Download Apps
Scan QR Code To Download The Gujarat First Mobile App CLOSE

Gandhinagar : વનરક્ષકની પરીક્ષામાં ડમી ઉમેદવાર ઝડપાયો, આ રીતે ફૂટ્યો ભેજાબાજનો ભાંડો

વન રક્ષકની શારીરિક પરીક્ષામાં ડમી ઉમેદવાર ઝડપાયો (Gandhinagar) બાયોમેટ્રિક વેરિફિકેશનમાં ડમી ઉમેદવારનો ભાંડો ફૂટ્યો ભાવનગરનાં સાચા ઉમેદવારની જગ્યાએ મિત્રે આપી પરીક્ષા ગાંધીનગરનાં પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ગઇકાલે પરીક્ષા યોજાઈ હતી વનરક્ષકની (Forest Guard Exam) શારીરિક પરીક્ષા સંબંધિત મોટા સમાચાર આવ્યા...
gandhinagar   વનરક્ષકની પરીક્ષામાં ડમી ઉમેદવાર ઝડપાયો  આ રીતે ફૂટ્યો ભેજાબાજનો ભાંડો
  1. વન રક્ષકની શારીરિક પરીક્ષામાં ડમી ઉમેદવાર ઝડપાયો (Gandhinagar)
  2. બાયોમેટ્રિક વેરિફિકેશનમાં ડમી ઉમેદવારનો ભાંડો ફૂટ્યો
  3. ભાવનગરનાં સાચા ઉમેદવારની જગ્યાએ મિત્રે આપી પરીક્ષા
  4. ગાંધીનગરનાં પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં ગઇકાલે પરીક્ષા યોજાઈ હતી

વનરક્ષકની (Forest Guard Exam) શારીરિક પરીક્ષા સંબંધિત મોટા સમાચાર આવ્યા છે. ગાંધીનગરનાં (Gandhinagar) પોલીસ પરેડ ગ્રાઉન્ડમાં બાયોમેટ્રિક વેરિફિકેશનમાં ડમી ઉમેદવાર ઝડપાયો છે. ગઈકાલે યોજાયેલ શારીરિક પરીક્ષા (Physical Examination) દરમિયાન ડમી ઉમેદવારનો ભાંડો ફૂટ્યો હતો. આ મામલે ગાંધીનગર સેક્ટર-21 પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.

Advertisement

આ પણ વાંચો - Breaking : ગુજરાત ભાજપમાં કંઇક રંધાઇ રહ્યું છે..? જુઓ 2 મંત્રીની વાતચીત

બાયોમેટ્રિક વેરિફિકેશનમાં ડમી ઉમેદવારનો ભાંડો ફૂટ્યો

પ્રાપ્ત માહિતી મુજબ, ગઈકાલે ગાંધીનગરનાં (Gandhinagar) પોલીસ ગ્રાઉન્ડમાં વનરક્ષકની શારીરિક પરીક્ષાનું આયોજન કરવામાં આવ્યું હતું. દરમિયાન, બાયોમેટ્રિક વેરિફિકેશનમાં (Biometric Verification) એક ડમી ઉમેદવાર ઝડપાયો હતો. ભાવનગરનાં (Bhavnagar) સાચા ઉમેદવાર હરેશકુમાર ભોળાભાઈ બારૈયાની જગ્યાએ તેનો મિત્ર અને ડમી ઉમેદવાર કનુભાઈ ગોબરભાઈ ચૌહાણ હોવાનો ભાંડો ફૂટ્યો હતો.

Advertisement

આ પણ વાંચો - Bharuch : જંબુસર જતી ST બસ અચાનક વરસાદી કાંસમાં ખાબકી, 15 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત

Advertisement

ડમી ઉમેદવારે પરીક્ષા પણ પાસ કરી હતી

આ મામલે ડમી ઉમેદવાર વિરુદ્ધ ગાંધીનગરનાં સેક્ટર-21 પોલીસ સ્ટેશનમાં (Gandhinagar Sector-21 Police Station) ગુનો નોંધાયો છે. આ મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસ મુજબ, વનરક્ષકની ફિઝિકલ પરીક્ષા આપનાર ડમી ઉમેદવાર ઉત્તીર્ણ પણ થઈ ગયો હતો. પરંતુ, બાયોમેટ્રિક વેરિફિકેશનમાં તેનો ભાંડો ફૂટ્યો હતો.

આ પણ વાંચો - Banaskantha : ત્રિશુલિયા ઘાટી પર શ્રદ્ધાળુઓની બસને નડ્યો ગોઝારો અકસ્માત, 4 નાં સ્થળ પર મોત

Tags :
Advertisement

.