Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar : IAS અધિકારીઓની બદલીનો દોર હાલ પણ યથાવત, બીજા રાઉન્ડમાં 10 IAS અધિકારીનાં Transfer

Gandhinagar : રાજ્યમાં IAS અધિકારીઓની બદલીનો દોર હાલ પણ યથાવત છે. માહિતી મુજબ, બીજા રાઉન્ડમાં 10 IAS અધિકારીની (IAS officers Transfer) બદલી કરવામાં આવી છે. નૈમેશ દવેની (Naimesh Dave) વલસાડ કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે રતનકંવર ગઢવીચારણની સાબરકાંઠા...
gandhinagar   ias અધિકારીઓની બદલીનો દોર હાલ પણ યથાવત  બીજા રાઉન્ડમાં 10 ias અધિકારીનાં transfer

Gandhinagar : રાજ્યમાં IAS અધિકારીઓની બદલીનો દોર હાલ પણ યથાવત છે. માહિતી મુજબ, બીજા રાઉન્ડમાં 10 IAS અધિકારીની (IAS officers Transfer) બદલી કરવામાં આવી છે. નૈમેશ દવેની (Naimesh Dave) વલસાડ કલેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે રતનકંવર ગઢવીચારણની સાબરકાંઠા કલેક્ટર (Sabarkantha Collector) તરીકે બદલી કરવામાં આવી છે. શ્વેતા તેવટીયાની GUVNL નાં ડાયરેક્ટર તરીકે બદલી કરવામાં આવી છે.

Advertisement

આ પણ વાંચો - Ahmedabad : ચંડોળા તળાવમાં ડૂબી જતાં 3 માસૂમોનાં મોત, ગઈકાલથી ગુમ હતા બાળકો!

બીજા રાઉન્ડમાં વધુ 10 IAS અધિકારીની બદલી

રાજ્યમાં એકવાર ફરી IAS અધિકારીઓની બદલી કરવામાં આવી છે. આ પહેલા પણ રાજ્યનાં 18 IAS અધિકારીની બદલી કરવામાં આવી હતી. ત્યારે હવે બીજા રાઉન્ડમાં વધુ 10 IAS અધિકારીની (IAS officers Transfer) બદલી કરવામાં આવી છે. માહિતી મુજબ, સાબરકાંઠા કલેક્ટર નૈમેશ દવેની વલસાડ કલેક્ટર (Valsad Collector) તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે રતનકવર ગઢવીચારણની સાબરકાંઠા કલેક્ટર તરીકે બદલી કરાઈ છે. ઉપરાંત, શ્વેતા તેવટિયાની GUVNL નાં ડાયરેક્ટર તરીકે બદલી થઈ છે. સુજીત ગુલાટી ભાવનગર મનપાના (BMC) કમિશનર બન્યા છે.

Advertisement

આ પણ વાંચો - Gandhinagar : ફોરેસ્ટ ગાર્ડની ભરતી મુદ્દે આંદોલન યથાવત્, BJP નાં આ બે MLA પણ મેદાને!

Advertisement

લલિત સંધુ સમગ્ર શિક્ષા અભિયાનનાં ડાયરેક્ટર

ઉપરાંત, કે.ડી. લાખાણીની (K.D. Lakhani) લેબર ડાયરેક્ટર તરીકે, એસ.કે.મોદીની નર્મદા કલેક્ટર તરીકે, એસ.ડી.ધાનાણીની પોરબંદર કલેક્ટર (Porbandar Collector) તરીકે બદલી કરવામાં આવી છે. જ્યારે એન.વી.ઉપાધ્યાયને રજિસ્ટ્રાર સહકાર તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. લલિત સંધુ સમગ્ર શિક્ષા અભિયાનનાં ડાયરેક્ટર નિમાયા છે. હેન્ડલુમ કોર્પોરેશનનો વધારાનો ચાર્જ પણ સંધુને સોંપવામાં આવ્યો છે. જ્યારે, બી.જે. પટેલની ગાંધીનગર (Gandhinagar) DDO તરીકે બદલી કરવામાં આવી છે.

આ પણ વાંચો - Mehsana : કાળમુખા વાઇરસે વધુ એક માસૂમનો લીધો જીવ, 12 વર્ષીય બાળકીનું મોત

Tags :
Advertisement

.