Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar : એક સાથે 8 યુવકોની અંતિમયાત્રા નીકળતા આખું ગામ હિબકે ચઢ્યું

ગાંધીનગરનાં (Gandhinagar) વાસણા સોગઠી ગામે 8 યુવકો ડૂબ્યા તમામ 8 યુવકોની આજે અંતિમક્રિયા કરાઈ અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા ધારાસભ્ય-સાસંદ સહિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં ગાંધીનગર (Gandhinagar) જિલ્લાનાં દહેગામ (Dehgam) તાલુકામાં આવેલા વાસણા-સોગઠી ગામની મેશ્વો નદીમાં (Meshwo River)...
gandhinagar   એક સાથે 8 યુવકોની અંતિમયાત્રા નીકળતા આખું ગામ હિબકે ચઢ્યું
  1. ગાંધીનગરનાં (Gandhinagar) વાસણા સોગઠી ગામે 8 યુવકો ડૂબ્યા
  2. તમામ 8 યુવકોની આજે અંતિમક્રિયા કરાઈ
  3. અંતિમ યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા
  4. ધારાસભ્ય-સાસંદ સહિત અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યાં

ગાંધીનગર (Gandhinagar) જિલ્લાનાં દહેગામ (Dehgam) તાલુકામાં આવેલા વાસણા-સોગઠી ગામની મેશ્વો નદીમાં (Meshwo River) ગઈકાલે 10 આશાસ્પદ યુવાનો ડૂબ્યા હતા. ગણેશ વિસર્જન સમયે એક વ્યક્તિને નદીમાં ડૂબવાથી બચાવવા માટે અન્ય 10 લોકો નદીમાં કૂદ્યા હતા. જો કે, તમામ 10 યુવાન પણ નદીમાં ડૂબ્યા હતા. આ ઘટનાને પગલે સ્થાનિક તંત્ર અને ફાયર વિભાગની અલગ-અલગ ટીમો ત્વરિત ઘટના સ્થળે પહોંચી હતી અને રેસ્ક્યૂ ઓપરેશન હાથ ધરી 8 યુવાનોનાં મૃતદેહ નદીમાંથી બહાર કાઢ્યા હતા. જ્યારે અન્ય 2 ની શોધખોળ હાથ ધરાઈ હતી. આજે તમામ મૃતક યુવાનોની અંતિમક્રિયા કરવામાં આવી હતી.

Advertisement

આ પણ વાંચો - Gandhinagar : દેહગામની ગોઝારી ઘટનાને લઈ PM મોદી, CR પાટીલે દુ:ખ વ્યક્ત કર્યું, સો. મીડિયા પોસ્ટમાં કહી આ વાત

Advertisement

તમામ 8 મૃતક યુવાનોનાં અંતિમ સંસ્કાર કરાયા

ગણેશ વિસર્જન દરમિયાન મેશ્વો નદીમાં (Gandhinagar) 10 યુવાનો ડૂબતા 8 નાં મોત નીપજ્યા હતા. નદીમાં ન્હાવા પડેલા એક વ્યક્તિને ડૂબતા બચાવવા અન્ય 10 યુવાનો ડૂબ્યા હતા. 10 પૈકી 8 નાં મૃતદેહ ગઈકાલે મળી આવ્યા હતા. આજે તમામ 8 મૃતકોની અંતિમ વિધિ કરાઈ હતી. એક સાથે 8 આશાસ્પદ યુવાનોની અંતિમ યાત્રા નીકળતા આખેઆખું ગામ હિબકે ચઢ્યું હતું. સોગઠી ગામ સહિત નજીકનાં ગામમાંથી પણ લોકો અંતિમ યાત્રામાં જોડાયા હતા.

Advertisement

આ પણ વાંચો - Gandhinagar: વાસણા સોગઠી ગામે મેશ્વો નદીમાં ડૂબવાથી 8 યુવાનોના મોત,અમિત શાહે પાઠવી શ્રદ્ધાંજલિ

આખું ગામ હિબકે ચઢ્યું, સાંસદ-ધારાસભ્ય અંતિમયાત્રામાં જોડાયા

યુવાનોને ગુમાવનારા પરિવાર સહિત ગ્રામજનોમાં ભારે ગમગીની છવાઈ હતી. માહિતી મુજબ, સ્મશાનયાત્રામાં દહેગામનાં ધારાસભ્ય બલરાજ સિંહ ચૌહાણ (MLA Balraj Singh Chauhan), સાંસદ હસમુખભાઈ પટેલ (MP Hasmukhbhai Patel) સહિતનાં રાજકીય આગેવાનો અને મામલતદાર તાલુકા વિકાસ અધિકારી સહિતનાં સરકારી તંત્રનાં અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો - Gandhinagar: ઉત્સવનો પ્રસંગ માતમમાં ફેરવાયો! મેશ્વો નદીમાં વિસર્જન કરવા આવેલા 8 યુવાનો ડૂબ્યા

Tags :
Advertisement

.