Gandhinagar: જમ્મુ- કાશ્મીરમાં હજુ પણ ગુજરાતનાં આ જીલ્લાના 173 નાગરીકો, વહીવટી તંત્ર સતત સંપર્કમાં
- ગાંધીનગરના 173 નાગરીકો જમ્મુ-કાશ્મીરમાં
- દહેગામના 52, કલોલના 107, ગાંધીનગરના 14 લોકો કાશ્મીરમાં
- જિલ્લા વહીવટી તંત્રને મળી નાગરીકોની વિગતો
- તમામ યાત્રિકો સાથે જિલ્લા વહીવટી તંત્ર સંપર્કમાં
ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર તથા ડિઝાસ્ટર વિભાગ દ્વારા કલેક્ટર ગાંધીનગર મેહુલ કે. દવેની આગેવાની હેઠળ જમ્મુ - કશ્મીર ખાતે પ્રવાસે ગયેલા ગાંધીનગર જિલ્લાના મુસાફરોની યાદી તૈયાર કરવામાં આવી છે.
ગાંધીનગર જીલ્લાના 173 નાગરિકો જમ્મુ-કાશ્મીરમાં
દહેગામના ફૂલ 52, કલોલ ના 107 તથા ગાંધીનગર ના 14 મળી કુલ 173 નાગરિકો જમ્મુ કશ્મીરની મુલાકાતે:તમામ મુસાફરો સહી સલામત હોવાનું માલુમ પડતા, જિલ્લા વહીવટી તંત્ર ,કલેકટર તથા મુસાફરોના પરિવારોએ રાહતનો જ શ્વાસ લીધો છે.

ગાંધીનગર જિલ્લાના મુસાફરોની યાદી તૈયાર
વર્તમાનમાં જમ્મુ કશ્મીરમાં બનેલી દુઃખદ ઘટના બાદ સમગ્ર દેશમાં દુઃખની લાગણી વ્યાપી છે, તથા સરકાર અને વહીવટી તંત્ર કાશ્મીરમાં ફસાયેલા પ્રવાસીઓને પરત લાવવા અવિરત કામગીરી કરી રહી છે. ગાંધીનગર જિલ્લા વહીવટી તંત્ર તથા ડિઝાસ્ટર વિભાગ દ્વારા પણ કલેક્ટર ગાંધીનગર મેહુલ કે. દવેની આગેવાની હેઠળ જમ્મુ - કશ્મીર ખાતે પ્રવાસે ગયેલા ગાંધીનગર જિલ્લાના મુસાફરોની યાદી તૈયાર કરવામાં આવી છે.
આ પણ વાંચોઃ Vadodra: પહેલગામમાં આતંકી હુમલા બાદ પોલીસ એક્શનમાં, વિદેશી વિદ્યાર્થીઓના ડેટા ભેગા કરવાનું શરૂ
ટૂંક સમયમાં જ ગાંધીનગરના પ્રવાસીઓ પરત ફરશે
આ યાદી મુજબ દહેગામના ફૂલ 52, કલોલ ના 107 તથા ગાંધીનગર ના 14 મળી કુલ 173 નાગરિકો જમ્મુ કશ્મીરની મુલાકાતે છે. જેમની સાથે કલેકટરના આદેશથી જિલ્લા વહીવટી તંત્ર તથા ડિઝાસ્ટર વિભાગે રૂબરૂ વાતચીત કરી રિમાર્ક મેળવ્યા છે. જેમાં મુસાફરોની હાલની લોકેશન, પરિસ્થિતિ અને ગુજરાત પરત ફરવાની વ્યવસ્થા અંગે વાતચીત કરતા બધા જ મુસાફરો સહી સલામત હોવાનું માલુમ પડતા, જિલ્લા વહીવટી તંત્ર ,કલેકટર તથા મુસાફરોના પરિવારોએ રાહતનો જ શ્વાસ લીધો છે, સાથે જ આ 173 લોકો પ્રવાસ પતાવી ટૂંક સમયમાં જ ગાંધીનગર પરત ફરશે, તેમ પણ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા જણાવાયું છે.
આ પણ વાંચોઃ Vadodra: આતંકી હુમલા બાદ પ્રવાસીઓમાં ફફડાટ, યાત્રાએ જવું કે નહી ?