ત્રણ વાગે તેને ગોંડલ લઈ ગયા, તેને માર માર્યો અને તેનો વીડિયો બનાવ્યો હતો. પછી તેને મારીને જૂનાગઢ ભેસાણ ચોકડી ઉતારી ગયા હતા. અત્યારે તે હોસ્પિટલમાં દાખલ છે અને તેનું પગમાં ફેક્ટર છે, તેનું પહોળું પણ ભાંગી ગયું છે.’

મને લાગી આવ્યું હતું કે, હું જુનાગઢ પાછો નહીં આવુંઃ સંજય સોલંકી

સંજય સોલંકીએ આ બાબતે એક વીડિયો શેર કર્યો છે. તેમાં તેમણે કહ્યું કે, ‘મને લાગી આવ્યું હતું કે, હું જુનાગઢ પાછો નહીં આવું.’ વધુમાં કહ્યું કે, ‘આ લોકોએ મને બઉ માર માર્યો છે. લોંખડ અને લાકડીઓ વડે માર માર્યો હતો.’ સંજય સોલંકીએ કહ્યું કે, ‘અત્યારે આખા ગુજરાતનો દલિત સમાજ મારી સાથે છે.’

Advertisement

આ પણ વાંચોઃ Junagadh: ‘મને લાગી ગયું હતું કે હું જુનાગઢ પાછો નહીં આવું’ સંજય સોલંકીએ શેર કર્યો વીડિયો

આ પણ વાંચો: JUNAGADH: ગણેશ ગોંડલને 24 કલાકમાં ગમે ત્યાંથી હાજર કરો નહીં તો જોયા જેવી થશે, યુવકના પિતાની ચીમકી

આ પણ વાંચો: BHARUCH: લાખો લિટરની ક્ષમતા ધરાવતી પાણીની ટાંકી જર્જરિત, હોનારત થાય તો જવાબદાર કોણ?

Tags :
Advertisement

.