Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE
Advertisement

Gandhinagar: આવતીકાલે બિનહથિયારી PSI ભરતીની લેખિત પરીક્ષા યોજાશે, 340 જેટલી શાળાઓમાં પરીક્ષાનું આયોજન

આવતીકાલે રાજ્યનાં અનેક શહેરોમાં બિનહથિયારી PSI ની 472 જગ્યાઓ માટે લેખિત પરીક્ષા લેવામાં આવશે. તમામ વર્ગખંડમાં CCTVથી મોનિટરિંગ કરવામાં આવશે.
gandhinagar  આવતીકાલે બિનહથિયારી psi ભરતીની લેખિત પરીક્ષા યોજાશે  340 જેટલી શાળાઓમાં પરીક્ષાનું આયોજન
Advertisement
  • બિનહથિયારી PSIની ભરતીને લઈને મોટા સમાચાર
  • 472 જગ્યા માટે આવતીકાલે લેવાશે લેખિત પરીક્ષા
  • અમદાવાદ, વડોદરા, સુરતમાં લેવાશે લેખિત પરીક્ષા
  • 1.02 લાખ ઉમેદવારો પરીક્ષા આપશે

ગુજરાત પોલીસ ભરતી માટે જાન્યુઆરી-ફેબ્રુઆરી-ર૦ર૫ દરમ્યાન લેવામાં આવેલી શારીરિક કસોટીમાં ઉત્તીર્ણ થયેલા ઉમેદવારો પૈકી, બિન હથિયારી પોલીસ સબ ઇન્સપેકટરની ૪૭ર જગ્યા માટે કુલ-1,02,935 ઉમેદવારોની લેખિત પરીક્ષા તા.૧૩/૦૪/૨૦૨૫ના રોજ અમદાવાદ, વડોદરા અને સુરત ખાતેની કુલ-340 શાળાઓમાં યોજવામાં આવનાર છે. જે માટેના કોલલેટર ડાઉનલોડ કરવાની પ્રક્રિયા તા.૧૩/૦૪/ર૦ર૫ સુધી ચાલુ રહેશે. એક લાખ જેટલા ઉમેદવારોએ પોતાના કોલલેટર ડાઉનલોડ કર્યા છે. આ પરીક્ષામાં ૩-૩ કલાકના બે પેપર હશે.

આ પરીક્ષા પારદર્શક રીતે કોઇપણ ગેરરિતી વગર યોજાય તે માટે 8000 થી વધુ પોલીસ તથા શિક્ષણ વિભાગના અધિકારી / કર્મચારીઓ પરીક્ષાલક્ષી કામગીરી કરશે. દરેક પરીક્ષા કેન્દ્ર ઉપર એક PI / PSIને ભરતી બોર્ડના પ્રતિનિધી તરીકે નિમણુંક આપવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચોઃ Surat : સરકારી શાળા એવી કે વાલીઓની એડમિશન માટે શરૂ થઇ દોટ!

Advertisement

લેખિત પરીક્ષામાં ગેરરીતિ અટકાવવા માટે ગુજરાત પોલીસ ભરતી બોર્ડ દ્વારા વિવિધ પગલાઓ લેવામાં આવ્યા છે. તમામ પરીક્ષા કેન્દ્રો તથા વર્ગખંડમાં CCTV કેમેરાથી લાઇવ મોનીટરીંગ કરવામાં આવનાર છે. શારીરિક કસોટી દરમ્યાન ઉમેદવારોના મેળવવામાં આવેલ બાયોમેટ્રીક / ફોટોગ્રાફને લેખિત પરીક્ષાના બન્ને પેપર પહેલા વેરીફીકેશન કરવામાં આવનાર છે તેમજ પરીક્ષા સાહિત્ય માટે ઉપયોગમાં લેવાનાર તમામ વાહનોને GPS મારફતે મોનીટરીંગ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ VADODARA : સર્વસમાવેશી વિકાસ અને સમરસતા કેળવવા રૂ.43.37 કરોડની સહાય ચૂકવાઈ

અમદાવાદ શહેર, સુરત શહેર તથા વડોદરા શહેર ખાતેની આ લેખિત પરીક્ષા પોલીસ કમિશ્નરશ્રીઓના જનરલ સુપરવિઝન હેઠળ તેમજ IGP / DIGP કક્ષાના સિનીયર પોલીસ અધિકારીશ્રીઓની અધ્યક્ષતામાં પરીક્ષા સમિતીના સુપરવિઝન હેઠળ યોજવામાં આવનાર છે.

તા.૧૩/૦૪/૨૦૨૫ના રોજ યોજાનાર આ લેખિત પરીક્ષા કોઇપણ જાતની ગેરરીતી વગર યોજાય તે માટેની તમામ તૈયારીઓ ભરતી બોર્ડ દ્વારા પૂર્ણ કરવામાં આવેલ છે.

આ પણ વાંચોઃ રાજકોટના વિપુલ પિત્રોડાએ શા માટે વડાપ્રધાનને લખ્યો પત્ર ? આ પત્રની શું થઈ અસર ?

Tags :
Advertisement

Trending News

.

×