Gandhinagar: કાશ્મીરમાં ફસાયેલા પ્રવાસીઓ ઘરે પરત ફર્યા, હુમલાની સ્થિતિના અનુભવો જણાવ્યા
- કાશ્મીરમાં ફસાયેલા ગાંધીનગરના પ્રવાસીઓ ઘરે પરત ફર્યા
- બે બે મુશ્કેલીઓનો સામનો કરીને પ્રવાસીઓ પરત ફર્યા
- ભૂસ્ખલન અને આતંકવાદી હુમલાનો સામનો કરીને પરત ફર્યા
ભારે વરસાદના કારણે અને આતંકવાદી ઘટના બાદ કાશ્મીરમાં ફસાયેલા ગાંધીનગરના પ્રવાસીઓ ઘરે પરત ફર્યા હતા. ભૂસ્ખલન અને આતંકવાદી હુમલો બે બે મુશ્કેલીનો સામનો કરીને પ્રવાસીઓ પરત ફર્યા છે. આજે પ્રવાસીઓ ગાંધીનગર પોતાના નિવાસ સ્થાને પહોંચ્યા હતા. પ્રવાસીઓએ કાશ્મીરમાં ભારે વરસાદ તથા આતંકી હુમલાની સ્થિતિનાં અનુભવો જણાવ્યા હતા. આતંકી ઘટનાના એક દિવસ પહેલા જ પ્રવાસીઓ પહેલગામ ઘટના સ્થળે ફરવા ગયા હતા. કાશ્મીરમાં વરસાદમાં તેઓ ફસાયા તે પહેલા જ પહેલગામ ગયા હતા. ભુસખલનની સ્થિતિ કરતા આતંકવાદી હુમલા બાદ વધુ ડર લાગ્યો હતો. ડરના કારણે સૌ કોઈ રાત્રે સૂતા નથી. સૌ એ ભગવાનનો આભાર માન્યો કે સહી સલામત ઘરે પરત ફર્યા.
આતંકવાદી ઘટનાના આગળના દિવસે અમે પહેલગામમાં હતા
આ બાબતે જમ્મુ કાશ્મીરથી પરત ફરેલા ગાંધીનગરનાં મહિલાએ કહ્યું હતું કે, કાશ્મીરમાં જોવાનું તો ઘણુ બધુ સારૂ છે. બીક વધારે લાગી આ બે જે વસ્તુ બની તેમાં. તમે ત્યારે પર્વત પડે અને ગમે ત્યારે ભુસ્ખલન થાય વાદળ ફાટે તેમજ વરસાદ પણ ખૂબ પડે છે. આપણે અહીંયા ધોમધખતી ગરમી હોય ત્યાં તો ખૂબ અંધારૂ તેમજ વરસાદ પડે. ક્યારેક હુમલો પણ થાય. આતંકવાદી હુમલાની ઘટના બની તેના આગળના દિવસે અમે પહેલગામમાં હતા.
આતંકવાદી હુમલાની ઘટના બાદ પરિવરાજનો ગભરાઈ ગયા
બીજા અન્ય એક પ્રવાસીએ જણાવ્યું હતું કે, જમ્મુ કાશ્મીર પોલીસ, આર્મી વાળાએ તેમજ કલેક્ટર દ્વારા ખૂબ મદદ કરી. અમે કાશ્મીર હતા ત્યારે પરિવારજનો ખૂબ ચિંતા કરતા હતા. અમને પણ પરિવારજનોની ચિંતા થતી હતી. આતંકવાદી હુમલાની ઘટના બન્યા બાદ અમે ખૂબ જ ગભરાઈ ગયા હતા.