Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar : સિનિયર IAS ઓફિસરની પત્નીએ ઝેરી દવા ગટગટાવી

ગાંધીનગરમાં (Gandhinagar) સિનિયર IAS ઓફિસરની પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. સિનિયર IAS અધિકારી રણજિત (રાજેશ) તવંરનાં (Ranjit Tanwar) પત્નીએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાના સમાચાર છે. હાલ, IAS ઓફિસરના પત્નીને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા...
gandhinagar   સિનિયર ias ઓફિસરની પત્નીએ ઝેરી દવા ગટગટાવી

ગાંધીનગરમાં (Gandhinagar) સિનિયર IAS ઓફિસરની પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. સિનિયર IAS અધિકારી રણજિત (રાજેશ) તવંરનાં (Ranjit Tanwar) પત્નીએ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો હોવાના સમાચાર છે. હાલ, IAS ઓફિસરના પત્નીને ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. પ્રાથમિક માહિતી મુજબ, ઝેરી દવાની વધુ અસર થતાં સિવિલનાં ICU વોર્ડમાં દાખલ કરાયાં છે.

Advertisement

IAS અધિકારીના પત્નીનો આપઘાતનો પ્રયાસ

ગાંધીનગરમાંથી (Gandhinagar) એક ચોંકાવનારા સમાચાર આવ્યા છે. ગાંધીનગરમાં IAS અધિકારીનાં પત્નીએ આપઘાતનો પ્રયાસ કર્યો છે. પ્રાથમિક તપાસ મુજબ, IAS અધિકારી રણજિત તવંરના પત્નીએ ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. ગંભીર હાલતમાં IAS ના પત્નીને ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં (Civil Hospital) દાખલ કરવામાં આવ્યા હતા. જો કે, તેમની હાલત વધુ ગંભીર હોવાથી હોસ્પિટલના ICU વોર્ડમાં તેમની સારવાર ચાલી રહી છે.

આપઘાતનાં પ્રયાસ પાછળનું કારણ જાણવા તજવીજ

IAS અધિકારી રણજિત (રાજેશ) તવંરનાં પત્નીએ કયાં કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો તે હાલ જાણી શકાયું નથી. પરંતુ, પોલીસની (Gandhinagar Police) પ્રાથમિક તપાસ મુજબ, ઘણા લાંબા સમયથી પતિ-પત્ની અલગ રહેતા હતા. આ મામલે પોલીસે આત્મહત્યા પાછળનું સાચું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. IAS અધિકારીના પત્ની દ્વારા આપઘાતનો પ્રયાસ કર્યા હોવાની ઘટના સામે આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે.

Advertisement

આ પણ વાંચો - Gandhinagar : મંત્રી રૂપિયા લઈને આપતા સરકારી નોકરી ? PA સામે ઠાકોર સમાજનાં ગંભીર આક્ષેપ

Advertisement

આ પણ વાંચો - NEET UG : સીકરમાં 8 અને રાજકોટમાં 12 વિદ્યાર્થીઓએ 700+ માર્ક્સ મેળવ્યા...

આ પણ વાંચો - AHMEDABAD : શહેરમાં મોટાપાયે 1740 પોલીસ કર્મચારીઓની કરાઈ બદલી, વાંચો અહેવાલ

ગુજરાત ફર્સ્ટ (Gujarat First )તમને સમાચારોથી હંમેશા અવગત રાખશે: 

ગુજરાતની નંબર 1 ગુજરાતી ન્યૂઝ ચેનલ એટલે ગુજરાત ફર્સ્ટ (Gujarat First )(Gujarat First) – જે ગુજરાતીઓને દરેક સમાચારમાં રાખે છે આગળ. ગુજરાત, રાષ્ટ્રીય, આંતરરાષ્ટ્રીય, ઇલેક્શન, બિઝનેસ, સ્પોર્ટ્સ, મનોરંજન સહિતના દરેક સમાચાર વાંચો ગુજરાત ફર્સ્ટ પર. હવે દરેક સમાચાર આંગળીના ટેરવે આપના મોબાઈલમા, ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ Android અને iOS એપ. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે સોશ્યિલ મીડિયામાં અમારી સાથે જોડાઓ

Tags :
Advertisement

.