ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gandhinagar : રૂપાલ ગામે ઐતિહાસિક પલ્લી યાત્રા સંપન્ન, 5 હજાર વર્ષથી ચાલી રહી છે અવિરત પરંપરા, જુઓ Video

Gandhinagar નાં રૂપાલ ગામમાં ઐતિહાસિક પલ્લી યાત્રા સંપન્ન નોમની રાતે વરદાયિની માતાનાં દેવસ્થાને પલ્લી યાત્રા યોજાઈ રૂપાલનાં મધ્ય વિસ્તારથી નીકળીને પલ્લી નિજ મંદિરે પૂર્ણ થઇ પલ્લી યાત્રા દરમિયાન રૂપાલ ગામમાં ઘીની નદીઓ વહી મહાપર્વ નવરાત્રિ મહોત્સવની (Navratri 2024) ઊજવણીનું...
08:57 AM Oct 12, 2024 IST | Vipul Sen
  1. Gandhinagar નાં રૂપાલ ગામમાં ઐતિહાસિક પલ્લી યાત્રા સંપન્ન
  2. નોમની રાતે વરદાયિની માતાનાં દેવસ્થાને પલ્લી યાત્રા યોજાઈ
  3. રૂપાલનાં મધ્ય વિસ્તારથી નીકળીને પલ્લી નિજ મંદિરે પૂર્ણ થઇ
  4. પલ્લી યાત્રા દરમિયાન રૂપાલ ગામમાં ઘીની નદીઓ વહી

મહાપર્વ નવરાત્રિ મહોત્સવની (Navratri 2024) ઊજવણીનું સમગ્ર દેશમાં અનેરૂં મહાત્મ્ય છે. આનંદમય જીવનની કામના અને પ્રાર્થના સાથે નવરાત્રિ પર્વ દરમિયાન લોકો મા શક્તિની ભક્તિ કરતા હોય છે. દેશભરમાં નવરાત્રિની અલગ-અલગ રીતે ઉજવણી કરવામાં આવે છે. ત્યારે પાટનગર ગાંધીનગરમાં (Gandhinagar) રૂપાલ ગામમાં નવરાત્રિનાં નોવની રાતે ઐતિહાસિક પલ્લી યાત્રા (Palli Yatra) યોજાઈ હતી.

  આ પણ વાંચો - Mehsana: દુર્ગાષ્ટમીએ માતૃશક્તિ સમાન 1001 બહેનોએ માતાજીના ચાચર ચોક એકસાથે ઉતારી આરતી

રૂપાલ ગામમાં પલ્લી યાત્રા પૂર્ણ

જણાવી દઈએ કે, ગાંધીનગરમાં (Gandhinagar) આવેલા રૂપાલ ગામમાં (Rupal) વર્ષોથી વરદાયિની માતાનાં દેવસ્થાને પલ્લી યાત્રાનું આયોજન કરવામાં આવે છે, જેમાં દૂર-દૂરથી મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહે છે. ગઈકાલે મોડી રાતે રૂપાલ ગામમાં ઐતિહાસિક પલ્લી યાત્રા યોજાઈ હતી. વરદાયિની માતાનાં દેવસ્થાને યોજાયેલ પલ્લી યાત્રામાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પહોંચ્યા હતા. મોડી રાત્રે રૂપાલનાં મધ્ય વિસ્તારથી નીકળેલી પલ્લી નિજ મંદિરે પૂર્ણ થઇ હતી. પલ્લી દરમિયાન રૂપાલ ગામમાં ઘીની નદી વહી હતી. પલ્લી યાત્રા પર ઘીનો અભિષેક કરવાનો અનેરો મહિમા છે.

  આ પણ વાંચો - VADODARA : ઘરઆંગણે રાવણ દહન કરી શકાય તેવો વિકલ્પ ઉપલબ્ધ

https://img.cdn.sortd.mobi/live-gujaratfirst-com-prod-sortd/mediae0a90c60-8849-11ef-8a0d-b337f681f873.mp4

5 હજાર વર્ષથી યથાવત પલ્લી યાત્રાની પરંપરા

કહેવાય છે કે, રૂપાલ (Rupal) ગામની પલ્લી યાત્રાની પરંપરા છેલ્લા 5 હજાર વર્ષથી ચાલી આવી રહી છે. પાંડવો એ (Pandavas) અજ્ઞાત વાસ દરમિયાન તેમના શસ્ત્રો રૂપાલ ગામ ખાતે છુપાવ્યા હોવાનો ઇતિહાસ છે. પાંડવોનો અજ્ઞાતવાસ પૂર્ણ થતાં તેમને સૌ પ્રથમ પલ્લી યાત્રા કરી વરદાયિની માતાની (Vardayi Mata) વિશેષ પૂજા કરી હતી. વરદાયિની માતાનાં મંદિરે નિ:સંતાન દંપતી માનતા રાખે તે પૂર્ણ થતી હોવાની માન્યતા છે. નોમની રાતે પલ્લી યાત્રામાં મોટી સંખ્યામાં દર્શનાર્થીઓ પહોંચ્યા હતા અને વરદાયિની માતા સમક્ષ શીશ ઝુકાવ્યું આશીર્વાદ લીધા હતા.

 આ પણ વાંચો - Jamnagar Royal Family: જામ રાજવી શત્રુશલ્યસિંહજીએ જાહેર કર્યો વારસદાર, ભૂતપૂર્વ ક્રિકેટર અજય જાડેજાને સોંપાયો વારસો

Tags :
GandhinagarGheeGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsHistoric Palli YatraLatest Gujarati NewsMaa Shakti DurgaNavratri 2024Navratri FestivalPalli YatraPandavasRupalRupal VillageVardayi
Next Article