Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar : ગુટકા અને પાન મસાલા પર પ્રતિબંધને લઈ સરકારનો મોટો નિર્ણય

ગુજરાતમાં માત્ર કાગળ પર રહેલો ગુટકા પરનો પ્રતિબંધ લંબાવાયો રાજ્ય સરકારે ગુટકા પરનો પ્રતિબંધ એક વર્ષ લંબાવાયો 13 સપ્ટેમ્બર-2024 થી વધુ એક વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય Gandhinagar : રાજ્યમાં ગુટકા તેમ જ તમાકુ કે નિકોટિનયુક્ત પાન-મસાલાનાં વેચાણ, સંગ્રહ અને...
gandhinagar   ગુટકા અને પાન મસાલા પર પ્રતિબંધને લઈ સરકારનો મોટો નિર્ણય
  1. ગુજરાતમાં માત્ર કાગળ પર રહેલો ગુટકા પરનો પ્રતિબંધ લંબાવાયો
  2. રાજ્ય સરકારે ગુટકા પરનો પ્રતિબંધ એક વર્ષ લંબાવાયો
  3. 13 સપ્ટેમ્બર-2024 થી વધુ એક વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય

Gandhinagar : રાજ્યમાં ગુટકા તેમ જ તમાકુ કે નિકોટિનયુક્ત પાન-મસાલાનાં વેચાણ, સંગ્રહ અને વિતરણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. પરંતુ, આ પ્રતિબંધ માત્ર કાગળ પર હોય તેવી સ્થિતિ છે. પ્રતિબંધનો યોગ્ય રીતે અનુસરણ ન થતાં હવે સરકારે આ પ્રતિબંધની મર્યાદાને લંબાવવાનો નિર્ણય કર્યો છે. રાજ્યનાં નાગરિકોનું સ્વાસ્થ્ય વધુ સુદ્રઢ બને તે માટે આ પ્રતિબંધ આગામી 13 સપ્ટેમ્બર-2024 થી વધુ એક વર્ષ સુધી લંબાવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર (Food and Drug Administration) દ્વારા જણાવાયું છે.

Advertisement

આ પણ વાંચો -Mehsana : ધારાસભ્ય અને સાંસદે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને લખ્યો પત્ર, કરી આ રજૂઆત!

માત્ર કાગળ પર રહેલો ગુટકા પરનો પ્રતિબંધ લંબાવાયો

રાજ્યમાં ગુટકા તેમ જ તમાકુ કે નિકોટિનયુક્ત પાન-મસાલાનાં વેચાણ, સંગ્રહ અને વિતરણ પર હાલ પ્રતિબંધ (Ban ON Gutka) છે. ફૂડ સેફ્ટી સ્ટાન્ડર્ડ એકટ-2006 અન્વયેનાં નિયમો તથા રેગ્યુલેશન-2011 હેઠળ આ પ્રતિબંધ મૂકાયો છે, જેમાં કોઇપણ ખાદ્યચીજમાં તમાકુ કે નિકોટિન ઉમેરવું એ પ્રતિબંધ છે. ગુટકામાં તમાકુ કે નિકોટિનની હાજરી હોવાથી માનવ આરોગ્યને ખૂબ જ નુકસાન થતું હોય છે, જેથી નાગરિકો તથા ભાવિ પેઢીનાં સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે ગુટકા પર પ્રતિબંધ મૂકવો જરૂરી હોઇ, આ નિર્ણય કરાયો છે. ત્યારે હવે આ પ્રતિબંધને વધુ એક વર્ષ લંબાવવાનો નિર્ણય રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવ્યો છે.

Advertisement

આ પણ વાંચો -Surat : નવી સિવિલ હોસ્પિટલમાં હવે મળશે આ સુવિધા, કેન્દ્રીય કેબિનેટ મંત્રી CR પાટીલે કર્યું ઉદઘાટન

Advertisement

ભંગ કરનાર સામે કાયદેસરની કાર્યવાહી

આ નિયમનો ભંગ કરનાર સામે કડક અને કાયદેસરની કાર્યવાહી કરવામાં આવે છે. ઉપરાંત, કોઇપણ વેપારી ગુટકા કે પાનમસાલા કે જેમાં તમાકુ કે નિકોટિનની (Tobacco or Nicotine) હાજરી હોય તેના વેચાણ, સંગ્રહ અને વિતરણ કરતા પકડાશે તો તેમને કાયદા હેઠળ કડક કાર્યવાહી કરવામાં આવશે, તેમ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર-ગાંધીનગરની (Gandhinagar) યાદીમાં જણાવાયું છે. જો કે, પ્રતિબંધ છતાં નિયમ માત્ર કાગળ પર હોય તેવી સ્થિતિ રાજ્યમાં જોવા મળે છે.

આ પણ વાંચો - Ganesh Chaturthi : ગુજરાતભરમાં ભક્તોમાં અનેરો ઉત્સાહ, વાજતે-ગાજતે શ્રીજીની સ્થાપના, જુઓ Video

Tags :
Advertisement

.