ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gandhinagar : ભ્રષ્ટ અધિકારીઓ સામે 'દાદા' સરકારની લાલ આંખ! વધુ 2 સરકારી કર્મીઓને ફરજિયાત નિવૃત્તિ

રાજ્યની 'દાદા' સરકાર દ્વારા ભ્રષ્ટ અધિકારીઓ સામે લાલ આંખ કરાઈ છે.
12:41 PM Nov 08, 2024 IST | Vipul Sen
સૌજન્ય : Google
  1. વધુ બે સરકારી કર્મચારીઓને કરાયા ફરજિયાત નિવૃત (Gandhinagar)
  2. ભીલોડા ITI ના પ્રિન્સિપાલ ભરત રાવલ ને ફરજિયાત નિવૃતિ અપાઈ
  3. સુરત ITI ના પ્રિન્સિપાલ હસમુખ કાકડિયાને કરાયા ફરજિયાત નિવૃત્ત

Gandhinagar : રાજ્યની 'દાદા' સરકાર દ્વારા ભ્રષ્ટ અધિકારીઓ સામે લાલ આંખ કરાઈ છે. એક પછી એક ભ્રષ્ટ અધિકારીઓ સામે કાર્યવાહી કરી ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી રહી છે. ત્યારે વધુ બે અધિકારીઓને રાજ્ય સરકાર દ્વારા ફરજિયાત નિવૃતિ આપવામાં આવી હોવાના સમાચાર છે. ભીલોડા ITI નાં (Bhiloda ITI) પ્રિન્સિપાલ અને સુરત ITI નાં (Surat ITI) પ્રિન્સિપાલને ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી છે.

આ પણ વાંચો - Gandhinagar : એક્શન મોડમાં રાજ્ય સરકાર! વધુ એક અધિકારીને આપી ફરજિયાત નિવૃત્તિ

વધુ બે સરકારી કર્મચારીઓને કરાયા ફરજિયાત નિવૃત્ત

રાજ્યમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની (CM Bhupendra Patel) સરકાર દ્વારા ભ્રષ્ટ અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવી રહ્યા છે. સરકારી પદ પર રહીને ભ્રષ્ટાચાર આચરતા એવા અધિકારીઓને ફરજ પરથી ફરજિયાત નિવૃત્તિ આપવામાં આપવી રહી છે. માહિતી અનુસાર, રાજ્ય સરકારે વધુ બે સરકારી અધિકારીઓને ફરજિયાત નિવૃત્તિ આપી છે. જે હેઠળ ભીલોડા ITI ના પ્રિન્સિપાલ ભરત રાવલને ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી છે. સાથે જ સુરત ITI ના પ્રિન્સિપાલ હસમુખ કાકડિયાને પણ ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી છે.

આ પણ વાંચો - રાજ્ય સરકારે સરદાર સરોવર નર્મદા નિગમ લિમિટેડના અધિકારીને કર્યા નિવૃત્ત

3 દિવસમાં 4 અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરાયા

માહિતી અનુસાર, છેલ્લા 3 દિવસમાં 4 અધિકારીઓને ફરજિયાત નિવૃત્ત કરાયા છે. આ સાથે અત્યાર સુધીમાં કુલ 25 જેટલા અધિકારીઓને સરકારે ફરજિયાત નિવૃત્તિ આપી છે. જો કે, ફરજિયાત નિવૃત્તિ બાદ પણ આવા અધિકારીઓની મુશ્કેલી સમાપ્ત થાય તેમ નથી. કારણ કે, ફરજિયાત નિવૃત થયા પછી પણ તેમની વિરુદ્ધ ખાતાકીય તપાસ ચાલુ રહેશે અને જો તેમાં અધિકારી દોષી સાબિત થશે તો સરકાર કાયદાકીય પગલાં (Gandhinagar ) પણ લઈ શકે છે.

આ પણ વાંચો - Amreli : કાર ખરીદ્યા બાદ પ્રતિષ્ઠા, પ્રગતિ મળી! જૂની થતાં 'લકી' કારને ખેડૂત પરિવારે આપી અનોખી વિદાય

Tags :
Bharat RawalBhiloda ITI PrincipalBreaking News In GujaratiCM Bhupendra PatelCompulsory Retirementcorrupt officialsGandhinagarGujarat FirstGUJARAT FIRST NEWSGujarat GovernmentGujarati breaking newsGujarati NewsHasmukh KakdiaLatest News In GujaratiNews In GujaratiOfficers Under SuspensionSurat ITI Principal
Next Article