ગુજરાત | વડોદરારાજકોટભાવનગરજૂનાગઢજામનગરગાંધીનગરઅમદાવાદસુરત
રાષ્ટ્રીયઆંતરરાષ્ટ્રીયમનોરંજનસ્પોર્ટ્સધર્મ ભક્તિએક્સક્લુઝીવબિઝનેસટેક & ઓટોલાઇફ સ્ટાઇલવાયરલ & સોશિયલ

Gandhinagar : RE-INVEST-2024 માં CM ભૂપેન્દ્ર પટેલે કહ્યું- PM મોદી એવા વિઝનરી નેતા છે જે હંમેશાં..!

મહાત્મા મંદિર ખાતે ‘RE-INVEST-2024’ સમિટનું આયોજન વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે સમિટનો શુભારંભ થયો. વડાપ્રધાન મોદીનાં દિશાદર્શનમાં ગુજરાત રીન્યુએબલ એનર્જી સેક્ટરમાં લિડિંગ સ્ટેટ બન્યું: CM ગાંધીનગરનાં (Gandhinagar) મહાત્મા મંદિર ખાતેથી ચોથી ગ્લોબલ રિન્યૂએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મિટ અને એક્ષ્પોનો વડાપ્રધાન નરેન્દ્ર...
04:01 PM Sep 16, 2024 IST | Vipul Sen
  1. મહાત્મા મંદિર ખાતે ‘RE-INVEST-2024’ સમિટનું આયોજન
  2. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે સમિટનો શુભારંભ થયો.
  3. વડાપ્રધાન મોદીનાં દિશાદર્શનમાં ગુજરાત રીન્યુએબલ એનર્જી સેક્ટરમાં લિડિંગ સ્ટેટ બન્યું: CM

ગાંધીનગરનાં (Gandhinagar) મહાત્મા મંદિર ખાતેથી ચોથી ગ્લોબલ રિન્યૂએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મિટ અને એક્ષ્પોનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં હસ્તે શુભારંભ થયો છે. આ સમિટને પીએમ મોદીએ ઊર્જાનાં ભવિષ્ય, ટેક્નોલોજી અને પોલિસી નિર્માણનાં ચિંતન પર્વ તરીકે ગણાવી હતી. જ્યારે રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં (PM Narendra Modi) દિશાદર્શનમાં ગુજરાત રિ-ન્યુએબલ એનર્જી સેક્ટરમાં લિડિંગ સ્ટેટ બન્યું છે.

વડાપ્રધાન એક વિઝનરી નેતા છે : CM ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગરનાં (Gandhinagar) મહાત્મા મંદિર ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ચોથી ગ્લોબલ રિન્યૂએબલ એનર્જી ઇન્વેસ્ટર્સ મિટ અને એક્ષ્પોનો (4th Global Renewable Energy Investors Meet and Expo) શુભારંભ કર્યો હતો. આ પ્રસંગે રાજ્યનાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે (CM Bhupendra Patel) તેમના સંબોધનમાં કહ્યું હતું કે, વડાપ્રધાને ગ્રીન ક્લીન એનર્જી- હરિત ઊર્જા માટે જે નિર્ધાર કર્યો છે તેને સાકાર કરવામાં ગુજરાત રિ-ન્યુએબલ એનર્જી પોલીસી તથા ગ્રીન હાઈડ્રોજન પોલીસી સાથે ગ્રીન ફ્યુચર માટે પ્રતિબદ્ધ છે. તેમણે કહ્યું કે, વડાપ્રધાન એવા વિઝનરી નેતા છે જે હંમેશા સમય કરતાં પહેલાંનું વિચારે છે. આ સંદર્ભમાં મુખ્યમંત્રીએ વધુમાં ઉમેર્યું કે, ગુજરાતમાં દેશનાં પહેલા ક્લાઇમેટ ચેન્જ ડિપાર્ટમેન્ટ અને ચારણકા સોલાર પાર્કની શરૂઆત વડાપ્રધાન નરેન્દ્ર મોદીનાં આગવા વિઝનનાં પરિચાયક છે.

આ પણ વાંચો - ગાંધીનગર અને અમદાવાદને જોડતી Metro Phase-2 નો પીએમ મોદીએ કરાવ્યો શુભારંભ

'ગુજરાત એનર્જી સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ માટે પ્રિફર્ડ ડેસ્ટિનેશન બન્યું'

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આગળ કહ્યું કે, રાજ્યમાં ઇન્સ્ટોલ્ડ એનર્જી કેપેસિટીમાં રિન્યુએબલ એનર્જીનું યોગદાન 54% છે અને સોલાર રૂફટોપમાં ગુજરાત અગ્રેસર છે. રાજ્યનાં 1600 કિલોમીટર લાંબા સમુદ્રી તટ પર 32 થી 35 ગીગાવોટ ઓફશોર વિન્ડ એનર્જી ઉત્પાદનની સંભાવનાઓનો ઉલ્લેખ કરતા ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, વિભિન્ન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને લોજિસ્ટિક સુવિધાઓ તથા બિઝનેસ ફ્રેન્ડલી પોલિસીઝ (Business Friendly Policies) સાથે ગુજરાત એનર્જી સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ માટે પ્રિફર્ડ ડેસ્ટિનેશન બન્યું છે. મુખ્યમંત્રીએ (CM Bhupendra Patel) ઉમેર્યું કે, વડાપ્રધાનનો 2070 સુધીમાં નેટ ઝીરો અને 2030 સુધીમાં 100 ગીગાવોટની લક્ષ્ય પૂર્તિનો સંકલ્પ સાકાર કરવામાં ગુજરાત અગ્રેસર રહેવા પ્રતિબદ્ધ છે.

આ પણ વાંચો - VADODARA : વડાપ્રધાન મોદી વડોદરાવાસીઓને આપશે મોટી ભેટ

મુખ્યમંત્રીએ વડાપ્રધાનનો માન્યો આભાર

આ સાથે તેમણે દેશની આઝાદીનાં શતાબ્દી વર્ષ 2047 સુધીમાં એનર્જી સેક્ટરમાં આત્મનિર્ભરતા માટે એનર્જીને વધુ એફોર્ડેબલ, એક્સેસેબલ અને સ્કેલેબલ બનાવવા સૌને સાથે મળીને આગળ વધવા અનુરોધ કર્યો હતો. ગ્રીન, સસ્ટેનેબલ અને ક્લીન ઊજવળ ભવિષ્યનાં નિર્માણ માટે રિન્યુએબલ એનર્જીનો વ્યાપ વધારવાનાં મંથન-ચિંતનની આ સમિટનું યજમાન બનવાની તક ગુજરાતને (Gandhinagar) આપવા માટે મુખ્યમંત્રીએ વડાપ્રધાનનો (PM Narendra Modi) અને કેન્દ્ર સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો - ‘21 મી સદીના ઇતિહાસમાં ભારતની સોલાર ક્રાંતિનો અધ્યાય સોનેરી અક્ષરે લખાશે’ RE-INVEST સમિટ PM મોદીનું સંબોધન

Tags :
4th Global Renewable Energy Investors Meet and ExpoCharanka Solar ParkClimate Change DepartmentCM Bhupendra PatelEnergy SectorGandhinagarGujarat FirstGUJARAT FIRST NEWSGujarati NewsLatest Gujarati NewsMahatma Mandirpm narendra modiRE-INVEST-2024
Next Article