Gandhinagar : ફોરેસ્ટ ગાર્ડની ભરતી મુદ્દે આંદોલન યથાવત્, BJP નાં આ બે MLA પણ મેદાને!
- ફોરેસ્ટ ગાર્ડની ભરતી મામલે ઉમેદવારોનું આંદોલન યથાવત્
- ઉમેદવારોએ રામકથા મેદાનમાં જ રાતવાસો કર્યો
- ગાંધીનગરમાં વહેલી સવારે પોલીસે ઉમેદવારોની કરી અટકાયત
- ગાંધીનગરનાં MLA રીટા પટેલ અને મહુધાનાં સંજયસિંહ મહિડાએ કર્યું સમર્થન
ગાંધીનગરમાં (Gandhinagar) ફોરેસ્ટ ગાર્ડની ભરતી પરીક્ષા પદ્ધતિ રદ કરવા અને બેઠક વધારવાની માગ સાથે મોટી સંખ્યામાં ઉમેદવારો રામકથા મેદાનમાં ધરણાં પ્રદર્શન કરી રહ્યા છે. ઉમેદવારોએ રામકથા મેદાનમાં રાતવાસો કર્યો હતો. જ્યારે, આજે વહેલી સવારે ઉમેદવારોએ આંદોલન શરૂ કરતા પોલીસે કેટલાકની અટકાયત કરી હતી. આ આંદોલન કરતા ઉમેદવારોનાં સમર્થનમાં હવે ભાજપનાં બે MLA પણ સામેલ થયા છે.
આ પણ વાંચો - Gujarat Police: ASI વર્ગ-3 ની સીધી ભરતીને કરાઈ રદ, આ રીતે ભરાશે ખાલી જગ્યાઓ
ગાંધીનગરમાં વહેલી સવારે પોલીસે ઉમેદવારોની અટકાયત કરી
અમદાવાદ (Ahmedabad) ફોરેસ્ટ ગાર્ડની ભરતી પરીક્ષા પદ્ધતિ સામે ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો છે. ગાંધીનગરમાં ઉમેદવારોએ ફોરેસ્ટ ગાર્ડની ભરતી પરીક્ષા પદ્ધતિ (Forest Guard Recruitment Exam System) રદ કરવા, બેઠકની સંખ્યા વધારવાની માગ સાથે આંદોલન શરૂ કર્યું છે. ગાંધીનગરમાં આવેલા રામકથા મેદાને (Ramkatha Maidan) ઉમેદાવારોએ રાતવાસો કર્યો હતો. જ્યારે, આજે વહેલી સવારે ઉમેદવારોએ આંદોલન શરૂ કરતા પોલીસે કેટલાક ઉમેદવારોની અટકાયત પણ કરી હતી. ઉમેદવારોએ પરિણામ જાહેર કરવા સામે પણ વિરોધ નોંધાવ્યો છે.
આ પણ વાંચો - Mehsana : કાળમુખા વાઇરસે વધુ એક માસૂમનો લીધો જીવ, 12 વર્ષીય બાળકીનું મોત
BJP ના બે MLA એ ઉમેદવારોનું સમર્થન કર્યું
બીજી તરફ ગાંધીનગરમાં (Gandhinagar) આંદોલન કરી રહેલા ઉમેદવારોનાં સમર્થનમાં હવે BJP નાં બે ધારાસભ્યો પણ સામેલ થયા છે. માહિતી મુજબ, ગાંધીનગરનાં MLA રીટા પટેલ અને સંજયસિંહ મહિડાએ (Sanjay Singh Mahida) ઉમેદવારોનું સમર્થન કર્યું છે. MLA રીટા પટેલ (MLA Rita Patel) અને મહુધાનાં MLA સંજયસિંહ મહિડાએ વનમંત્રી મુળુભાઈ બેરાને પત્ર લખી ઉમેદવારોને ન્યાય આપવા વિંનતી કરી છે. બંને MLA એ વનમંત્રીને (Mulubhai Bera) રજૂઆત કરી કે ઉમેદવારોની સાથે ચર્ચા કરીને આ સમસ્યાનો જલદી યોગ્ય ઉકેલ લાગવવામાં આવે.
આ પણ વાંચો - અમદાવાદ યુનિવર્સિટીમાં NSUI ના સભ્યો મોટી સંખ્યામાં પહોંચ્યા, સૂત્રોચ્ચાર કરી નોંધાવ્યો ઊગ્ર વિરોધ