Gandhinagar: ક્રેડાઈ ઈન્ડિયાના નવા હોદ્દેદારોની નિમણૂંક કરાઈ, શેખર પટેલ ક્રેડાઈ ઇન્ડિયાના નવા પ્રમુખ બન્યા
- ક્રેડાઈ ઇન્ડિયાના નવા હોદ્દેદારોની કરાઈ નિમણૂક
- શેખર પટેલને ક્રેડાઈ ઇન્ડિયાના નવા પ્રમુખ બનાવ્યા
- કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ વર્ચ્યુઅલ હાજર
ક્રેડાઈ ઈન્ડિયામાં હોદ્દેદારો દર 2 વર્ષે બદલાતા હોય છે. દેશના 6 ઝોનમાંથી 1-1 વાઈસ પ્રેસિડેન્ટની નિમણૂંક કરાતી હોય છે. દેશના વિકાસમાં રિયલ એસ્ટેટ ક્ષેત્રનું મહત્વનું યોગદાન છે. ડેવલપર્સની જે જે સમસ્યાઓ છે તેના પર ક્રેડાય કામ કરે છે. આ શપખવિધિ કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહ વર્ચ્યુઅલ હાજર રહ્યા હતા. તેમજ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક મંત્રીઓ શપથવિધિ સમારોહમાં હાજર રહ્યા હતા.

શેખર પટેલ ક્રેડાઈ ઈન્ડિયાના નવા પ્રમુખ
ક્રેડાઈ ઈન્ડિયાના નવા હોદ્દેદારોની નિમણૂંક કરવામાં આવી હતી. ક્રેડાઈના નવા પ્રમુખ, વાઈસ ચેરમેનની આજે નિમણૂંક કરવામાં આવી હતી. શેખર પટેલને ક્રેડાઈ ઈન્ડિયાના નવા પ્રમુખ બનાવ્યા હતા.
2047 સુધીમાં 'વિકસિત ભારત'નો PM મોદીનો મંત્ર:શેખર પટેલ
ક્રેડાઈના નવા પ્રમુખ શેખર પટેલે જણાવ્યું હતું કે, 2047 સુધીમાં વિકસિત ભારતનો પીએમ મોદીનો મંત્ર છે. તેમજ વિકસિત ભારતમાં રિયલ એસ્ટેટનો ફાળો મહત્વનો હશે. રિયલ એસ્ટેટ ક્ષેત્રમાં ક્રેડાઈ મહત્વનો ભાગ ભજવે છે. ઘર, ઓફીસ, કોમર્શિયલ એકમો રિયલ એસ્ટેટનો ભાગ છે. તેમજ શેખર પટેલે ક્રેડાઈના નવા પ્રમુખ બનાવવા માટે સૌનો આભાર માન્ય હતો.
GDPના ગ્રોથમાં રિયલ એસ્ટેટ ડ્રાઈવરની ભૂમિકામાં:બમન ઇરાની
તેમજ ક્રેડાઈનાં વર્તમાન ચેરમેન બમન ઈરાનીએ પણ તેઓની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે, દેશના વિકાસમાં રિયલ એસ્ટેટ ક્ષેત્ર મહત્વનું યોગદાન છે. તેમજ GDP ના ગ્રોથમાં રિયલ એસ્ટેટ ડ્રાઈવરની ભૂમિકા છે.
આ પણ વાંચોઃ Rajkot: કર્ણાવતી ઈન્ટરનેશનલ સ્કૂલમાં 4 વર્ષની બાળકી સાથે જઘન્ય કૃત્ય કર્યાનો આક્ષેપ, પોલીસે તપાસ શરૂ કરી